________________
[ ૧૨ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
સેવન થઈ જાય તો નિશીથસૂત્ર ઉદ્દેશક-રમાં તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે, પરંતુ સંકલ્પપૂર્વક હિંસા આદિ કરે તો તે શબલદોષ કહેવાય છે. આ કૃત્યોથી મૂળગુણોની વિરાધના થાય છે અને સાધુનો સંયમ પણ શિથિલ થઈ જાય છે, તેથી સાધુ ક્યારેય હિંસા આદિનો સંકલ્પ કરે નહીં અને અસાવધાનીથી પણ તેવું કાર્ય ન થઈ જાય તેની સતત જાગૃતિ રાખે. (૧૫,૧૬,૧૭) જાણી જોઈને સચિત્ત પૃથ્વી, પાણીથી ભીની જમીન, વનસ્પતિયુક્ત જમીન ઉપર સવે, બેસેઃ- સાધુ પ્રત્યેક કાર્યમાં છકાય જીવોની વિરાધના ન થાય, તેવો વિવેક રાખે છે, વિવેક ચૂકીને પૃથ્વી આદિ જીવોની હિંસા થાય, તેવી રીતે સૂવું, બેસવું વગેરે ક્રિયા કરવી, તે શબલ દોષ છે. આચારાંગ સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આઠ સૂત્રો કહ્યા છે, જેમકે
(૧) સચિત્ત પૃથ્વી પાસેની ભૂમિ પર, (૨) ભેજવાળી ભૂમિ પર, (૩) સચિત્ત રજથી યુક્ત ભૂમિ પર, (૪) સચિત્ત માટી પથરાઈ ગઈ હોય તેવી જમીન પર, (૫) સચિત્ત ભૂમિ પર, (૬) સચિત્ત શિલા પર, (૭) સચિત્ત પથ્થર આદિ પર, (૮) ગુણો લાગેલો હોય તેવા લાકડા પર તથા અન્ય કોઈ પણ ત્રસ, સ્થાવર જીવથી યુક્ત સ્થાન ઉપર બેસવું, સૂવું, ઊભા રહેવું, વગેરે પ્રવૃત્તિઓ સાધુને કહ્યું નહીં. અહીં તવિષયક ત્રણ સૂત્રો કહ્યા છે, સંકલ્પપૂર્વક કરાયેલા આ બધા કાર્ય શબલદોષ કહેવાય છે. સાધુ આ શબલદોષોનું કદાપિ સેવન ન કરે. સાધુ પ્રત્યેક પ્રવૃત્તિ યત્નાપૂર્વક કરે. (૧૮) કંદમૂળ આદિ ભક્ષણ - મૂળ, કંદ આદિ વનસ્પતિના દશે વિભાગો સચેત છે, તેથી વનસ્પતિના મૂળ, કંદ, ફૂલ, ફળ આદિ સાધુને કલ્પનીય નથી. સાધુ નિર્દોષ અને પ્રાસુક-અચેત પદાર્થો જ ગ્રહણ કરે છે.
ઉત્તરાધ્યયનસૂત્ર- અ. રમાં કહ્યું છે કે સુધાથી વ્યાકુળ સાધુનું શરીર એટલું કૃશ થઈ જાય કે શરીરની નસો દેખાવા લાગે, તો પણ વનસ્પતિનું છેદન સ્વયં કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, સ્વયં વનસ્પતિને રાંધે નહીં, તથા બીજા પાસે રંધાવે નહીં. સચેત વનસ્પતિના છેદન–ભેદન તથા ખાવાનો સાધુ માટે સર્વથા નિષેધ છે, કારણ કે તેમ કરવાથી વનસ્પતિકાયના જીવો પ્રત્યે અનુકંપા રહેતી નથી, પ્રથમ મહાવ્રતનો ભંગ થાય છે, તેથી સાધુએ સચિત્ત પદાર્થ ખાવાનો વિચાર પણ કરવો ન જોઈએ. (૧૯-૨૦) ઉદકલેપ–માયાસેવન - નવમા તથા દસમા શબલદોષમાં એક માસમાં ત્રણવાર ઉદકલેપ અને ત્રણ વાર માયાસેવનને શબલદોષ કહ્યો છે, અહીં એક વર્ષમાં દશવારના સેવનને શબલદોષ કહ્યો છે. નવવાર સુધીના સેવનને શબલદોષ ન કહેવાનું કારણ આ પ્રમાણે છે– ચાતુર્માસ પૂર્ણ થતાં નદી પાર કરી કોઈ ગામમાં ગયા. ત્યાં ર૯ દિવસનો કલ્પ પૂર્ણ કરી વિહાર કરતાં ફરી નદી પાર કરવાની પરિસ્થિતિ થાય, તો પ્રથમ કલ્પમાં બે વાર નદી પાર થાય છે. આ રીતે શેષકાલના આઠ માસમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં આઠ વાર અને પ્રથમ કલ્પમાં બે વારની ગણના કરતાં એક વર્ષમાં નવ વાર નદી પાર કરવી અનિવાર્ય બની જાય છે. તેથી શાસ્ત્રકારે નવ વાર નદી પાર કરવાને શબલ દોષ કહ્યો નથી પરંતુ તે મર્યાદાનું ઉલ્લંઘન થાય અર્થાત્ દસ વાર કે તેનાથી અધિક વાર નદી પાર થાય, તો તે શબલ દોષ છે.
તે જ રીતે કોઈ વિશેષ પરિસ્થિતિમાં નવ વારથી વધુ માયાસ્થાનનું સેવન થાય, તો તે પણ શબલ દોષ છે. (ર૧) સચિત્ત પાણીથી યુક્ત પાત્રાદિથી ભિક્ષા ગ્રહણ કરવી - ભિક્ષાને માટે પ્રવિષ્ટ સાધુ જાણે કે