________________
દશા–૨
૧૧
છ મહિનાની અંદર ગણપરિવર્તન કરવું તે ચંચલવૃત્તિનું પ્રતીક હોવાથી તેને શબલદોષ કહ્યો છે. આ પ્રમાણે કરવાથી સંયમની ક્ષતિ અને અપયશ થાય છે.
(૯) ઉદક—àપ ઃ— પેની અને ઘૂંટણની વચ્ચેના ભાગ પ્રમાણ પાણીથી ઓછા પાણીમાં ચાલવું, તે ‘ ઉદક સંસ્પર્શ' કહેવાય છે અને અર્ધ જોધથી વધારે પાણીમાં ચાલવું ઉદકલેપ કહેવાય છે. સચિત્ત પાણીની અલ્પ વિરાધના પણ દોષ રૂપ જ છે, પરંતુ નદી પાર કરવી આવશ્યક હોય, તો એક માસમાં બે વાર નદી પાર કરી, તેનું પ્રાયશ્ચિત્ત લેવાથી તે શબલદોષ થતો નથી. જેમ કે- ચાતુર્માસ સમાપ્ત થયા પછી ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ એક સ્થાનમાં માસકલ્પ (૨૯ દિવસ)થી વધારે રહી શકતા નથી. વિહારના પ્રથમ દિવસે નદી પાર કરીને સાધુ કોઈ ગામમાં પહોંચે, ત્યાં ૨૯ અહોરાત્રિ રહ્યા પછી ત્રીસમે દિવસે વિહારના સમયે પુનઃ નદી પાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, તો કપ મર્યાદાના પાલન માટે નદી પાર કરવી આવશ્યક બની જાય છે, તેથી સૂત્રકારે બે વાર ઉદકલેપની ગણના શબલદોષમાં કરી નથી. એક માસમાં ત્રણ, ચારવાર ઉદકલેપ અનાવશ્યક હોવાથી તે શબલદોષ કહેવાય છે. સેવા આદિ કાર્યોના નિમિત્તે વધારે વખત (ઉદકલેપ) પાણીમાં ચાલવું પડે તો તે શબલદોષ નથી. પાણીમાં ચાલવાથી પાણીના જીવો સહિત અનેક ત્રસપ્રાણી તથા લીલફુગ વગેરે અનંત જીવોની વિરાધના થાય છે. તેનાથી પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે.
(૧૦) માયા—સેવન :– માયા એક ભયંકર કષાય છે, ત્રણ શલ્યમાંથી એક શલ્ય છે. તેના સેવનમાં સંયમ અને સમ્યક્ત્વ બંનેનો નાશ થાય છે, તેથી સાધુઓએ ક્યારેય માયા સેવન કરવું ન જોઈએ. પ્રમાદના કારણે એક માસમાં બેથી વધુવાર માયા સેવન થઈ જાય, તો શબલ દોષ કહેવાય છે.
આ સૂત્રમાં એક માસમાં ત્રણવાર માયા સેવનને શબલદોષ કહ્યો છે, પરંતુ એક અથવા બે વાર માયાસેવન કરવાને શબલદોષ કર્યો નથી, તેમાં ઉદકલેપની જેમ વિશેષ પરિસ્થિતિ જ મુખ્ય કારણ રૂપ છે. વ્યવહારસૂત્રના આઠમા ઉદ્દેશકમાં સ્પષ્ટીકરણ સાથે સમજાવ્યું છે કે ગ્લાન, બાળ કે વૃદ્ધ સાધુઓ માટે સ્થાન મેળવવું આવશ્યક હોય અને વિષમ પરિસ્થિતિમાં ક્યારેક કિંચિત્ માયાનું સેવન કરવું પડે છે. મહિનામાં બે વાર માયાસેવન કરી મકાન પ્રાપ્ત કરે, તે શબલદોષ નથી પરંતુ સામાન્ય કારણથી એકવાર પણ માયાસેવન કરે, તો પણ તે શબલદોષ સમજવો જોઈએ. માયા સેવનથી બીજું મહાવ્રત દૂષિત થાય છે. (૧૧) શય્યાતર પિંડ :– જે મકાનમાં સાધુ રહે, તે મકાન(શય્યા)ના દાતા શય્યાતર કહેવાય છે અને તેમના ઘરના આહારાદિ શય્યાતરપિંડ કે સાગારિયપિંડ કહેવાય છે. સર્વ તીર્થંકરના સાધુઓને શય્યાતરપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે. સાધુને ઉતરવા માટે મકાન મળવું દુર્લભ હોય છે અને તેમાં તે મકાન માલિકના ઘેરથી આહાર ગ્રહણ કરવામાં આવે તો, તેને તે ભાર રૂપે લાગે અને બીજી વાર મકાન આપવા માટે તેનું મન નારાજગી અનુભવે અને જો શય્યાદાતા ભક્તિપ્રધાન હોય તો શય્યાતરપિંડમાં આધાકર્માદિ દોષની સંભાવના રહે છે, માટે સાધુ શય્યા(સ્થાન) દાતાને ત્યાંથી આહાર-પાણી ગ્રહણ કરે નહીં. શય્યાતરપિંડ ગ્રહણમાં તીર્થંકરની આજ્ઞાનો ભંગ, એષણા સમિતિનું ઉલ્લંઘન અને પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. (૧૨,૧૩,૧૪) જાણી જોઈને હિંસા, અસત્ય, અદત્તનું સેવન કરે :– સાધુ પંચમહાવ્રતધારી હોય છે, તેને જીવન પર્યંત ત્રણ કરણ, ત્રણ યોગથી હિંસા, અસત્ય અને અદત્તનો ત્યાગ હોય છે. જો અજાણતાં તેનું