________________
| દશા–ર
૧૩ |
દાતાના હાથ, ચમચો, વાસણ, વગેરે ભીના-સચિત્ત પાણીવાળા છે, તો તેના વડે ભિક્ષા ગ્રહણ કરવી કલ્પતી નથી. (એષણાના ‘લિપ્ત’ નામના નવમા દોષરૂપે આ નિષેધનું કથન દશવૈકાલિક સૂત્ર. અ.૫ તથા આચારાંગસૂત્ર શ્ર–૨, અ-૧, ઉ–માં છે). પાણીથી યુક્ત હાથ આદિથી ભિક્ષા લેવાથી અષ્કાયના જીવોની વિરાધના થાય છે. ખાદ્યપદાર્થોમાં સચિત્ત પાણી મિશ્રિત થવાથી સચિત્ત ખાવા-પીવાનો દોષ પણ લાગે છે. વીસમાં અસમાધિસ્થાનમાં એષણા સમિતિના ઉલ્લંઘનથી આ દોષનું કથન છે. અહીં જીવ વિરાધનાની અપેક્ષાએ તેને શબલદોષ કહ્યો છે.
સમવાયાંગસૂત્રના ૨૧મા સમવાયમાં આ ૨૧ શબલદોષોનું વર્ણન છે. પ્રસ્તુત સૂત્રમાં અને સમવાયાંગ સૂત્રમાં કથિત શબલ દોષ સમાન જ છે, માત્ર ક્રમમાં તફાવત છે. અત્ર કથિત પાંચમા અને અગિયારમા શબલદોષને ત્યાં ક્રમશઃ અગિયારમો અને પાંચમો શબલદોષ કહ્યો છે. આ સર્વ શબલદોષોને સંયમના વિઘાતક તથા કર્મબંધનું કારણ જાણીને સાધુ તેનો ત્યાગ કરે અને શુદ્ધ સંયમની આરાધના કરે.
તે બીજી દશા સંપૂર્ણ