________________
અને સાર્થક છે. આ સૂત્રમાં દશ અધ્યયન હોવાથી તેનું ‘દશાશ્રુતસ્કંધ’ નામ પ્રચલિત છે. શ્રી આવશ્યક સૂત્રના ચોથા શ્રમણ સૂત્રમાં તેનું વસા નામ પ્રાપ્ત થાય છે. વસાવ્પવવહાર... – શ્રી આવશ્યક સૂત્ર.
આ સૂત્રની પ્રથમ ત્રણ દશામાં અસમાધિસ્થાન, શબલ દોષ, આશાતનાઓનું તથા અંતિમ બે દશામાં મહામોહનીય કર્મબંધ સ્થાન તથા નિદાનનું વર્ણન છે. જે સર્વ વિષયો સંપૂર્ણપણે ત્યાજ્ય છે. ચોથી દશામાં આચાર્ય-ગણિની આઠ આચાર સંપદાનું નિરૂપણ છે. જે ગીતાર્થ શ્રમણોને, આચાર્ય પદ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતાં શ્રમણોને અત્યંત ઉપયોગી છે અને અગીતાર્થ શ્રમણોને માટે પણ તેનું જ્ઞાન જરૂરી છે. પાંચમી દશામાં ચિત્ત સમાધિ સ્થાનનો બોધ સર્વ સાધકોને ચિત્ત સમાધિ પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન આપે છે.
છઠ્ઠી દશામાં શ્રાવક પડિમા અને સાતમી દશામાં ભિક્ષુ પડિમાનો બોધ ક્રમશઃ શ્રાવક અને સાધુની સાધનાના ક્રમિક વિકાસને સૂચિત કરે છે. આઠમી દશાનું નામ ‘ પર્યુષણા કલ્પ' છે. નિર્યુક્તિ અને ભાષ્ય ગ્રંથોને જોતાં પ્રતીત થાય છે કે પૂર્વે આઠમી દશામાં કેવળ સાધુ સમાચારીનું વર્ણન હતું. તીર્થંકર ચરિત્ર તથા સ્થવિરાવલીનો વિષય તેમાં ક્યારે જોડાઈ ગયો તેના માટે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી. વર્તમાને આઠમી દશામાં કેવળ ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકના નક્ષત્રોના નામનો જ ઉલ્લેખ છે. નવમી દશામાં મહામોહનીય કર્મબંધના ૩૦ બોલનું કથન છે. આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રધાન છે. તે કર્મનો સંવર કરવા તેના બંધસ્થાનથી દૂર રહેવાનું સૂચન છે. દસમી દશામાં સંયમ અને તપનું ફળ મેળવવાના વિવિધ પ્રકારના સંકલ્પ(નિદાન)નું વર્ણન છે. આ નિદાનના ફળ સ્વરૂપે સાધક યથાયોગ્ય સમ્યક્ત્વ, દેશિવરતિ, સર્વવિરતિપણુ આદિ પામે છે પરંતુ તે સાધક, મોક્ષથી દૂર રહે છે, માટે તેમાં તેવા નિદાન ન કરવાનું સૂચન છે. આ રીતે દશાશ્રુતસ્કંધનો વિષય સાધુ અને શ્રાવક બંનેને ઉપયોગી અને આચરણીય છે.
બૃહત્કલ્પ :– આ સૂત્રનું પ્રાચીન નામ પ્પપુત્ત છે, પરંતુ ‘પર્યુષણા કલ્પ' કલ્પ સૂત્રના નામથી પ્રસિદ્ધ થયું, તેનાથી આ સૂત્રની ભિન્નતા પ્રદર્શિત કરવા સુત્ત જ બૃહત્કલ્પ સૂત્રના નામથી ઓળખાય છે. નંદી સૂત્રમાં, આવશ્યક સૂત્રમાં આગમના નામો છે, તેમાં બૃહત્કલ્પ નામ પ્રાપ્ત થતું નથી.
59