________________
કલ્પ શબ્દના અનેક અર્થ થાય છે. આચાર, મર્યાદા, રાજનીતિ મર્યાદા, ધર્મ મર્યાદા વગેરે. પ્રસ્તુત સૂત્રમાં “કલ્પ” શબ્દપ્રયોગ આચાર મર્યાદા અથવા ધર્મમર્યાદાનો સૂચક
જે શાસ્ત્રમાં સાધુ જીવનની આચાર-મર્યાદાનું નિરૂપણ છે, તેને કલ્પસૂત્ર કહે છે. તેના છ ઉદ્દેશક છે. તેમાં લગભગ સેંકડો વિધિ-નિષેધ કલ્પ છે. પાંચ મહાવ્રત અને પાંચ સમિતિની શુદ્ધિ માટે વિવિધ ઉત્સર્ગ-અપવાદ માર્ગનું વિસ્તૃત વર્ણન છે. આચાર શુદ્ધિ માટે, શ્રમણ જીવનની નિર્મળતા માટે સાધુ-સાધ્વીને આ સૂત્રનું જ્ઞાન અનિવાર્ય
વ્યવહાર સૂત્ર - વ્યવહાર શબ્દનો પદ વિગ્રહ કરતાં વિ + અવ + દર = વ્યવહાર. જેના દ્વારા વિવિધ અથવા વિવાદાસ્પદ વિષયોનું અવતરણ અર્થાત્ નિરાકરણ થાય, સંશયાત્મક વિષયોનું નિર્ધારણ થાય, સમાધાન થાય, તેને વ્યવહાર કહે છે. જે શાસ્ત્રમાં તથા પ્રકારના વિષયોનું વર્ણન હોય, તેને વ્યવહાર સૂત્ર કહે છે. તેના દશ ઉદ્દેશક છે. આ સૂત્રમાં વ્યવહાર, વ્યવહારી તથા વ્યવહર્તવ્ય, આ ત્રણ વિષયોનું વર્ણન છે. (૧) વ્યવહાર- સાધન. આગમ વ્યવહાર, શ્રત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણા વ્યવહાર અને જીત વ્યવહાર, આ પાંચ પ્રકારના વ્યવહારનું કથન છે. (૨) વ્યવહારી- ગણ અથવા ગચ્છના સાધુઓના આચારની શુદ્ધિ કરાવનારા પાંચ પ્રકારના વ્યવહારથી ગચ્છનું સંચાલન કરનારા ગીતાર્થ આચાર્યાદિની યોગ્યતા તથા તેના કર્તવ્ય આદિનું વર્ણન છે. (૩) વ્યવહર્તવ્ય- આચાર્યાદિના આદેશ અનુસાર પ્રવૃત્તિ કરનાર સામાન્ય સાધુ-સાધ્વીઓ વ્યવહર્તવ્ય છે.
જેમ કુંભાર(ક) દંડ ચક્ર આદિ (સાધન) દ્વારા કુંભ(કર્મ) તૈયાર થાય છે તેમ આચાર્યાદિ વ્યવહારી પુરુષ(ક) પાંચ પ્રકારના વ્યવહાર(સાધન) દ્વારા વ્યવહર્તવ્યસાધુ-સાધ્વીના આચારની શુદ્ધિ થાય છે.
આ રીતે ત્રણે છેદસૂત્રો શ્રમણ સમાચારીના બંધારણ સમ છે. તેના આધારે ગચ્છાધિપતિ આચાર્યો ગણનું સંચાલન કરે છે, શ્રમણ સંસ્કૃતિની વાસ્તવિકતા જાળવી રાખવા, સંઘીય વ્યવસ્થાનું નિયમન કરવા માટે છેદસૂત્ર મહત્વ પૂર્ણ શાસ્ત્રો છે. વ્યાખ્યા સાહિત્ય - આ શાસ્ત્રો વિષયની દષ્ટિએ ગંભીર છે, સંક્ષિપ્ત સૂત્રો દ્વારા તેનું રહસ્ય, તેનો પૂર્વાપરનો સંદર્ભ સમજવો કઠિન છે. શ્રી ભદ્રબાહુ સ્વામી (દ્વિતીય) એ
-
60