________________
| દશા–૧૦
| ૧૧૯ ]
કરે છે. પ્રશ્ન-શું તે આ ભવમાં સિદ્ધ થઈ શકે છે? સર્વદુઃખોનો અંત કરી શકે છે? ઉત્તર-તે સંભવ નથી. તે સાધુ ભગવંત ઈર્યાસમિતિનું પાલન કરનાર યાવત બ્રહ્મચર્યનું પાલન કરનાર હોય છે.
આ રીતે અનેક વર્ષો સુધી સંયમપર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી સંયમપર્યાયનું પાલન કર્યા પછી રોગ ઉત્પન્ન થાય અથવા ન થાય તો પણ ભક્ત(આહારના) પચ્ચખાણ કરે છે. આહારના પચ્ચખાણ કરીને અનશન દ્વારા આહારનું છેદન કરે છે. અનશન દ્વારા આહારનું છેદન કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિ ભાવે મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો! તે નિદાનશલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે તે આ ભવમાં સિદ્ધ થતાં નથી થાવત્ સર્વ દુઃખોનો અંત કરી શક્તા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નવ પ્રકારના નિદાન અને તેના ફળનું વિસ્તૃત વર્ણન છે. નિદાન-તપ-સંયમના ફળ સ્વરૂપે ભૌતિક સુખની અથવા અન્ય કોઈપણ ઈચ્છા કરવી.
સાધનાના ક્ષેત્રમાં સાધકોએ ઇચ્છાનો નિરોધ કરવો, તે જ સાધના છે. સાધક કોઈપણ પ્રકારના ફળની અપેક્ષા વિના નિષ્કામ ભાવે સાધના કરે છે, શુભાશુભ ક્રિયાનું ફળ સહજ રીતે પ્રાપ્ત થાય જ છે. જેમ પાણી પીવાથી સહજ રીતે તૃષા શાંત થાય છે. પાણી પીધા પછી તૃષા શાંત થવા રૂ૫ ફળની ઇચ્છા કરવી પડતી નથી તેમ જ સાધનાના ફળની ઇચ્છા કર્યા વિના જ સહજ રીતે તે ફળ પ્રાપ્ત થાય છે. ફળની ઇચ્છાથી તેનું ફળ સીમિત થઈ જાય છે. સૂત્રકારે નવ પ્રકારના નિદાનમાં તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
પ્રારંભના ચાર નિદાનોમાં સંયમ સાધના કરતા સાધુ અથવા સાધ્વીના ચિત્તમાં ક્યારેક ભોગની ઇચ્છા ઉત્પન્ન થઈ જાય છે અને તે મનુષ્ય સબંધી ભોગોની પ્રાપ્તિ માટે નિદાન કરે છે. સંયમ તપના પ્રભાવથી સંકલ્પ અનુસાર ફળ પ્રાપ્ત પણ થઈ જાય છે પરંતુ તેનું પરિણામ એ આવે છે કે તે જીવન પર્યંત ધર્મ શ્રવણ માટે પણ અયોગ્ય બની જાય છે અને કાળ કરી નરકમાં જાય છે.
(૧) પ્રથમ નિદાનમાં સાધુઓ પુરુષ ભોગ માટે નિદાન કરે છે. (૨) બીજા નિદાનમાં સાધ્વીઓ સ્ત્રી ભોગ માટે નિદાન કરે છે. (૩) ત્રીજા નિદાનમાં સાધુઓ સ્ત્રી થવા માટે નિદાન કરે છે અને (૪) ચોથા નિદાનમાં સાધ્વીઓ પુરુષ થવા માટે નિદાન કરે છે. એક થી ચાર નિદાનવાળા ધર્મ શ્રવણ કરી શકતા નથી. (૫) પાંચમા નિદાનવાળા દેવલોકમાં સ્વયંની દેવીઓની સાથે, સ્વયની વિકૃર્વિત દેવીઓની સાથે અને બીજાની દેવીઓની સાથે દિવ્યભોગ ભોગવે છે, પરંતુ ત્યારપછીના મનુષ્યભવમાં ધર્મશ્રવણ કરી શકે પણ ધર્મ ઉપર શ્રદ્ધા, રુચિ થતાં નથી તથા આયુષ્ય પૂર્ણ કરીને નરકમાં જાય છે. (૬) છઠ્ઠા નિદાનવાળા દેવલોકમાં સ્વયંની દેવીઓ સાથે તથા સ્વયંની વિકર્વિત દેવીઓની સાથે દિવ્યભોગ ભોગવે છે. ત્યારપછી તે મનુષ્ય ભવમાં તાપસ-સંન્યાસી થાય છે અને આયુષ્ય પૂર્ણ કરીને અસુરકુમારનિકાયમાં કિલ્પિષી દેવરૂપે ઉત્પન્ન થયા પછી તે તિર્યંચયોનિમાં ભ્રમણ કરે છે.
એકથી છ નિદાનવાળા વ્યક્તિને ભોગાસક્તિ તીવ્ર હોવાથી તે જીવ નરકાદિ દુઃખોને ભોગવીને ભવ પરંપરામાં પણ સમ્યગુદર્શનને પ્રાપ્ત કરી શકતા નથી.