________________
૯૪
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
દશમી દશા
પ્રાકથન )ROROOOOOR
*
પ્રસ્તુત દશમી દશામાં નવ પ્રકારના નિદાનનું વર્ણન છે. કેટલાક ગ્રંથોમાં આ દશાનું નામ આત્યંતિકાળ સાયબાળ પણ પ્રાપ્ત થાય છે.
(૧) આવૃત્તિ- સંસાર અથવા કર્મબંધ. સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ કર્મબંધ છે અને કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ અને મોહ છે. જે ક્રિયાથી સંસાર પરિભ્રમણની વૃદ્ધિ થાય, તેવા સંસાર પરિભ્રમણના સ્થાનભૂત કર્મબંધને આયત્તિવાળ કહે છે. મોહનીય કર્મની પ્રબળતાથી જ નિદાન થાય છે અને મોહનીય કર્મના પ્રબળ ઉદયમાં કર્મનો તીવ્ર બંધ થાય છે, આ રીતે નિદાન સંસાર પરંપરાના કારણભૂત હોવાથી નિદાન માટે આયંતિવાળ શબ્દપ્રયોગ થાય છે.
(૨) નિદાનનો અર્થ છે છેદન કરવું અથવા કાપવું. જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું છેદન અથવા વિદારણ થાય, મોક્ષમાર્ગનો નાશ થાય, તે ક્રિયાને નિદાન કહે છે.
(૩) તપ-સંયમ આદિ આરાધનાના ફળ માટે તીવ્રતમ સંકલ્પ કરવો અર્થાત્ આરાધનાનું ફળ માંગી લેવું. તે નિદાન છે.
નિદાનના પ્રકાર :– વ્યક્તિની વિવિધ ઇચ્છાઓના આધારે નિદાનના અનેક પ્રકાર થાય છે, જેમ કે મારા
તપ-સંયમના ફળ સ્વરૂપે હું અમુક વ્યક્તિને મારનાર થાઉં, મારા સંયમના ફળ સ્વરૂપે હું પાંચ પતિની પત્ની થાઉં વગેરે. વાસુદેવ અને પ્રતિવાસુદેવની પદવી પૂર્વના નિદાનથી જ પ્રાપ્ત થાય છે. આ રીતે નિદાનના વિવિધ પ્રકારો થઈ શકે છે. પ્રસ્તુતમાં સૂત્રકારે નવ પ્રકારના નિદાન અને તેના ફળનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
*
શ્રી આવશ્યક આદિ સૂત્રોમાં નિદાનની ગણના ત્રણ પ્રકારના શલ્યમાં થઈ છે. શલ્ય એટલો કાંટોપગમાં વાગેલો કાંટો વ્યક્તિની ગતિમાં બાધક બને છે. તે રીતે નિદાનરૂપી શલ્ય વ્યક્તિની સાધનામાં બાધક બને છે. જ્યાં સુધી નિદાનની આલોચના અને પ્રતિક્રમણ ન થાય, સાધકના અંતરમાંથી નિદાનરૂપી શલ્ય નીકળી ન જાય ત્યાં સુધી સાધકનો આધ્યાત્મિક વિકાસ થતો નથી. નિદાન દ્વારા ઇચ્છાપૂર્તિના વિષયમાં સહજ પ્રશ્ન થાય કે સંકલ્પ કરવા માત્રથી તથાપ્રકારની ઋદ્ધિની પ્રાપ્તિ કેમ થઈ શકે ? તેના ઉત્તરમાં જણાવે છે કે– જેમ કોઈ વ્યક્તિ પાસે રત્ન અથવા સોનાચાંદીનો ભંડાર હોય, તો તેને ખાવા, પીવા, પહેરવાની સામાન્ય વસ્તુઓ સહજ પ્રાપ્ત થઈ શકે છે, તેમ શાશ્વત મોક્ષસુખ આપનાર તપ સંયમની મહત્તમ સાધનાના ફળ સ્વરૂપે મનુષ્યસબંધી અથવા દેવસબંધી તુચ્છ ભોગોને મેળવવા તે કોઈ મહત્ત્વની વાત નથી. તેને સમજવા માટે એક દષ્ટાંત છે–
*
એક ખેડૂતના ખેતરની પાસે કોઈ ધનિક મુસાફરે, દાળ, બાટી, ચુરમાના લાડવા આદિ બનાવ્યા. ખેડૂતનું મન લાડવા ખાવામાં લલચાયું. ખેડૂતે માંગ્યું તો ધનિકે કહ્યું કે આ તારા ખેતરના બદલામાં જોઈતું હોય, તો હું આપું, ખેડૂતના અંતરમાં ભોજનની તીવ્રતમ આસક્તિ જાગૃત થઈ હતી, તેથી તેણે ધનિકની વાતનો સ્વીકાર કર્યો. ધનિકે ખેતરની સર્વ ઉપજના બદલામાં ખેડૂતને ભોજન કરાવ્યું. ખેડૂત ભોજન કરી ઘણો આનંદિત થયો.