________________
પ્રાયન
૯૫
જેમ ખેતરના બદલામાં એકવારનું મનગમતું ભોજન મેળવવું તે કોઈ મહત્ત્વની વાત નથી તેમ તપ-સંયમની મહત્તમ સાધનાથી એક કે બે ભવના ભોગ મેળવવા ને મહત્ત્વના નથી.
ખેતરના બદલામાં ભોજન લીધા પછી બીજા દિવસથી આખું વરસ ખેડૂત પશ્ચાત્તાપથી દુઃખી થયો તેમ નિદાન દ્વારા તપ-સંયમના ફળથી એક ભવનું સુખ પ્રાપ્ત થઈ જાય તો પણ મોક્ષ આપનારી સાધના ગુમાવી નરક આદિના દુઃખોને પ્રાપ્ત કરીને જીવ પણ દુઃખી થાય છે.
ખેતરની સર્વ ઉપજને બદલે એક દિવસનું મિષ્ટાન્ન પ્રાપ્ત કરવામાં ખેડૂતની બાલિશતા સ્પષ્ટ દેખાય છે તેમ મોક્ષમાર્ગની અમૂલ્ય સાધનાના ફળ સ્વરૂપે ભૌતિક સુખની ઇચ્છા કરવી, તે સાધકની અજ્ઞાનતા અને મૂઢતાને પ્રગટ કરે છે, તેથી સાધુએ કોઈ પણ પ્રકારનું નિદાન કરવું નહીં અને સંયમ-તપની નિષ્કામ-સાધના કરવી, તે જ શ્રેયસ્કર છે.