________________
| દશા-૯
|
૯૭ |
ભાવાર્થ :- ઉપરોક્ત દોષોનો સમ્યક પ્રકારે ત્યાગ કરનારા શુદ્ધાત્મા, ધર્માર્થી, મોક્ષ સ્વરૂપના જ્ઞાતા સાધક આ લોકમાં યશ-કીતિને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે.
एवं अभिसमागम्म, सरा दढपरक्कमा ।
सव्वमोहविणिमुक्का, जाइमरणमतिच्छिया ॥३९॥ ભાવાર્થ :- દઢ પરાક્રમી, શુરવીર સાધુ આ બધા સ્થાનોને જાણીને આ મહામોહનીય કર્મબંધના કારણોનો ત્યાગ કરે છે, તે જન્મ-મરણનું અતિક્રમણ કરે છે અર્થાત્ સંસારથી મુક્ત થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત દશામાં મહામોહનીય કર્મબંધના ૩૦ કારણોનો ઉલ્લેખ છે. સામાન્ય રૂપે સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ હિંસાદિ ૧૮ પાપસ્થાનના ત્યાગી હોય છે. તેમ છતાં કષાયના ઉદયમાં સ્વરૂપને ભૂલી, કલેશ, મમત્વ, અભિમાન આદિ દોષોને વશ થઈને મહામોહનીય કર્મનો બંધ ન કરે, તે લક્ષ્ય આ બંધ સ્થાનોનું કથન કર્યું છે. સાધુ-સાધ્વીના સંબોધનથી કથન હોવા છતાં ઉપલક્ષણથી શ્રાવકાદિ માટે પણ આ કથન છે, તેમ સમજવું.
- આ મહામોહના બંધમાં એક યા બીજા પ્રકારે આ ૧૮ પાપ સંબંધી દુર્ગુણ કે દુવૃત્તિઓ કારણભૂત બને છે. તે દુવૃત્તિઓ આ પ્રમાણે છે. મહામોહ બંધિસ્થાન
પાપસ્થાન વૃત્તિ ૧થી ૬
હિંસકવૃત્તિ
કપટવૃત્તિ આક્ષેપ મૂકવાનીવૃત્તિ
અસત્ય, કલહવૃત્તિ ૧૦, ૧૩, ૧૪
કૃતજ્ઞતા કે વિશ્વાસઘાતવૃત્તિ ૧૧, ૧૨, ૨૩, ૨૪, ૩૦
અસત્ય સહ કપટવૃત્તિ ૧૫ થી ૧૭
રક્ષકની ઘાતવૃત્તિ ૧૮, ૨૦
ધર્મભ્રષ્ટ કરવાની વૃત્તિ
તીર્થકરાદિની નિંદાવૃત્તિ ૨૧, રર
આચાર્યાદિ આશાતના વૃત્તિ
અવૈયાવચ્ચ વૃત્તિ સંઘાદિમાં ભેદ કરાવવાની વૃત્તિ અજ્ઞાન યોગથી દુઃખી કરવાની વૃત્તિ
કામવૃત્તિ દેવ નિંદાવૃત્તિ
૧૯
૨૫
| નવમી દશા સંપૂર્ણ