________________
દશા-૯
[ ૮૯ ]
उवगसंतपि झंपित्ता, पडिलोमाहिं वग्गुहिं ।।
भोग-भोगे वियारेइ, महामोहं पकुव्वइ ॥११॥ ભાવાર્થ :- મંત્રીઓના વિશ્વાસે શાસન ચલાવનાર રાજાનો કુટિલ મંત્રી દરબારીઓમાં ફાટફૂટ પડાવી, ષડયંત્ર દ્વારા રાજાને રાજ્યભ્રષ્ટ કરી રાજ્ય પડાવી લે, રાણીઓના શીલને ખંડિત કરે, તેનો વિરોધ કરનારા સામંતોનો તિરસ્કાર કરી, તેઓના સુખભોગનો નાશ કરે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ દસમું મહામોહબંધન સ્થાન છે. અબ્રહ્મચર્ય સંબંધિત અસત્યજન્ય મહામોહ બંધના બે સ્થાનો:
अकुमारभूए जे केई कुमार-भूए-त्ति हं वए ।
इत्थी-विसय सेवी ए, महामोहं पकुव्वइ ॥१२॥ ભાવાર્થ :- જે વ્યક્તિ બાળબ્રહ્મચારી ન હોવા છતાં સ્વયંને બાળબ્રહ્મચારી કહેવડાવે અને ગુપ્ત રીતે સ્ત્રીનું સેવન કરે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અગિયારમું મહામોહ બંધન સ્થાન છે.
વંશવાજી ને જે, “જમવાર ત્તિ ' વણ . गद्दहेव्व गवां मज्झे, विस्सरं णयइ णदं ॥१३॥ अप्पणो अहिए बाले, मायामोसं बहुं भसे ।
इत्थी-विसए-गेहिए, महामोह पकुव्वइ ॥१४॥ ભાવાર્થ :- બ્રહ્મચારી ન હોવા છતાં હું બ્રહ્મચારી છું, એ રીતે ખોટું બોલનારા, ગાયોની વચ્ચે ગધેડાની જેમ અયોગ્ય બકવાટ કરે છે. પોતાના આત્માનું અહિત કરનારા જે મૂર્ખ-માયાવી મહામૃષા બોલીને સ્ત્રીઓમાં આસક્ત રહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બારમે મહામોહ બધસ્થાન છે. કૃતજ્ઞતાજન્ય મહામોહના બંધ સ્થાનો -
जं णिस्सिओ उव्वहइ, जससाहिगमेण वा ।
तस्स लुब्भसि वित्तंसि, महामोहं पकुव्वइ ॥१५॥ ભાવાર્થ :- જે વ્યક્તિ જેના આશ્રયે આજીવિકા પ્રાપ્ત કરતા હોય, જેની સેવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી હોય, તેના જ ધનનું અપહરણ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ તેરમું મહામોહ બંધસ્થાન છે.
ईसरेण अदुवा गामेणं, अणीसरे ईसरीकए । तस्स संपय-हीणस्स, सिरी अतुलमागया ॥१६॥ इस्सा-दोसेण आविटे, कलुसाविल-चेयसे ।
जे अंतरायं चेएइ, महामोहं पकुव्वइ ॥१७॥ ભાવાર્થ :- ઐશ્વર્યશાળી કે ઋદ્ધિ સંપન્ન ગ્રામવાસીઓની મદદથી જે દીન, અનાથ, સંપત્તિવિહિન વ્યક્તિ અનુપમ સંપત્તિ પામી હોય, તે વ્યક્તિ ઇર્ષાને વશ બનીને, કલુષિત ચિત્તથી તે ઉપકારીના લાભમાં અંતરાયભૂત બને છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ચૌદમું મહામોહ બંધિસ્થાન છે.