________________
[ ૮૮ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
ભાવાર્થ :- જે વ્યક્તિ અનેક પ્રાણીઓને એક ઘરમાં કે ભવનમાં બાંધીને કે પૂરીને અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાથી ગુંગળાવીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રીજુ મહામોહ બંધસ્થાન છે.
सीसम्मि जो पहणइ, उत्तमंगम्मि चेयसा ।
विभज्ज मत्थय फाले, महामोह पकुव्वइ ॥४॥ ભાવાર્થ :- જે વ્યક્તિ કલુષિત ચિત્તથી(મારવાના વિચારથી) પ્રાણીના માથા પર શસ્ત્રથી પ્રહાર કરી, માથાને ફોડે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોથે મહામોહ બંધ સ્થાન છે.
सीसा वेढेण जे केइ, आवेढेइ अभिक्खणं ।
तिव्वासुभसमायारे, महामोह पकुव्वइ ॥५॥ ભાવાર્થ :- જે વ્યક્તિ તીવ્ર અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના માથા પર ભીનું ચામડું વીંટીને, અનેક આંટા દઈ ચામડું વીંટીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પાંચમું મહામોહ બંધ સ્થાન છે.
पुणो-पुणो पणिहीए, हणित्ता उवहसे जणं ।
પકને અનુલ વડે, મહામો પશ્વ //દ્દા ભાવાર્થ :- જે મલિન મનથી કોઈ વ્યક્તિને મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. કોઈ વ્યક્તિ ગાંડા-ભોળા આદિ મનુષ્યોને ઇરાદાપૂર્વક બીલા આદિ કઠોર ફળથી, દંડ આદિથી મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ છઠ્ઠ મહામોહ બધસ્થાન છે. અસત્ય-કપટજન્ય મહામોહ બંધના ચાર સ્થાનો:T મૂઢયારી બિહિષ્ણા, માય માયા છો !
असच्चवाई णिण्हाई, महामोह पकुव्वइ ॥७॥ ભાવાર્થ :- જે વ્યક્તિ છૂપી રીતે અનાચારનું સેવન કરીને, માયા-કપટ કરીને તેને છૂપાવે, અસત્ય બોલે અને સૂત્રોના યથાર્થ અર્થોને છૂપાવે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સાતમું મહામોહબંધ સ્થાન છે.
धंसेइ जो अभूएणं, अकम्मं अत्तकम्मुणा ।
अदुवा तुमकासित्ति, महामोह पकुव्वइ ॥८॥ ભાવાર્થ :- જે વ્યક્તિ નિર્દોષ વ્યક્તિ પર ખોટા આક્ષેપો મૂકી કલંકિત કરે, પોતાના દુષ્કર્મોનું તેના પર આરોપણ કરે છે અથવા તેં જ આ કાર્ય કર્યું છે, આ રીતે દોષોનું આરોપણ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ આઠમું મહામોહ બંધસ્થાન છે.
__ जाणमाणो परिसाए, सच्चामोसाणि भासइ ।
अक्खीण-झंझे पुरिसे, महामोहं पकुव्वइ ॥९॥ ભાવાર્થ :- જે વ્યક્તિ ભરી સભામાં જાણી જોઈને મિશ્રભાષા બોલે, અસત્ય ભાષણ દ્વારા કલહને ઉતેજિત કરે છે. તે મહામોહનીયકર્મ બાંધે છે. આ નવમું મહામોહ બધસ્થાન છે.
अणायगस्स णयवं, दारे तस्सेव धंसिया । विउलं विक्खोभइत्ताणं, किच्चा णं पडिबाहिरं ॥१०॥