________________
દશા-૯
[ ૮૭ ]
નવમી દશા : મહામોહનીય બંધ સ્થાન 27/7/272/PP/PE મહામોહનીય કર્મબંધના ત્રીસ સ્થાન :| १ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था, वण्णओ । पुण्णभद्दे णाम चेइए, वण्णओ । कोणिय राया । धारिणी देवी । सामी समोसढे । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया । ____ अज्जो ! ति समणे भगवं महावीरे बहवे णिग्गंथा य णिग्गंथीओ य आमंतेत्ता एवं वयासी- एवं खलु अज्जो ! तीसं मोहणिज्जठाणाई जाइं इमाई इत्थी वा पुरिसो वा अभिक्खण-अभिक्खणं आयरेमाणे वा, समायरेमाणे वा मोहणिज्जत्ताए कम्मं पकरेइ, तं जहाભાવાર્થ :- કાળમાં-અવસર્પિણી કાળમાં, તે સમયમાં-ચોથા આરાના અંત ભાગમાં ચંપાનામની નગરી હતી. પૂર્ણભદ્રનામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. ત્યાં કોણિકરાજા રાજ્ય કરતા હતા. તેની ધારિણીદેવી પટ્ટરાણી હતી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા. પરિષદ ચંપાનગરીમાંથી નીકળી. પૂર્ણભદ્ર ચૈત્યમાં ધર્મશ્રવણ માટે આવી. ભગવાને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ધર્મશ્રવણ કરી પરિષદ ચાલી ગઈ.(ત્યાર પછી)
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સર્વ સાધુ-સાધ્વીઓને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું, હે આર્યો! જે સ્ત્રી અથવા પુરુષ આ ત્રીસ મોહનીય સ્થાનોનું સામાન્ય રૂપે આચરણ કરે છે કે વિશેષરૂપે વારંવાર આચરણ કરે છે, તે મહામોહનીયકર્મનો બંધ કરે છે, યથાહિંસાજન્ય મહામોહ બંધના છ સ્થાનો:
जे केइ तसे पाणे, वारिमज्झे विगाहिआ । २
उदएणऽक्कम्म मारेइ, महामोह पकुव्वइ ॥१॥ ભાવાર્થ :- જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓને પાણીમાં ડુબાડીને, ધોધના ધસમસતા પ્રવાહમાં નાંખીને મારે છે. તે મહામોહનીય કર્મ બાંધે છે. આ પ્રથમ મહામોહ બધસ્થાન છે.
पाणिणा संपिहित्ताणं, सोयमावरिय पाणिणं ।
अंतो णदंतं मारेइ, महामोहं पकुव्वइ ॥२॥ ભાવાર્થ :- જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓના મોઢે, નાક વગેરે શ્વાસ લેવાના દ્વારોને બંધ કરીને અર્થાતુ શ્વાસ રૂંધીને, ગળું દબાવીને અને શ્વાસ રૂંધાતા અંદરજ આર્તનાદ કરતાં પ્રાણીઓને મારે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ બીજું મહામોહ બંધ સ્થાન છે.
जायतेयं समारब्भ, बहुं ओरुभिया जणं । अंतो धूमेण मारेइ, महामोहं पकुव्वइ ॥३॥