________________
| દશા-૭
[ ૭૩ ]
જ વિભાગમાં આહાર ગ્રહણ કરે છે. (૧૧) ગોચરી ભ્રમણના પેટાદિ છ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારે ભ્રમણ કરી ગોચરી ગ્રહણ કરે છે.
પ્રતિમાધારી સાધુઓના વિહાર, શયા-સંસારક, આદિ કેટલાક વિશિષ્ટ નિયમો આ પ્રમાણે છે– (૧) પ્રતિમધારી સાધુ કોઈ પણ ગામમાં એક કે બે દિવસથી વધુ રહે નહીં. (૨) પ્રતિમાકાળ દરમ્યાન પ્રાયઃ મૌન રહે છે. બોલવું પડે તો યાચના કરવા માટે યાચની ભાષા, માર્ગ પૂછવા પૃચ્છની ભાષા, સ્થાન આદિની આજ્ઞા લેવા આજ્ઞાપની ભાષા અને પ્રશ્નના ઉત્તર આપવા અનુજ્ઞાપની ભાષા બોલે છે અને એકલવિહાર કરે છે.(૩) ઉધાનમાં, વૃક્ષ નીચે અને ઉપરથી આચ્છાદિત પણ ચારે બાજુથી ખુલ્લા, આ ત્રણ પ્રકારના સ્થાનમાં રહે છે.(૪) પૃથ્વીશિલા, લાકડાની પાટ અને ઘાસ પાથરીને તૈયાર કરેલું આસન, આ ત્રણ પ્રકારના સંસ્તારક ગ્રહણ કરે છે. (૫) જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં અન્ય ક્રિયા અર્થે અન્ય કોઈ આવે તો પણ નિર્ધારિત સમયે જ વિહાર કરે છે.(૬) જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં આગ લાગે તો પણ અન્યત્ર જાય નહીં. (૭) પગમાં કાંટો, કાચ આદિ વાગે તો કાઢે નહીં, ઉપચાર કરે નહીં. (૮) આંખમાં કણું પડે તો કાઢે નહીં, ઉપચાર કરે નહીં.
વૃત્તિકાર તેની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે આંખમાં ઉડતાં કોઈ ત્રસ પ્રાણી કે નાના જીવજંતુ પડે તો સાધુ તે જીવજંતુ જીવિત હોય ત્યાં સુધી આંખની પલક ન પાડે, આંખ બંધ ન કરે. જો તે જંતુ બહાર નીકળી શકતું ન હોય તો અનુકંપાથી પ્રતિમાધારી સાધુ તેને બહાર કાઢી શકે છે. પ્રતિમાધારી દઢ મનોબળી, કષ્ટ સહિષ્ણુ, શરીરના મમત્વ અને શુશ્રષાના ત્યાગી હોય છે. તે જીવરક્ષા માટે આંખમાંથી જીવજેતુને કાઢે, તે અપવાદ માર્ગ છે.
(૯) સૂર્યાસ્ત પહેલા યોગ્ય સ્થાને પહોંચી જાય, તેમને સૂર્યાસ્ત પછી એક ડગલું પણ ચાલવું કલ્પતું નથી. સૂર્યાસ્ત સમયે સ્થિત થઈ જાય ત્યાં આજુબાજુ સચેત ભૂમિ હોય તો ત્યાં નિદ્રા લેવી(ઊંધી જવું) કલ્પતી નથી. (૧૦) શરીરના અવયવ ઉપર સચેત રજ ઊડીને પડે, તો સ્થિર ઊભા રહી જાય, પરસેવાદિથી તે રજ અચેત થાય પછી જ ગોચરી આદિ માટે જાય. (૧૧) અચેત પાણીથી શરીરાવયવ અપવાદ માર્ગે પણ ધુએ નહીં. (૧૨) સામેથી મદોન્મત્ત હાથી, અશ્વ, વાઘ, સિંહાદિ પ્રાણી આવે તો ભયભીત બની પોતાનો માર્ગ છોડે નહીં. (૧૩) ઠંડી, ગરમીને નિવારવાનો વિચાર કે પ્રયત્ન કરે નહીં.
પ્રતિમાની આરાધના માટે શાસ્ત્રકારે અત્ત, અહaખું આદિ પાંચ પદનો પ્રયોગ કર્યો છે. 'સૂત્ર' શબ્દ વિધિસૂત્રનો સૂચક છે, 'કલ્પ'—મર્યાદા અથવા વ્યવસ્થાનો, 'માર્ગ–પદ્ધતિના અનુસરણનો, 'તત્ત્વ-પ્રતિમાના વાસ્તવિક સ્વરૂપનો અને 'સામ્ય' શબ્દ સમભાવનો સૂચક છે. આ રીતે અનં-સૂત્ર નિર્દિષ્ટ વિધિ અનુસાર, સરખે-કલ્પ-મર્યાદા અનુસાર. અel -માર્ગ-જ્ઞાન, દર્શનાદિ રૂપ મોક્ષમાર્ગ અનુસાર અથવા ક્ષાયોપથમિક ભાવરૂપ માર્ગ અનુસાર, અતબં-યથાતથ્ય-પ્રતિમાના વાસ્તવિક સ્વરૂપ અનુસાર. અદાસએ-સમભાવપૂર્વક.
તેમજ પ્રતિમાની આરાધનાની પૂર્ણતા માટે શાસ્ત્રકારે 'રે' આદિ ક્રિયા પદનો પ્રયોગ કર્યો છે. I r- કેવળ મનોરથ માત્ર નહીં પરંતુ ઉચિત સમયે વિધિપૂર્વક શરીર દ્વારા પ્રવૃત્તિ કરવી. પાને- વારંવાર ઉપયોગપૂર્વક, સાવધાનતાપૂર્વક તેનું પાલન કરવું. સો– શોભિત. પારણાના દિવસે ગુરુ આજ્ઞાનુસાર આહાર ગ્રહણ કરીને વ્રતને શોભિત કરવું અથવા શોધિત–સ્વીકૃત વ્રતમાં દોષનું સેવન ન કરીને અથવા દોષસેવન થઈ જાય, તો તુરંત તે દોષની આલોચનાદિ કરીને વ્રતને શોધિત–શુદ્ધ કરવું.