________________
[
૭૩
]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
सीयं ति णो उण्हं एत्तए उण्हाओ उण्हं ति णो छायं एत्तए । जं जत्थ जया सिया तं तत्थ अहियासए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી સાધુને – અહીં ઠંડી વધારે છે, તેમ વિચારી છાયામાંથી તડકામાં તથા અહીં ગરમી વધારે છે, તેમ વિચારી તડકામાંથી છાયામાં જવું કલ્પતું નથી. જ્યારે જ્યાં જે પરિસ્થિતિ હોય, તેને ત્યાં રહીને સહન કરે. २० एवं खलु एसा मासिया भिक्खुपडिमा अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, મહાતવું, સમ્મ સિરા, પાલિત્તા, સહિરા, તારિતા, વિદત્તા, आराहित्ता, आणाए अणुपालित्ता भवइ । ભાવાર્થ :- આ રીતે આ એક માસની ભિક્ષુપ્રતિમા સૂત્રોનુસાર, કલ્પ-આચાર અનુસાર, માર્ગ અનુસાર, યથાતથ્ય(સત્યતા પૂર્વક) સમ્યક રીતે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને, શુદ્ધતા પૂર્વક આચરણ કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને, આરાધના કરીને, જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં માસિકી પ્રતિમાધારી ભિક્ષુના સમગ્ર જીવન વ્યવહારનું કથન છે. માસિકી પ્રતિમાધારીના જે નિયમોનું પ્રસ્તુતમાં કથન છે, તે સર્વ નિયમો શેષ અગિયાર પ્રતિસાધારી અર્થાત્ બારે બાર પ્રતિમાધારી સાધુઓએ આ નિયમોનું પાલન કરવાનું હોય છે.
પ્રથમ માસિકી પ્રતિમાની આરાધના કરનાર સાધુને એક દત્તી આહાર અને એક દત્તી પાણીની લેવી કહ્યું છે. ભિક્ષ પ્રતિમાના વિશિષ્ટ અભિગ્રહો(નિયમો) :- પ્રતિમાધારી સાધુ ગોચરી સંબંધી સામાન્ય નિયમોનું પાલન કરે જ છે. તે ઉપરાંત કેટલાક વિશિષ્ટ અભિગ્રહો ધારણ કરે છે. પ્રતિમાધારી સાધુના આહાર ગ્રહણના વિધિનિષેધો
(૧) ગણાયજીં- અજ્ઞાત કુળમાંથી થોડો આહાર ગ્રહણ કરે. સાધુ પધારવાના છે, તેવું ન જાણતા હોય, તે ઘરને અજ્ઞાતકુળ કહે છે. ઉંછ – થોડું લેવું. તેના બે પ્રકાર છે. (૧) દ્રવ્યથી- ગૃહસ્થ ઉપભોગ કરી લીધા પછી વધેલો આહાર દ્રવ્ય ઉછ કહેવાય છે. (૨) ભાવથી– વિશેષ સત્કાર, સન્માન વિના સામાન્ય ભિક્ષની જેમ આપે, તે ભાવ ઉંછ છે. (૨) ઉદ્દગમાદિ દોષથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરે. (૩) બીજા માટે બનાવેલા આહારને ગ્રહણ કરે. (૪)દાસ-દાસી, ગાય-ભેંસ, અન્ય શ્રમણો, બ્રાહ્મણો, વાચકો વગેરેને દાતા દ્વારા ભોજન અપાઈ ગયા પછી આહાર ગ્રહણ કરે. (૫) એકની માલિકીના આહારને ગ્રહણ કરે, બે ત્રણ, ચાર અને તેનાથી વધુ વ્યક્તિની માલિકીના આહારને ગ્રહણ ન કરે. (૬) ગર્ભવતી સ્ત્રીના હાથે આહાર ગ્રહણ ન કરવો, તે જિનકલ્પી સાધુનો કલ્પ છે. સ્થવિર કલ્પી-પ્રતિમધારી સાધુ ગર્ભને છમાસ થયા હોય તેવી ગર્ભવતી સ્ત્રી બેઠી હોય તો ઊભી થઈને, ઊભી હોય તો બેસીને આપે, તે તેના હાથે આહાર ગ્રહણ ન કરે, બેઠી હોય અને બેઠા-બેઠા, ઊભી હોય અને ઊભા-ઊભા આહાર આપે તો ગ્રહણ કરી શકે છે. (૭) નવજાત બાળકવાળી માતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (૮) બાળકને દૂધપાન કરાવતી માતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (૯) ભિક્ષાદાતાનો એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર હોય, તો જ આહાર ગ્રહણ કરે. (૧૦) દિવસના ત્રણ વિભાગમાંથી કોઈ પણ એક
સાધુનો કરી
૨ ગ્રહણ ન કરે જતી સ્ત્રી બેક