________________
| દશા-૭
|
૭૧
|
ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુ સચિત્ત પૃથ્વીની પાસે રહ્યા હોય, તો ત્યાં તેને નિદ્રા લેવી અથવા ઊંઘી જવું કલ્પતું નથી. કેવળી ભગવાને તેને કર્મબંધનું કારણ કહ્યું છે. ત્યાં નિદ્રા લેતા, ઊંઘી જતા પોતાના હાથ આદિથી સચિત્ત પૃથ્વીનો સ્પર્શ થઈ જાય, તો પૃથ્વીકાયના જીવોની હિંસા થાય છે, તેથી તે સાવધાનીપૂર્વક ત્યાં સ્થિર રહે અથવા કાયોત્સર્ગ કરે છે. જો ત્યાં તેને મળ-મૂત્ર નિવારણની આવશ્યકતા હોય તો તેને રોકી રાખવા કલ્પતા નથી. પડિલેહણ કરેલી ભૂમિમાં મળમૂત્રની ઉત્સર્ગ ક્રિયા કરીને અર્થાત્ પરઠીને પુનઃ તે સ્થાને આવી સાવધાનીપૂર્વક સ્થિર રહે અથવા કાયોત્સર્ગ કરે છે. | १६ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णो कप्पइ ससरक्खेणं काएणं गाहावइकुलं भत्ताए वा पाणाए वा णिक्खमित्तए वा पविसित्तए वा । अह पुण एवं जाणेज्जा ससरक्खे सेयत्ताए वा जल्लत्ताए वा मल्लत्ताए वा पकत्ताए वा विद्धत्थे, से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा णिक्खमित्तए वा पविसित्तए वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી સાધુને સચિત્ત રજયુક્ત શરીરે ગૃહસ્થના ઘરમાં આહારપાણી લેવા માટે જવું-આવવું કલ્પતું નથી. જો પોતે જાણે કે શરીર પર લાગેલ સચિત્ત રજ પસીનાથી, શરીરના મેલથી, હાથના મેલથી હાથ આદિના સ્પર્શથી કે ઉત્પન્ન થયેલા મેલથી વિધ્વસ્ત થઈ ગઈ છે અર્થાત્ અચિત્ત થઈ ગઈ છે, તો તેને ગૃહસ્થના ઘરમાં આહાર-પાણી લેવા માટે જવું-આવવું કહ્યું છે. | १७ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णो कप्पइ सीओदगवियडेण वा उसिणोदग-वियडेण वा हत्थाणि वा पायाणि वा दंताणि वा अच्छीणि वा मुहं वा उच्छोलित्तए वा पधोइत्तए वा । णण्णत्थ लेवालेवेण वा भत्तमासेण वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુને અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત, આંખ કે મોટું વગેરે અવયવો એકવાર કે વારંવાર ધોવા કલ્પતા નથી, પરંતુ શરીરના અવયવો કોઈ પણ પ્રકારના લેપથી અથવા આહારથી લિપ્ત થયા હોય, તો તેને ધોઈને શુદ્ધ કરી શકે છે. |१८ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णो कप्पइ आसस्स वा हत्थिस्स वा गोणस्स वा महिसस्स वा सुणस्स वा कोलसुणगस्स वा वग्घस्स वा दुट्ठस्स वा आवयमाणस्स पयमवि पच्चोसक्कित्तए । अदुट्ठस्स आवयमाणस्स कप्पइ जुगमित्तं पच्चोसकित्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી અણગારની સામે અશ્વ, હાથી, બળદ, ભેંસ, જંગલી ડુક્કર, કૂતરા, વાઘ વગેરે દુષ્ટપ્રાણીઓ આક્રમણ કરે, તો તેનાથી ભયભીત થઈને એક ડગલું પણ પાછળ હટવું કલ્પતું નથી. જો કોઈ અદુષ્ટ(સીધા-સરળ) પશુ સ્વભાવિક રૂપે જ માર્ગમાં સામે આવી જાય(અને તે પશુ સાધુથી ભયભીત બની જાય તો) તો તેને માર્ગમાં જગ્યા આપવા માટે બે ડગલા (યુગ માત્ર) અથવા ધોસર પ્રમાણ- સાડાત્રણ હાથ દૂર જવું કલ્પ છે. | १९ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णो कप्पइ छायाओ