________________
[
૬૮
]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
ડેલીની બહાર હોય તેવી સ્ત્રી પાસેથી દત્તી લેવી કલ્પતી નથી, પરંતુ એક પગ ડેલી (ઉંબરા)ની અંદર અને એક પગ ડેલીની બહાર હોય અર્થાતુ ડેલી(ઉંબરો) બે પગની વચ્ચે હોય, તે રીતે ઊભા રહીને ભિક્ષા આપે તો આહાર-પાણીની દત્તી લેવી કહ્યું છે. આ રીતે ન આપે તો આહાર-પાણીની દત્તી લેવી કલ્પતી નથી. | ४ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स तओ गोयरकाला पण्णत्ता। तं जहा- आदि, मज्झे, चरिमे । आदि चरेज्जा, णो मज्झे चरेज्जा, णो चरिमे चरेज्जा । मज्झे चरेज्जा, णो आदि चरिज्जा, णो चरिमे चरेज्जा । चरिमे चरेज्जा, णो आदि चरेज्जा, णो मज्झे चरेज्जा । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુને ભિક્ષાચર્યાના ત્રણ કાલ કહ્યા છે, જેમ કે– (૧) દિવસનો પ્રથમ ભાગ (૨) દિવસનો મધ્યભાગ અને (૩) દિવસનો અંતિમભાગ. (૧) દિવસના પ્રથમ ભાગમાં ભિક્ષાચર્યા માટે જાય, તો મધ્ય અને અંતિમ ભાગમાં ન જાય. (૨) દિવસના મધ્યભાગમાં ભિક્ષાચર્યા માટે જાય, તો પ્રથમ અને અંતિમ ભાગમાં ન જાય. (૩) દિવસના અંતિમ ભાગમાં ભિક્ષાચર્યા માટે જાય, તો પ્રથમ અને મધ્યભાગમાં ન જાય. | ५ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स छव्विहा गोयरचरिया पण्णत्ता, तं जहा- पेडा, अद्धपेडा, गोमुतिया, पतंगवीहिया, संबुक्कावट्टा, गंतुपच्चागया । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી અણગારને માટે છ પ્રકારે ગોચર વિધિ કહી છે, યથા(૧) પેડા-ચોરસ પેટીના આકારે, વચ્ચેના ઘરો છોડી, ચારે દિશાઓના ઘરેથી ભિક્ષાચર્યા કરે. (ર) અર્ધપેડા-અર્ધપેટીના આકારે વચ્ચેના ઘરો છોડી, બે દિશાઓના ઘરેથી ભિક્ષાચર્યા કરે. (૩) ગોકુત્રિકા-બળદના મૂત્રના આકારે અર્થાત્ ડાબી, જમણી બાજુના સામસામા ઘરેથી ભિક્ષાચર્યા કરે. | (૪) પતંગવીથિકા-પતંગિયાની ગતિની જેમ અક્રમથી આડા-અવળા ગમે તે ઘરેથી ભિક્ષાચર્યા કરે. (૫) શંખકાવર્તા-શંખાવર્તના આકારની જેમ અર્થાતુ ગોળાકારે રહેલા ઘરેથી ભિક્ષાચર્યા કરે. () ગંતુ-પ્રત્યાગતા-સીધા માર્ગે જતાં કે આવતાં ક્રમબદ્ધ ઘરેથી ભિક્ષાચર્યા કરે. | ६ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स जत्थ णं केइ जाणइ गामसि वा जाव माडबसि वा कप्पइ से तत्थ एगराइयं वसित्तए । जत्थ ण केइ ण जाणइ कप्पइ से तत्थ एगरायं वा दुराय वा वसित्तए । णो से कप्पइ एगरायाओं वा दुरायाओं वा पर वत्थए । जे तत्थ एगरायाओं वा दुरायाओं वा परं वसति से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી અણગારને(જ્યાં) કોઈ ઓળખતા હોય તેવા ગામમાં વાવતુ મડંબમાં એક રાત રહેવું કહ્યું છે. જ્યાં(જે સ્થાનમાં) કોઈ ઓળખતા ન હોય તેવા સ્થાનમાં એક કે બે રાત રહેવું કહ્યું છે, પરંતુ એક કે બે રાતથી વધુ રહેવું કલ્પતું નથી. પ્રતિમાધારી સાધુને એક કે બે રાતથી જેટલા દિવસ વધુ રહે તેટલા દિવસનો દીક્ષાછેદ અથવા પરિહારતાનું પ્રાયશ્ચિત્ત આવે છે.