________________
| દશા-૭
| |
દ૯ ]
| ७ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ चत्तारि भासाओ भासित्तए, तं जहा- जायणी, पुच्छणी, अणुण्णवणी, पुट्ठस्स वागरणी । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી અણગારને ચાર પ્રકારની ભાષા બોલાવી કહ્યું છે, જેમ કે(૧) યાચની ભાષા- આહારાદિની યાચના માટે બોલાતી ભાષા, (૨) પૃચ્છની ભાષા- માર્ગ આદિ પૂછવા માટે બોલાતી ભાષા, (૩) અનુજ્ઞાપની ભાષા- આજ્ઞા લેવા માટે બોલાતી ભાષા, (૪) પૃષ્ઠ વ્યાકરણી ભાષા- પ્રશ્નના ઉત્તર આપવા માટે બોલાતી ભાષા.
८ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ तओ उवस्सया पडिलेहित्तए, तं जहा- अहे आरामगिहसि वा, अहे वियडगिहसि वा, अहे रूक्खमूलगिहंसि वा, एवं तओ उवस्सया अणुण्णवेत्तए, उवाइणित्तए य । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમધારી અણગારને ત્રણ પ્રકારના ઉપાશ્રયો(થાન)નું પ્રતિલેખન કરવું કહ્યું છે, જેમ કે– (૧) ઉદ્યાનગૃહ- ઉધાનમાં બનેલા ઘરો (૨) વિવૃતગૃહ– ચારે બાજુથી ખુલ્લા અને ઉપરથી આચ્છાદિત (ઢાંકેલા) ઘરો (૩) વૃક્ષ મૂળગૃહ– વૃક્ષની નીચે અથવા ત્યાં બનેલા ઘરો. આ ત્રણ ઉપાશ્રય (સ્થાન)ની આજ્ઞા લેવી અને ત્યાં રહેવું પ્રતિમાધારી સાધુને કહ્યું છે. | ९ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ तओ संथारगा पडिलेहित्तए, तं जहा- पुढविसिलं वा, कट्ठसिलं वा, अहासंथडमेव वा संथारगं। एवं तओ संथारगा अणुण्णवेत्तए, उवाइणित्तए य । ભાવાર્થ:- માસિકી ભિક્ષુપ્રતિમાધારી અણગારને ત્રણ પ્રકારના સંસ્તારકોનું પ્રતિલેખન કરવું કહ્યું છે, જેમ કે– (૧) પથ્થરની શિલા, (૨) લાકડાની પાટ, (૩) ગૃહસ્થ કારણવશ પોતાના માટે પહેલાથી પાથરી રાખેલા સંસ્તારક(ઘાસની પથારી). આ ત્રણ સંતારકની આજ્ઞા લેવી અને તેના ઉપર સૂવું કહ્યું છે. |१० मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स इत्थी वा पुरिसे वा उवस्सय उवागच्छेज्जा, णो से कप्पइ त पडुच्च णिक्खमित्तए वा, पविसित्तए वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુના ઉપાશ્રયમાં સ્ત્રી અથવા પુરુષ(મૈથુન સેવનાદિ માટે) આવે, તો પ્રતિમાધારી સાધુને બહાર હોય તો અંદર આવવું અને અંદર હોય તો બહાર નીકળવું કલ્પતું નથી.(પોતે જ્યાં હોય ત્યાં જ મધ્યસ્થ ભાવથી તપ-સંયમમાં લીન રહે.) | ११ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स केई उवस्सयं अगणिकाएणं झामेज्जा णो से कप्पइ तं पड़च्च णिक्खमित्तए वा पविसित्तए वा। तत्थं णं केइ बाहाए गहाय आगसेज्जा णो से कप्पइ तं अवलंबित्तए वा पच्चवलंबित्तए वा, कप्पइ अहारियं रीइत्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુના ઉપાશ્રયમાં કોઈ આગ લગાવે, તો તેને ઉપાશ્રયની અંદર હોય તો બહાર જવું અને બહાર હોય તો અંદર આવવું કલ્પતું નથી. જો કોઈ તેનો હાથ પકડીને ખેંચે, તો તેનું અવલંબન, પ્રલંબન લેવું કલ્પતું નથી અર્થાત્ તેનો હાથ પકડીને અથવા ઢસડાઈને બહાર નીકળ