________________
| દશા-૭
|
૭ |
ગોદુહાસન, વીરાસન, આમ્રકુન્ધાસનમાં કાર્યોત્સર્ગ કરે છે. અગિયારમી પ્રતિમામાં અહોરાત્ર પર્યત ઊભા-ઊભા કાયોત્સર્ગ કરે છે અને બારમી પ્રતિમામાં પણ એક રાત્રિ પર્યત ઊભા-ઊભા કાયોત્સર્ગ કરે છે પણ રાત્રિ પર્યત એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર કરી નિર્નિમેષ દષ્ટિએ કાયોત્સર્ગ કરે છે.
આ રીતે બારે પ્રતિમામાં સાધુ વિશિષ્ટ અભિગ્રહપૂર્વક સાધના કરે છે. તેના વિશિષ્ટ નિયમો (અભિગ્રહો)નું વર્ણન હવે પછીના સૂત્રોમાં કરવામાં આવ્યું છે. માસિકી-પ્રતિમાધારી ભિક્ષુનો વ્યવહાર :| २ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णिच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ उवसग्गा उववज्जति, त जहा- दिव्वा वा, माणुसा वा, तिरिक्खजोणिया वा, ते उप्पण्णे सम्म सहइ, खमइ, तितिक्खइ, अहियासेइ । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુ હંમેશાં શરીરની પરિચર્યા અને મમત્વભાવથી રહિત હોય છે, તે દેવ, મનુષ્ય કે તિર્યંચસબંધી, ઉપસર્ગ આવે તો મુખની રેખા પણ ન બદલાય તેમ સહન કરે, ક્રોધ રહિત ભાવે, ક્ષમાભાવ સાથે સહન કરે, અદીન ભાવે-લાચાર બન્યા વિના સહન કરે, સમ્યક રીતે સમભાવથી જીવવવાની આશા અને મરણના ભય રહિત બની સહન કરે છે. | ३ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ एगा दत्ती भोयणस्स पडिग्गाहित्तए, एगा पाणगस्स ।
__ अण्णायउञ्छं, सुद्धोवहडं, णिज्जूहित्ता बहवे दुप्पय-चउप्पय-समण-माहणअतिहि-किविण वणीमगे कप्पइ से एगस्स भुजमाणस्स पडिग्गाहित्तए । णो दुण्ह णो तिण्हंणो चउण्हंणो पंचण्हंणो गुम्विणीए णो बाल-वच्छाए, णो दारगं पेज्जमाणीए, णो अंतो एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, णो बाहिं एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, अह पुण एवं जाणेज्जा, एगं पायं अंतो किच्चा एगं पायं बाहिं किच्चा एलुयं विक्खभइत्ता, एवं से दलयइ एवं से कप्पइ से पडिग्गाहित्तए, एवं से णो दलयइ, एवं से णो कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમા ધારી સાધુને એક દત્તી (એક ધારે પ્રાપ્ત) ભોજન અને એક દત્તી પાણી લેવા કહ્યું છે.
પ્રતિમાધારી સાધુ અજ્ઞાત કુળ–સાધુના આગમનને જાણતા ન હોય તેવા ઘરમાંથી શુદ્ધ-ઉગમાદિ દોષ રહિત, બીજાને માટે બનાવેલા આહારની દત્તી ગ્રહણ કરે છે. દાસ-દાસી દ્વિપદ, ગાય-ભેંસ આદિ ચતુષ્પદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને ભિખારી આદિ ભોજન લઈને ચાલ્યા ગયા હોય ત્યાર પછી પ્રતિમા ધારી ભિક્ષુને આહાર ગ્રહણ કરવા કહ્યું છે. એક વ્યક્તિ ભોજન કરી રહી હોય અર્થાત્ જે આહાર-પાણી પર એકની માલિકી હોય, ત્યાંથી આહારપાણીની દત્તી લેવી કહ્યું છે. બે, ત્રણ, ચાર અથવા પાંચ વ્યક્તિ એક સાથે બેસીને ભોજન કરતી હોય અર્થાતુ બે-ત્રણ વ્યક્તિની માલિકી હોય તેવા આહાર-પાણીની દત્તી લેવી કલ્પતી નથી. ગર્ભવતી સ્ત્રી, નાનાબાળકો હોય તેવી અને બાળકને દુગ્ધપાન કરાવતી સ્ત્રી પાસેથી (દત્તી) લેવી કલ્પતી નથી. જેના બંને પગ ડેલી(ઉંબરા)ની અંદર અથવા બંને પગ