________________
[
s ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
શકે છે. પૂર્વનું જ્ઞાન વિચ્છેદ જવાથી વર્તમાનમાં આ ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન સંભવિત નથી. આઠ ગુણના ધારક સાધુ એકલ વિહાર કરી શકે છે.આ પ્રતિમાનું વહન કરનાર સાધક આઠ મહિના એકલા વિચરે છે, તેથી તે શ્રદ્ધાવાન, સત્યવાદી, મેધાવી, બહુશ્રુત, શક્તિમાન, અલ્પાધિકરણ, ધૃતિમાન અને વીર્ય સંપન્ન, આ આઠ ગુણથી સંપન્ન હોવા જરૂરી છે. પ્રતિમાનું કાલમાન - બાર પ્રતિમાના કાલમાન વિષયક ટીકાકારે સ્પષ્ટતા કરી છે કે તો માસિયા, તિ નલિયા આ પાઠથી બે માસની, ત્રણ માસની, તેમ અર્થ ન કરતાં દ્વિતીય માસિકી, તૃતીયા માસિકી, આ પ્રકારે અર્થ કરવો જોઈએ કારણ કે આ પ્રતિમાઓનું પાલન નિરંતર શીત અને ગ્રીષ્મ કાલના આઠ માસમાં જ કરાય છે. ચાતુર્માસમાં પ્રતિમાનું પાલન થતું નથી અથવા પૂર્વની પ્રતિમાઓના એક, બે માસ પણ ત્યાર પછીની પ્રતિમામાં સમાવિષ્ટ થઈ જાય છે, તેથી દ્વિમાસિકી, ત્રિમાસિકી તે પ્રકારે કથન કરાય છે અથવા પ્રત્યેક પ્રતિમાનો સમય એક માસનો જ છે પરંતુ પ્રત્યેક પ્રતિમામાં આહારની દત્તીઓની વૃદ્ધિના કારણે ક્રમશઃ દ્વિમાસિકી, ત્રિમાસિકી આ પ્રકારે કથન કરાય છે.
આ પ્રતિમાની આરાધના શેષકાળના અર્થાતુ શિયાળા અને ઉનાળાના આઠ મહિનામાં કરવામાં આવે છે.
એકથી સાત પ્રતિમા એક-એક મહિનામાં પૂર્ણ થાય છે, તેથી તેના સાત મહિના. આઠમી, નવમી, દસમી ત્રણ પ્રતિમા સાત-સાત દિવસની છે, તેથી ૭ X ૩ = ૨૧ દિવસ અને રરમા દિવસે પારણું કરે; ૨૩મા, ૨૪મા દિવસે છઠ્ઠ કરી અગિયારમી પ્રતિમાનું આરાધના કરે અને ૨૫મા દિવસે પારણું કરે; ૨૬, ૨૭, ૨૮મા દિવસે અટ્ટમ કરી બારમી પ્રતિમાનું આરાધન કરે, આઠમા મહિનાના ૨૯મા દિવસે અટ્ટમનું પારણુ કરી પ્રતિમા પૂર્ણ કરાય છે. આ રીતે આઠ મહિનામાં બાર પ્રતિમાની આરાધના થાય છે. પ્રતિમામાં તપશ્ચર્યા– ૧ થી ૭ પ્રતિમામાં દત્તીની મર્યાદાનુસાર આહાર-પાણી ગ્રહણ કરવામાં આવે છે. દરી- દાતા દ્વારા દર્વી-કડછી, વાટકો કે અન્ય કોઈપણ પાત્ર દ્વારા અપાતા પદાર્થની ધારા ન તૂટે, અખંડ એક ધારાથી અપાતા આહારને એક દત્તી આહાર કહેવામાં આવે છે અથવા ગૃહસ્થો એક વારમાં જેટલો અને જે આહાર વહોરાવે, તે અને તેટલો આહાર ગ્રહણ કરવો, તેને એક દત્તી ભોજન કહે છે. આ રીતે એક અખંડધારામાં ગૃહસ્થ જેટલું પાણી વહોરાવે, તે ગ્રહણ કરવું, તેને એક દત્તીપાણી કહે છે. ધારા ખંડિત થાય એટલે દત્તી સમાપ્ત થઈ જાય છે.
પ્રથમ એક મહિના પર્યત એક દત્તી આહાર અને દત્તી પાણી લેવામાં આવે છે, બીજા મહિને બે દત્તી, ત્રીજા મહિને ત્રણ દત્તી ...તેમ આહાર પાણીની એક-એક દત્તી વધારતા સાતમા મહિને સાતમી પ્રતિમાના આરાધક સાત દત્તી આહાર અને સાત દત્તી પાણી ગ્રહણ કરે છે.
આઠમીથી દસમી પ્રતિમામાં ૨૧ દિવસ એકાંતર ઉપવાસ(નિર્જળા) અને પારણાના દિવસે આયંબિલ કરવામાં આવે છે, પારણાના દિવસે આવશ્યકતાનુસાર આહાર-પાણીની દત્તી ગ્રહણ કરી શકે છે. અગિયારમી પ્રતિમામાં પાણીરહિત-ચૌવિહારા બે ઉપવાસ(છઠ્ઠ) અને બારમી પ્રતિમામાં ચૌવિહારા ત્રણ ઉપવાસ (અટ્ટમ) કરવામાં આવે છે.
આઠમી, નવમી, દસમી પ્રતિમામાં વિશિષ્ટ આસનોમાં સ્થિત થઈ કાયોત્સર્ગ, ધ્યાન કરવાનું હોય છે. તેમાં ક્રમશઃ આઠમી પ્રતિમામાં સાધક ઉત્તાનાસન, પાર્ષાસન અને નિષદ્યાસનમાં કાયોત્સર્ગ કરે છે, નવમી પ્રતિમામાં દંડાસન, લટાસન અને ઉત્કટાસનમાં કાયોત્સર્ગ કરે છે અને દસમી પ્રતિમામાં