________________
[ ૪]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
સાતમી દશા | પ્રાકથન RDCRORRORDROR
* પ્રસ્તુત દશામાં ભિક્ષુની બાર પડિમા–પ્રતિમાઓનું વર્ણન છે. ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર વગેરે આગમોમાં ભિક્ષુ(સાધુ)ની અનેક પ્રકારની પ્રતિમાઓનું વર્ણન જોવા મળે છે, જેમ કે– યવમધ્યા પ્રતિમા, વજમધ્યા પ્રતિમા, ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, સર્વતો ભદ્ર પ્રતિમા, સપ્ત સપ્તમિકા પ્રતિમા, અષ્ટ અષ્ટમિકા પ્રતિમા, મોક પ્રતિમા, સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, એકલવિહાર પ્રતિમા, કાયોત્સર્ગ પ્રતિમા વગેરે. સાધક વૈર્ય, સહિષ્ણુતા, ધ્યાન આદિ ગુણોની વૃદ્ધિ કરવા માટે વિવિધ પ્રકારની પ્રતિમાઓ (અભિગ્રહો) ધારણ કરી સાધનાને ઉજ્જવળ અને દઢ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. * સાધકની તપ, સંયમ, ધ્યાન વૃત્તિને દઢ કરવા આ દશામાં બાર ભિક્ષુ પ્રતિમાઓનું વર્ણન છે. આ પ્રતિમા પાલનનું લક્ષ્ય કર્મ નિર્જરા દ્વારા નિર્વાણ પ્રાપ્તિનું છે. * આ બાર પ્રતિમાઓના નામ તેના ક્રમના આધારે છે. પ્રથમની સાત પ્રતિમાની કાલ મર્યાદા એક-એક મહિનાની છે અને તેથી જ વૃત્તિકારે તે રોમાલિ, સિનલિય ના અર્થ બીજી માસિક પ્રતિમા, ત્રીજી માસિકી પ્રતિમા, ચોથી માસિક પ્રતિમા આદિ કર્યા છે. આ રીતે સાત મહિનામાં સાત પ્રતિમા સંપન્ન થાય છે. પછીની ત્રણ પ્રતિમા સાત-સાત અહોરાત્રિની છે તેને પ્રથમ સપ્ત અહોરાત્રિકી, બીજી સપ્ત અહોરાત્રિકી, અને ત્રીજી સપ્ત અહોરાત્રિની પ્રતિમા કહેવામાં આવે છે અને ત્યારપછીની એક અહોરાત્રિી અને એક રાત્રિકી પ્રતિમા કહેવાય છે. આ બાર પ્રતિમા આઠ મહિનામાં પૂર્ણ થાય છે. * પ્રત્યેક પ્રતિમામાં સાધકે સૂત્ર કથિત ૧૬ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિયમોનો ઉદ્દેશ શરીર શુશ્રષા અર્થાત શરીર પ્રત્યેના મમત્વનો ત્યાગ અને ધૈર્ય અને શુરવીરતાપૂર્વક નિયમોનું અનુપાલનનો છે.