________________
૨૪૦ ]
શ્રીવ્યવહાર સૂત્ર
માટે જાય ત્યારે જ સ્થવિર તેને સ્મરણ ન કરાવે અર્થાત્ પરિહારતપ છોડવાની અનુમતિ ન આપે તો પરિહારતપ સાથે જ જાય અને માર્ગના ગ્રામ આદિમાં એક-એક રાત્રિ રહેવાનો સંકલ્પ(અભિગ્રહ) કરીને જે દિશામાં બીમાર સાધર્મિક સાધુ હોય, તે દિશામાં જવું કહ્યું છે.
માર્ગમાં તેને વિચરણ લક્ષે રહેવું કલ્પતું નથી પરંતુ રોગાદિના કારણે રહેવું કહ્યું છે. તે કારણ સમાપ્ત થયા પછી જો કોઈ વૈધ આદિ કહે કે હે આર્ય! તમે અહીં એક કે બે રાત વધારે રહો, તો તેને ત્યાં એક કે બે રાત વધારે રહેવું કહ્યું છે, પરંતુ એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે સ્થાનમાં એક કે બે રાતથી વધારે રહે તો તેને મર્યાદા ઉલ્લંઘનનું છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવે છે. | २२ परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, थेरा य से सरेज्जा वा, णो सरेज्जा वा, कप्पइ से णिव्विसमाणस्स एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अण्णे साहम्मिया विहरति-तण्णं तण्णं दिसं उवलित्तए ।
णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परो वएज्जा, वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा । एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थं परं एगरायाओ वा दुरायाओ वा वसइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- પરિહારકલ્પસ્થિત સાધુ (સ્થવિરની આજ્ઞાથી) અન્યત્ર કોઈ બીમાર સ્થવિર સાધુની સેવા માટે જાય તે સમયે સ્થવિર તેને સ્મરણ કરાવે અથવા ન કરાવે અર્થાત્ પરિહારતપ છોડીને જવાની સ્વીકૃતિ આપે અથવા ન આપે તો તે શક્તિ હોય, તો પરિહાર તપ સહિત(અને શક્તિ ન હોય, તો
વિરની સ્વીકૃતિ મંગાવીને પરિહારતપ છોડીને) માર્ગના ગામ આદિમાં એક-એક રાત્રિ રહેવાનો સંકલ્પ(અભિગ્રહ) કરીને જે દિશામાં બીમાર સાધર્મિક સાધુ હોય, તે દિશામાં જવું કહ્યું છે.
માર્ગમાં તેને વિચરણના લક્ષે રહેવું કલ્પતું નથી, પરંતુ રોગાદિના કારણે રહેવું કહ્યું છે. તે કારણ સમાપ્ત થયા પછી જો કોઈ વૈધ આદિ કહે કે હે આર્ય! તમે અહીં એક કે બે રાત વધારે રહો, તો તેને ત્યાં એક કે બે રાત રહેવું કહ્યું છે, પરંતુ એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે સ્થાનમાં એક કે બે રાતથી વધારે રહે, તો તેને તે મર્યાદા ઉલ્લંઘનનું છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પૂર્વસૂત્રમાં પરિહારતપ કરનાર સાધુની સાથે નિષદ્યા આદિના વ્યવહારનો નિષેધ તથા ગુરુની આજ્ઞાપૂર્વક તેના અપવાદનું કથન છે. પ્રસ્તુત ત્રણ સૂત્રમાં પરિસ્થિતિવશ પારિવારિક સાધુને અન્ય સાધર્મિક સાધુની સેવા માટે મોકલવાનું વિધાન છે.
પારિવારિક સાધુ પોતાના પ્રાયશ્ચિત્ત તપની આરાધના કરતાં-કરતાં અન્ય સ્થવિર સાધુની સેવામાં ગુરુની આજ્ઞાથી જઈ શકે છે અથવા તપની આરાધના છોડીને પણ જઈ શકે છે.
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં પરિહારતપ છોડવા કે ન છોડવા વિષયક ત્રણ વિકલ્પનું કથન છે. (૧) સ્થવિરમુનિ તપ છોડવાની આજ્ઞા કરે, તો તપ છોડીને જાય (૨) સ્થવિરમુનિ તપ છોડવાની આજ્ઞા ન કરે,