________________
| ઉદ્દેશક-૧
[ ૨૪૧ ]
તો તપસહિત જાય (૩) ક્યારેક સ્થવિરમુનિની તપ કરવાની કે છોડવાની કોઈ આજ્ઞા ન હોય, તો પોતાની શક્તિ હોય તો પરિહારતા વહન કરતાં જાય અને શક્તિ ન હોય તો આચાર્યાદિની સ્વીકૃતિ લઈને પરિહારતપ છોડીને જાય.
પારિવારિક સાધુ તપ સહિત જાય કે તપ છોડીને જાય, તે રસ્તામાં કોઈપણ સ્થાનમાં એક કે બે રાતથી વધારે રહે નહીં.
ધર્મપ્રભાવના માટે અથવા કોઈની વિનંતિ કે આગ્રહથી તે રસ્તામાં વધારે રહે નહીં, બીમારી આદિના કારણે વધારે સમય રહી શકે છે. સ્વસ્થ થયા પછી વૈદ્ય અથવા હિતેચ્છુ ગૃહસ્થ આદિના કહેવાથી એક અથવા બે દિવસ વધારે રોકાઈ શકે છે, તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ બે દિવસથી વધારે રોકાય તો તેની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે અને તેનું પ્રાયશ્ચિત્ત આવે છે. તે સંત છે ના રે પરિહારે... જો પારિહારિક સાધુ મર્યાદાનું ઉલ્લંઘન કરે અર્થાત્ માર્ગમાં કોઈ પણ કારણ વિના તે ક્ષેત્રમાં વિચરવાની ભાવનાથી અધિક સમય રહે તો તેને પ્રાયશ્ચિત્ત રૂપે સંતરા-અંતર સહિત મધ્યમ દીક્ષા છેદ અથવા યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
સંક્ષેપમાં પારિવારિક સાધુ ગુરુની આજ્ઞાપૂર્વક અપારિવારિક સાધુઓની સેવા માટે એક ગામથી બીજે ગામ જઈ શકે છે પરંતુ સેવાનું લક્ષ્ય ભૂલીને પોતાની ઇચ્છાથી તે કોઈ પણ ક્ષેત્રમાં અધિક સમય પસાર કરે, તો તેને આજ્ઞાના ઉલ્લંઘનના કારણે પ્રાયશ્ચિત્ત આવે છે. એકલા વિચરનાર સાધુને ગણમાં પાછા લેવાની વિધિઃ२३ भिक्खू य गणाओ अवक्कम्म एगल्लविहारपडिम उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्च पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને એકલવિહાર ચર્યાથી વિચરતાં હોય અને તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો તેને એકલવિહાર ચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી, દોષને અનુરૂપ દીક્ષાછેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આપીને ગણમાં લેવામાં આવે છે.
२४ गणावच्छेइए य गणाओ अवक्कम एगल्लविहारपडिमं उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ - કોઈ ગણાવચ્છેદક ગણમાંથી નીકળીને એકલવિહાર ચર્યાથી વિચરતાં હોય અને તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો તેને એકલવિહાર ચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી, દોષને અનુરૂપ દીક્ષાછેદ અથવા કપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને ગણમાં લેવામાં આવે છે. २५ आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म एगल्लविहारपडिम उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा।