________________
૨૩૮ |
શ્રીવ્યવહાર સત્ર
પારિવારિક અને અપારિહારિક સાધુનો વ્યવહાર:१९ बहवे पारिहारिया बहवे अपारिहारिया इच्छेज्जा एगयओ अभिणिसेज्ज वा, अभिणिसीहियं वा चेइत्तए, णो से कप्पइ थेरे अणापुच्छित्ता एगयओ अभिणिसेज्जं वा अभिणिसीहियं वा चेइत्तए । कप्पइ णं थेरे आपुच्छित्ता एगयओ अभिणिसेज्ज वा अभिणिसीहियं वा चेइत्तए ।
थेरा य णं वियरेज्जा एवं णं कप्पइ एगयओ अभिणिसेज वा अभिणिसीहियं वा चेइत्तए । थेरा य णं णो वियरेज्जा एवं णो कप्पइ एगयओ अभिणिसेज्जं वा अभिणिसीहियं वा चेइत्तए । जो णं थेरेहिं अविइण्णे, अभिणिसेज्जं वा अभिणिसीहियं वा चेएइ, से संतरा छेए वा परिहारे वा ।। ભાવાર્થ :- અનેક પારિવારિક સાધુઓ અને અનેક અપારિવારિક સાધુઓ જો સાથે રહેવા કે બેસવા ઇચ્છે તો તેઓએ સ્થવિર સાધુ ભગવંતને પૂછ્યા વિના સાથે રહેવું કે બેસવું કલ્પતું નથી. સ્થવિર સાધુને પૂછીને સાથે રહેવું કે સાથે બેસવું કહ્યું છે.
જો સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેઓએ સાથે રહેવું પરિવાર સાથે રહેવું કે સાથે બેસવું કલ્પ છે, જો સ્થવિર સાધુ આજ્ઞા ન આપે તો સાથે રહેવું કે સાથે બેસવું કલ્પતું નથી. સ્થવિર સાધુની આજ્ઞા વિના તે સાથે રહે છે સાથે બેસે. તો તેને મર્યાદા ઉલ્લંઘન માટે દીક્ષાછેદ અથવા તપસ્વરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પારિહારિક અને અપારિહારિક સાધુઓના પરસ્પરના વ્યવહારનું કથન છે. પારિવારિક સાધુ- દોષવિશુદ્ધિ માટે ગુરુપ્રદત્ત પ્રાયશ્ચિત્ત રૂપે પરિહાર તપ કરનારા સાધુ પારિવારિક કહેવાય છે. ગચ્છના સમૂહમાં રહેવા છતાં તેના આહાર, પાણી, શય્યા, નિષદ્યા, સ્વાધ્યાય આદિ કોઈ પણ પ્રકારનો વ્યવહાર ગચ્છના અન્ય સાધુઓ સાથે હોતો નથી. આ રીતે તે સાધુ ગચ્છના અન્ય સાધુઓ સાથે કોઈ પણ પ્રકારના વ્યવહારથી પરિહાર્ય-ત્યાજ્ય હોવાથી, તે પારિવારિક કહેવાય છે. અપારિવારિક સાધ– નિર્દોષ સંયમચર્યાનું પાલન કરનાર સાધુ અપારિવારિક કહેવાય છે. ગચ્છના સર્વ અપારિવારિક સાધુઓના આહાર-પાણી આદિ સર્વ વ્યવહાર સાથે જ હોય છે.
પારિહારિક સાધુએ એકલા રહીને, પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરી નિર્જરા દ્વારા આત્મશુદ્ધિ કરવાની હોય છે. તેની સાથે અપરિહારિક સાધુઓએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો યોગ્ય નથી, કારણ કે સર્વ સાધુઓની સાથેના વ્યવહારથી પારિહારિક સાધુને પોતાના દોષોનો જે ખેદ થવો જોઈએ, તે થતો નથી અને પરિણામે તે દોષોની શુદ્ધિ કરી શકતા નથી. પારિહારિક સાધુ સમૂહમાં હોવા છતાં તેની સાથે સર્વ વ્યવહારો બંધ કરવાથી અન્ય સાધુઓને પણ તથા પ્રકારના દોષસેવનનો ભય રહે છે અને તે પણ દોષસેવનથી દૂર રહે છે.
આ રીતે પારિવારિક સાધુઓની સાથે અપારિવારિક સાધુઓનો વ્યવહાર યોગ્ય નથી. તેમ છતાં ક્યારેક જરૂર પડે, તો વડિલ કે સ્થવિર સાધુઓની આજ્ઞાપૂર્વક જ તેની સાથે ઉઠવા, બેસવા કે બોલવાનો વ્યવહાર કરવો જોઈએ. જો અપારિહારિક સાધુ આજ્ઞા વિના પારિહારિક સાધુ સાથે કોઈ પણ પ્રકારનો