________________
| ઉદ્દેશક-૧
૨૩૭ ]
પ્રાયશ્ચિત્ત આપે છે. માયા-કપટના ભાવથી સાધુનો દોષ પુષ્ટ થાય છે, તેથી તેનું પ્રાયશ્ચિત્ત વધી જાય છે.
જો તે સાધુએ એક માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષસેવન કરીને માયા સહિત આલોચના કરી હોય, તો તેને બે માસનું પ્રાયશ્ચિત આવે છે, તે જ રીતે બે, ત્રણ, ચાર કે પાંચ માસના પ્રાયશ્ચિત્તના સ્થાનનું ક્રમશઃ ત્રણ, ચાર, પાંચ કે છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. આ રીતે માયાપૂર્વકની આલોચનાથી એક માસનું પ્રાયશ્ચિત્ત વધે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર આદિ આગમગ્રંથોમાં દશ પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. તદુભય, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૪. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯. અનવસ્થાપ્ય, ૧૦. પારાંચિત. તેમાં પ્રથમ પ્રાયશ્ચિત્ત આલોચના છે, છઠ્ઠું પ્રાયશ્ચિત્ત તપ અને સાતમું પ્રાયશ્ચિત્ત છેદ છે. પ્રસ્તુત સૂત્રોમાં આલોચના, તપ અને છેદ પ્રાયશ્ચિત્તની મુખ્યતાથી જ કથન છે.
ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસનું જ તપ હોવાથી પ્રાયશ્ચિત્ત તપમાં પોરસી પચ્ચખાણથી છ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત અપાય છે. કોઈ પણ દોષ સેવનનું પ્રાયશ્ચિત્ત છ માસની અધિક હોતું નથી, તેથી જ સૂત્રકારે તે પરં.. તે વેવ છમાસ | સૂત્રનું કથન કર્યું છે.
મહાવ્રતમાં દોષસેવન થયું હોય, એક જ દોષનું વારંવાર પુનરાવર્તન થતું હોય અથવા લોકનિંદનીય કૃત્યનું પ્રાયઃ છેદ પ્રાયશ્ચિત્ત હોય છે. તેમાં પણ એક દિવસથી છ માસની દીક્ષા પર્યાયનો છેદ કરાય છે. હવનિં કલકત્તા ઋષિ વાવલિં- આલોચના કરનાર સાધને પરિહારતપમાં સ્થાપિત કરીને તેની વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપ- દોષદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત રૂપે જે તપની આરાધના કરવામાં આવે, તે પરિહારતપ કહેવાય છે અને તે તપની આરાધના કરનાર પારિહારિક સાધુ કહેવાય છે. પારિહારિક સાધુ આચાર્ય સિવાય ગચ્છના સર્વ સાધુઓ માટે પરિહાર્ય હોય છે અર્થાત્ અન્ય સાધુઓ તેની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા નથી. તે સાધુ બીમાર થઈ જાય અને તેને સેવાની આવશ્યકતા હોય, તો આચાર્યની આજ્ઞાનુસાર ગચ્છના અન્ય સાધુઓએ તેની સેવા કરવી જોઈએ.
આ પ્રકારના વ્યવહારમાં ગુરુજનોની વત્સલતા, સહૃદયતા અને ઉદારતાનું દર્શન છે. દોષિત વ્યક્તિ જો આત્મશુદ્ધિના લક્ષે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે, તો તેની સાથે ઉદાર વલણ રાખવું તે સાધકનું કર્તવ્ય છે. ગુરુ પ્રદત્ત કઠોરતમ પ્રાયશ્ચિત્તમાં પણ ગુરુની એકાંત હિતદષ્ટિ જ હોય છે. સેવિ વસિ તત્થવ ગાયબ્રેલિયા- પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુતે કાલદરમ્યાન અર્થાત્ પ્રાયશ્ચિત્ત રૂપે તપ કરતાં હોય તે સમયમાં જ અન્ય દોષોનું સેવન કરે અને સૂત્રોક્ત બે ચૌભંગીના આઠ ભંગમાંથી કોઈ પણ ભંગથી આલોચના કરે, તો તેના સર્વઅપરાધોનું સંયુક્ત પ્રાયશ્ચિત્ત અપાય છે. નવા દોષ સેવનનું પ્રાયશ્ચિત્ત પૂર્વના પ્રાયશ્ચિતમાં જ આરહેયષ્ય આરોપિત કરાય છે અર્થાત્ પ્રાયશ્ચિત્તવહન કાલમાં તે સાધુને કોઈ પણ દોષોનું પૃથક પૃથક પ્રાયશ્ચિત્ત અપાતું નથી. સર્વ દોષોનું પ્રાયશ્ચિત્ત એક સાથે જ અપાય છે.
આ રીતે શિષ્યની મનોવૃત્તિનું યથાર્થપણે પરીક્ષણ કરીને પ્રાયશ્ચિત્ત અપાય છે. શિષ્યના આલોચનાના ભાવાનુસાર અને દોષસેવનની તરતમતા અનુસાર પ્રાયશ્ચિત્તમાં તરતમતા થાય છે.
પૂર્વોક્ત ૧૮ સૂત્રોમાં સૂત્ર ૧ થી પમાં એકવાર દોષ સેવનનું, સૂત્ર ૬ થી ૧૧માં અનેકવાર દોષ સેવનનું, સૂત્ર-૧૧-૧રમાં એક વાર, અનેક વાર સમુચ્ચયરૂપે એકથી પાંચ માસના પ્રાયશ્ચિત્ત સ્થાનનું, સૂત્ર૧૩–૧૪માં એક વાર, અનેકવાર ચાર-પાંચ કે સાધિક ચાર-પાંચ માસના પ્રાયશ્ચિત્ત સ્થાનનું અને સૂત્ર ૧૫ થી ૧૮માં એક વાર કે અનેકવાર માયા રહિત અને માયા સહિત આલોચના કરીને પ્રાયશ્ચિત્ત રૂપે પરિહાર તપનો સ્વીકાર કરવાનું કથન છે.