________________
૨૩
શ્રીવ્યવહાર સૂત્ર
સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય. ૧. માયારહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયારહિત આલોચના કરી હોય. ૨. માયારહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયાસહિત આલોચના કરી હોય. ૩. માયાસહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયારહિત આલોચના કરી હોય. ૪. માયાસહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયાસહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભંગમાંથી કોઈપણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરીને પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત અઢાર સૂત્રોમાં એક કે અનેક વારના દોષસેવન પછી માયા સહિત કે માયા રહિત આલોચના કરનારના પ્રાયશ્ચિત્તની તરતમતાનું વિવિધ વિકલ્પોથી પ્રતિપાદન છે. શ્રી નિશીથ સૂત્રના વીસમા ઉદ્દેશકમાં આવા જ પ્રકારના અઢાર સૂત્રો છે.
સાધક સ્વયં સાવધાન પણે સંયમનું પાલન કરતાં હોય, તો પણ વીતરાગ અવસ્થા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી દોષસેવન થાય તે સહજ છે. દોષસેવનના મુખ્ય ત્રણ કારણ છે. (૧) અનાભોગ– અજાણતા (૨) સહસાકાર– ઉતાવળ કે આતુરતાથી (૩) મોહનીયકર્મજન્ય રાગ-દ્વેષ કે આસક્તિના ભાવોથી દોષસેવન થાય છે. આ ત્રણમાંથી કોઈપણ કારણથી દોષોનું સેવન થયું હોય અને તે દોષસેવનની જાણ થાય ત્યારે સાધુ તુરંત ગુરુ સમક્ષ અત્યંત સરળ ભાવે આલોચના કરીને ગુરુપ્રદત્ત પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને આત્મશુદ્ધિ કરે છે. આ જ સાધનાનો માર્ગ છે.
પરિહારનાળ :- પરિહારસ્થાન. ભાષ્યકારે તેના બે અર્થ કર્યા છે– (૧) પરિત્યાગ કરવા યોગ્ય (છોડવા યોગ્ય) દોષસ્થાન, પરિહાર સ્થાન કહેવાય છે. (૨) ધારણ કરવા યોગ્ય (ગ્રહણ યોગ્ય) પ્રાયશ્ચિત્ત તપ, પરિહાર સ્થાન કહેવાય છે.
પ્રસ્તુત અઢારસૂત્રોમાં ‘પરિહારસ્થાન' શબ્દનો પ્રયોગ ‘દોષસ્થાન' અર્થમાં થયો છે અને નિશીથ સૂત્રમાં પ્રત્યેક ઉદ્દેશકના ઉપસંહારસૂત્રમાં પ્રાયશ્ચિત્ત તપ અર્થમાં તેનો પ્રયોગ થયો છે. अपलिउंचियं आलोएमाणस्स मासियं, पलिउंचियं आलोएमाणस्स दोमासियं...
સાધુ દોષસેવન પછી જો માયા રહિત–નિષ્કપટ ભાવે આલોચના કરે, તો તેના દોષસેવન અનુસાર અર્થાત્ એક માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય દોષસેવન થયું હોય, તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત–કપટપૂર્વક આલોચના કરે, તો તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
જેમ રોગી વ્યક્તિ ડોક્ટર પાસે પોતાના રોગને છૂપાવ્યા વિના યથાર્થપણે કથન કરે તો જ રોગનું યથાર્થ નિદાન અને સારવાર થવાથી શીઘ્ર સ્વાસ્થ્યને પ્રાપ્ત કરે છે. તેમ સાધુ પણ પોતાના દોષોને છૂપાવ્યા વિના યથાર્થપણે કચન કરે, તો જ દોષોની શુદ્ધિ થાય છે. આલોચનામાં અધિષિય નિષ્કપટભાવ અત્યંત મહત્વનો છે. દોષ નાનો કે મોટો હોય, એકવાર કે અનેકવાર દોષોનું સેવન થયું હોય પરંતુ માયારહિત આલોચના કરનારને ગુરુ તેના દોષ પ્રમાણે જ પ્રાયશ્ચિત્ત આપે છે.
સાધક ક્યારેક લજ્જા, અપમાન આદિ કોઈ પણ કારણથી યથાર્થપણે આલોચના કરી શકે નહીં, માયા કપટથી તે દોષોને છૂપાવે, નાના દોષોની આલોચના કરે, મોટા દોષોની આલોચના ન કરે પરંતુ આચાર્ય તે સાધુના ભાવોથી, ભાષાથી કે અન્ય સાધુ દ્વારા તેના માયા-કપટના ભાવોને જાણે, તો ગુરુ તેને અધિક