________________
૩૪૦ ]
શ્રીવ્યવહાર સૂત્ર
જાય, તે ઉપકરણને કોઈ સાધર્મિક સાધુ જુએ, તો માલિક સાધુના આગાર સહિત અર્થાત્ જેનું આ ઉપકરણ હશે તેને આપી દઈશ, તેવી ભાવનાથી તે ઉપકરણ ગ્રહણ કરે અને અન્ય સાધુને જુએ (મળે) ત્યારે આ પ્રમાણે કહે- હે આર્ય! શું આ ઉપકરણને તમે ઓળખો છો? અર્થાત્ આ ઉપકરણ તમારું છે? તે કહે, હા ઓળખું છું અર્થાત્ મારું છે, તો તેને તે ઉપકરણ આપી દે. જો તે કહે હું જાણતો નથી અર્થાત્ આ ઉપકરણ મારું નથી, તો એ ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે કે બીજા કોઈને ન આપે, પરંતુ એકાંત પ્રાસુક નિર્દોષ ભૂમિમાં તેને પરઠી દે. १५ णिग्गंथस्स णं गामाणुगामं दूइज्जमाणस्स अण्णयरे उवगरणजाए परिब्भटे सिया, तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय दूरमेवे अद्धाणं परिवहित्तए । जत्थेव अण्णमण्णं पासेज्जा, तत्थेव एवं वएज्जा- इमे भे अज्जो! किं परिण्णाए ? से य वएज्जा- परिणाए, तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा- णो परिणाए, तं णो अप्पणा परिभुंजेज्जा णो अण्णमण्णस्स दावए । एगते बहुफासुए थंडिले परिट्टवेयव्वे सिया । ભાવાર્થ :- સાધુ પ્રામાનુગ્રામ વિહાર કરતા હોય, ત્યારે તેનું કોઈ ઉપકરણ પડી જાય, તે ઉપકરણને કોઈ સાધર્મિક શ્રમણ જુએ, તો તે માલિક સાધુના આગાર સહિત અર્થાતુ જેનું આ ઉપકરણ છે તેને આપી દઈશ તેવી ભાવનાથી તે ઉપકરણને ગ્રહણ કરી, રસ્તામાં દૂર સુધી સાથે લઈને જાય અને કોઈ સાધુને જુએ ત્યારે આ રીતે કહે આર્ય! શું તમે આ ઉપકરણને ઓળખો છો? અર્થાત્ શું આ ઉપકરણ તમારું છે? તે કહે, હા ઓળખું છું, આ મારું છે, તો એ ઉપકરણ તેને આપી દે. જો તે કહે, હું ઓળખતો નથી તો તે ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે અને અન્યને પણ ન આપે, પરંતુ એકાંત પ્રાસુક ભૂમિમાં પરઠી દે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં માર્ગમાંથી મળેલા ઉપકરણની વ્યવસ્થા વિધિનો નિર્દેશ છે. ગોચરીમાં, સ્વાધ્યાય ભૂમિમાં અથવા વિહાર આદિમાં આવતાં-જતાં સમયે સાધુનું કોઈ નાનું ઉપકરણ-વસ્ત્રાદિ પડી જાય અને તે માર્ગમાં જતાં કોઈ અન્ય સાધુ જુએ, તો તેણે લઈ લેવું જોઈએ અને અનુમાન કરવું જોઈએ કે આ ઉપકરણ કોનું હશે? પછી તે તે સાધુઓને તે ઉપકરણ બતાવીને પૂછવું જોઈએ અને જેનું હોય તેને આપી દેવું જોઈએ. જો તે સાધુ તેનો સ્વીકાર ન કરે અને જો ઉપકરણ નાનું હોય અથવા વધારે ઉપયોગી ન હોય તો તેને પરઠી દેવું જોઈએ. ભાષ્યકાર આ સૂત્રનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરે છે– જો તે રજોહરણાદિ ઉપકરણ હોય અને સાધુને તેની જરૂર હોય તો ગુરુ તથા અન્ય ગૃહસ્થની આજ્ઞા લઈને પોતાના ઉપયોગમાં લઈ શકે છે, પરંતુ પૂછપરછ અથવા ગવેષણા કર્યા વિના કે આજ્ઞા લીધા વિના ઉપયોગમાં ન લેવું જોઈએ. જો તે મળેલું ઉપકરણ સારી સ્થિતિમાં હોય તો તેના ટુકડા-ટુકડા કરીને પરઠવું નહીં પરંતુ કોઈ યોગ્ય સ્થાન અથવા યોગ્ય વ્યક્તિને સ્પષ્ટીકરણ કરીને આપી દેવું જોઈએ.
રસ્તામાં પડેલા સાધુના ઉપકરણો ગૃહસ્થના હાથમાં જાય, તો તેનો ગમે તેમ ઉપયોગ કરે છે. તેમ જ તેમાં ગૃહસ્થને સાધુની બેપરવાહીનો ભાવ પ્રતીત થાય છે, પરિણામે જિનશાસનની હીલના થાય છે, તેથી સાધુના કોઈપણ ઉપકરણ રસ્તા પડી ગયા હોય અને અન્ય સાધુ તેને જુએ, તો તેને ગ્રહણ કરીને તેની યોગ્ય વ્યવસ્થા કરવી તે સાધુનું કર્તવ્ય છે.