________________
ઉદ્દેશક-૮
.
૩૪૧ |
અધિક પાત્રા લાવવાનું વિધાન – |१६ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अइरेगपडिग्गहं अण्णमण्णस्स अट्ठाए दूरमवि अद्धाणं परिवहित्तए वा धारेत्तए वा परिग्गहित्तए वा,
सो वा णं धारेस्सइ अहं वा णं धारेस्सामि अण्णो वा णं धारेस्सइ । णो से कप्पइ ते अणापुच्छिय अणामंतिय अण्णमण्णेसिं दाउं वा अणुप्पदाउं वा । कप्पइ से ते आपुच्छिय आमंतिय अण्णमण्णेसिं दाउं वा अणुप्पदाउं वा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ એક બીજાને માટે વધારે પાત્રા લેવા અને ઘણે દૂર સુધી લઈ જવા કહ્યું છે. તે રાખશે અથવા હું રાખીશ અથવા અન્યને આવશ્યકતા હશે તો તેને આપીશ. આ રીતે જેના નિમિત્તે પાત્રા લીધા હોય તેને પૂછ્યા વિના, નિમંત્રણ કર્યા વિના બીજાને આપવા અથવા નિમંત્રણ કરવું કલ્પતું નથી. જેના નિમિત્તે પાત્રા લીધા હોય તેને પૂછીને, નિમંત્રણ કર્યા પછી બીજા કોઈને આપવા અથવા નિમંત્રણ કરવું કહ્યું છે. વિવેચનઃ
સાધુની પ્રત્યેક ઉપધિની સંખ્યા અને માપ નિશ્ચિત હોય છે. જો કોઈ ઉપધિનું પરિમાણ આગમમાં ઉપલબ્ધ ન હોય તો તે વિષયમાં પોતાના ગચ્છની સમાચારી અનુસાર તેના પ્રમાણનું નિર્ધારણ કરાય છે.
નિયુક્તિ, ભાષ્ય આદિમાં એક પાત્ર અથવા માત્રક સહિત બે પાત્રો રાખવાનું વિધાન છે. પાત્રાની સંખ્યાનું નિર્ધારણ આગમમાં સ્પષ્ટ નથી, પરંતુ આગમ પ્રમાણથી સાધુ-સાધ્વીને અનેક પાત્રા રાખવા, તે ફિલિત થાય છે, વર્તમાનમાં પ્રત્યેક ગચ્છની સમાચારી અનુસાર પાત્ર રાખવાની પરંપરા પ્રચલિત છે. પ્રસ્તુત સૂત્રમાં જે ગણની જે મર્યાદા હોય તેનાથી વધારે પાત્રા ગ્રહણ કરવાનું વિધાન છે. નિર્દોષ પાત્રની પ્રાપ્તિ સુલભ નથી, તેથી જ્યારે નિર્દોષ પાત્ર સહજ રીતે પ્રાપ્ત થતાં હોય, ત્યારે સાધુ તેને ગ્રહણ કરી લે છે અને ત્યારપછી અન્ય સાંભોગિક સંત-સતીજીઓને તેનું આમંત્રણ આપી શકે છે. પાત્રા ગ્રહણ કરતાં સમયે ગુહસ્થ સમક્ષ જે સાધનો કે આચાર્યાદિનો નિર્દેશ કર્યો હોય, તેને પહેલા નિમંત્રણ કરવું જોઈએ. તે સાધુને જરૂર ન હોય, તો બીજા સાધુને આપી શકાય છે. વિશેષ વર્ણન નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૪માં છે. આહારની ઉણોદરીનું પરિમાણ:| १७ अट्ठ (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे समणे णिग्गंथे અખાદાર |
दुवालस्स (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे अवड्डोमोयरिया ।
सोलस (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे दुभागपत्ते,। __ चउव्वीसं (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे तिभागपत्ते, अंसिया ।