________________
૩૩૪ ]
શ્રીવ્યવહાર સૂત્ર
ઉદ્દેશક-૮ PE/PP/PE/zeeeeee/ શચ્ચા-સંસ્કારક ગ્રહણ વિધિઃ| १ गाहा उऊ पज्जोसविए, ताए गाहाए ताए पएसाए ताए उवासंतराए जमिणं- जमिणं सेज्जासंथारगं लभेज्जा, तमिणं ममेव सिया ।।
थेरा य से अणुजाणेज्जा, तस्सेव सिया । थेरा य से णो अणुजाणेज्जा, णो तस्सेव सिया । एवं से कप्पइ अहाराइणियाए सेज्जासंथारगं पडिग्गाहित्तए । ભાવાર્થ :- ઋતુ-હેમંત અથવા ગ્રીષ્મ ઋતુમાં કોઈ ગાથાગાથાપતિ અર્થાત્ ગૃહસ્થના ઘરમાં રહેલા સાધુને ગૃહસ્થના ઘરમાં, ઘરના કોઈ રૂમ આદિ વિભાગમાં, તે રૂમની અંદરના કોઈ સીમિત સ્થાનમાં “જે જે અનુકૂળ સ્થાન અથવા સંસ્તારક મળે, તે તે હું ગ્રહણ કરીશ.” આ પ્રકારનો સંકલ્પ હોવા છતાં સ્થવિર મુનિ જો તે સ્થાન માટે આજ્ઞા આપે તો ત્યાં શય્યા(સ્થાન)-સંસ્કારક ગ્રહણ કરવા કહ્યું છે.
જો સ્થવિર મુનિ આજ્ઞા ન આપે તો તેને તે શય્યા સંસ્કારક ગ્રહણ કરવા કલ્પતા નથી. સાધુને રત્નાધિકના ક્રમથી મોટા-નાનાના ક્રમથી શય્યા-સ્થાન અથવા સંસ્તારક ગ્રહણ કરવા કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને શય્યા-સંસ્તારક ગ્રહણ કરવાની વિધિનો નિર્દેશ છે.
સાધુ કે સાધ્વી કોઈપણ ઘર અથવા ઉપાશ્રય આદિમાં રહ્યા હોય, ત્યારે ગુરુ અથવા પ્રમુખ સાધુની આજ્ઞા લઈને પોતાને બેસવાના અથવા સૂવાનાં સ્થાનનો નિર્ણય કરવો જોઈએ. આ પ્રકારના વ્યવહારથી ગુર્નાદિકોનો વિનય, બહુમાન અને ગૌરવ વધે છે, વ્યવસ્થા તથા અનુશાસનનું સારી રીતે પાલન થાય છે. સહવર્તી સાધુઓમાં પરસ્પર પ્રેમ અને વાત્સલ્ય ભાવ વૃદ્ધિ પામે છે.
આચારાંગ હૃ. ૨ અ. ૨ ઉ. ૩ માં શય્યાભૂમિ ગ્રહણ કરવાની વિધિનું કથન કરતાં કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય આદિ પદવીધર તથા બાલ, વૃદ્ધ, રોગી, નવદીક્ષિત અને આગંતુક મહેમાન સાધુઓને ઋતુને અનુકુળ તેમજ ઇચ્છિત સ્થાન યથાક્રમથી આપ્યા પછી જ બાકીના સાધુ સંયમપર્યાયના ક્રમથી શધ્યા-સંસ્કારક ગ્રહણ કરે. ૩-ઋતુ. વર્ષાવાસ(ચાતુર્માસ) સિવાયનો ઋતુબદ્ધકાળ. અહીં ૩૪ (ઋતુ) શબ્દથી ચાતુર્માસ સિવાયની હેમંત અને ગ્રીષ્મ ઋતુનું ગ્રહણ થાય છે.
ગા-ગાથા. અહીં ગાથા શબ્દ ગૃહવાચક છે. ગાહા શબ્દથી ગૃહપતિ ગૃહસ્થનું ગ્રહણ થાય છે. શય્યાસંસ્તારકની ગવેષણા વિધિઃ| २ से य अहालहुसगं सेज्जासंथारगं गवेसेज्जा, जं चक्किया एगेणं हत्थेणं
ओगिज्झ जाव एगाहं वा दुयाहं वा तियाहं वा परिवहित्तए, एस से हेमंत-गिम्हासु भविस्सइ ।