________________
પ્રાથને
૩૩૩.
ઉદેશક-૮ | પ્રાકથન છROROCRORROROR
આ ઉદ્દેશકમાં મુખ્યત્વે સ્થાન, શય્યા-સંસ્મારકની ગવેષણા, આજ્ઞા અને વાપરવાની પદ્ધતિનો તેમજ અન્ય કેટલાક પ્રકીર્ણક વિષયોનો નિર્દેશ છે. * સાધુ-સાધ્વીએ સ્થવિર ગુરુ આદિની આજ્ઞાથી તથા રત્નાધિકોના યથાક્રમથી શયનાસન આદિ ગ્રહણ કરવા જોઈએ. * પાટ આદિ શયા-સંસ્તારક એક હાથેથી સહેલાઈથી ઉપાડીને લાવી શકાય તેવા હળવા હોવા જરૂરી છે. શેષકાલ માટે શય્યા-સંસ્મારકની ગવેષણા તે જ ક્ષેત્રમાં, ચાતુર્માસ માટેના શય્યા-સંસ્મારકની ગવેષણા નિકટના અન્ય ક્ષેત્રમાં ત્રણ દિવસ સુધી કરી શકાય છે, સ્થિરવાસ માટે અનુકૂળ પાટ આદિ શધ્યા-સંસ્મારકની ગવેષણા પાંચ દિવસ સુધી કરી શકાય છે અને વધારે દૂરથી પણ લાવી શકાય છે. * એકલવિહારી વૃદ્ધ સાધુના અનેક પ્રકારના ઔપગ્રહિક ઉપકરણ હોય છે, તે સાધુ ગોચરી આદિ માટે જાય ત્યારે કોઈની દેખરેખમાં રાખીને જઈ શકે છે અને પાછા આવે ત્યારે તેને કહીને ગ્રહણ કરી શકે છે. * કોઈ ગૃહસ્થના શય્યા-સંસ્તારક આદિ અન્ય ઉપાશ્રય(મકાન)માં લઈ જવા હોય તો તેની ફરી આજ્ઞા લેવી, કયારેક થોડા સમય માટે કોઈ પાટ આદિ ઉપાશ્રયમાં જ મૂકી દીધા હોય તો તેને ગ્રહણ કરવા માટે ફરી આજ્ઞા લેવી, આજ્ઞા વિના ગ્રહણ ન કરવા. * મકાન, પાટ, આદિની પહેલા આજ્ઞા લેવી પછી ગ્રહણ કરવા, કયારેક દુર્લભ શવ્યાની પરિસ્થિતિમાં વિવેકપૂર્વક પહેલા ગ્રહણ કરીને પછી આજ્ઞા લઈ શકાય છે. * વિહાર કરતાં હોય, ત્યારે માર્ગમાં સાધુના કોઈ ઉપકરણ પડી જાય અને અન્ય સાધુને મળે તો અન્ય સાધુનું ઉપકરણ છે, તેમ જાણીને તેને ગ્રહણ કરે અને જેનું હોય તેને આપી દેવું જોઈએ. કોઈ તેને ન સ્વીકારે તો તેને પરઠી દે. રજોહરણાદિ મોટા ઉપકરણ હોય તો વધારે દૂર લઈ જવા અને તેની પૂછપરછ કરવી. * આચાર્યાદિના નિર્દેશથી વધારે પાત્રા ગ્રહણ કર્યા હોય તો જેનું નામ લઈને ગ્રહણ કર્યા હોય તેને આચાર્યની આજ્ઞાપૂર્વક આપવા. * સાધુએ ઇન્દ્રિય સંયમ માટે હંમેશાં ઉણોદરી તપ કરવું.