________________
૩૩ર |
શ્રીવ્યવહાર સત્ર
भिक्खुभावस्स अट्ठाए दोच्चंपि ओग्गहे अणुण्णवेयव्वे सिया । ભાવાર્થ:- રાજ પરિવર્તન થયું હોય અર્થાતુ રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક થયો હોય અને તે રાજ્ય વિભક્ત થઈ ગયું હોય, શત્રુઓ દ્વારા આક્રાંત થઈ ગયું હોય, વંશ પરંપરા વિછિન્ન થઈ ગઈ હોય, રાજ્ય વ્યવસ્થા પરિવર્તિત થઈ ગઈ હોય તો સાધુ-સાધ્વીઓએ સાધુભાવ અર્થાત્ સંયમની સુરક્ષા માટે બીજીવાર આજ્ઞા લઈ લેવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે રાજાના અવગ્રહ સંબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે.
સાધુઓએ જે રાજ્યમાં વિચરણ કરવાનું હોય તેના સ્વામી અર્થાત્ રાજાની આજ્ઞા લેવી જરૂરી છે. આજ્ઞા લીધા પછી જો રાજાનું પરિવર્તન થઈ જાય ત્યારે બે પ્રકારની સ્થિતિ થાય છે. (૧) પહેલાના રાજાનો રાજકુમાર અથવા તેના વંશજ રાજા બન્યા હોય અર્થાત્ ફક્ત વ્યક્તિનું પરિવર્તન થયું હોય, રાજસતા, વ્યવસ્થા અને કાયદા કાનૂનોનું પરિવર્તન ન થયું હોય તો પહેલા ગ્રહણ કરેલી આજ્ઞાથી યથાલંદકાળ પર્યત અર્થાત્ જ્યાં સુધી તે રાજાદિ રહે ત્યાં સુધી વિચરણ કરી શકાય છે, ફરી આજ્ઞા લેવાની જરૂર રહેતી નથી. (૨) પૂર્વના રાજા કે તેના વંશજો સિવાયની અન્ય કોઈ વ્યક્તિનો નવા રાજારૂપે અભિષેક કરાયો હોય, રાજસતા, રાજ્યવ્યવસ્થા અને કાયદાદિનું પરિવર્તન થઈ ગયું હોય, તો ત્યાં વિચરણ કરવાને માટે સાધુએ ફરી આજ્ઞા લેવી આવશ્યક છે.
સમસ્ત જૈનસંઘોના સાધુ-સાધ્વીઓને તે રાજ્યમાં વિચરણ કરવાની રાજાશા એક મુખ્ય સાધુએ (આચાર્યાદિ સાધુએ) લેવી જોઈએ, જુદા જુદા કોઈ સાધુ-સાધ્વીએ તે આજ્ઞા લેવાની આવશ્યકતા નથી.
તે ઉદ્દેશક-૭ સંપૂર્ણ .