________________
| ઉદ્દેશક-૮.
| ૩૩૫]
ભાવાર્થ :- સાધુ એક હાથે ઉપાડીને લાવી શકાય તેવા યથાશક્ય હળવા શય્યા-સંસ્મારકની ગવેષણા કરે. આ શય્યા-સંસ્તારક મને હેમંત અથવા ગ્રીષ્મ ઋતુમાં કામમાં આવશે, તેવા પ્રયોજનથી એક, બે કે ત્રણ દિવસ સુધી તે વસ્તી અર્થાત્ તે જ ક્ષેત્રમાંથી શય્યા-સંસ્તારકની ગવેષણા કરીને લાવી શકે છે. | ३ से य अहालहुसगं सेज्जासंथारगं गवेसेज्जा, जं चक्किया एगेणं हत्थेणं
ओगिज्झ जाव एगाहं वा दुयाहं वा, तियाहं वा अद्धाणं परिवहित्तए, एस मे वासावासासु भविस्सइ । ભાવાર્થ :- સાધુ એક હાથે ઉપાડીને લાવી શકાય તેવા યથાશક્ય હળવા શય્યા-સંસ્મારકની ગવેષણા કરે. આ શય્યા-સંતારક મને વર્ષા ઋતુમાં કામમાં આવશે, તેવા પ્રયોજનથી એક, બે કે ત્રણ દિવસ સુધી તે વસ્તી(ક્ષેત્રોમાંથી અથવા સમીપની વસ્તી ક્ષેત્રોમાંથી ગવેષણા કરીને લાવી શકે છે. | ४ से य अहालहुसगं सेज्जासंथारगं गवेसेज्जा, जं चक्किया एगेणं हत्थेणं
ओगिज्झ जाव एगाहं वा दुयाहं वा तियाहं वा चउयाहं वा पंचाहं वा दूरमवि अद्धाणं परिवहित्तए, एस मे वुड्डावासासु भविस्सइ । ભાવાર્થ:- સાધુ એક હાથે ઉપાડીને લાવી શકાય તેવા યથાશક્ય હળવા શય્યા-સંસ્મારકની ગવેષણા કરે. આ શય્યા-સંસ્તારક મને વૃદ્ધાવસ્થામાં-સ્થિરવાસમાં કામમાં આવશે, તેવા પ્રયોજનથી એક, બે, ત્રણ, ચાર કે પાંચ દિવસ સુધી તે વસ્તી (ક્ષેત્ર)માંથી અથવા દૂરની વસ્તી (ક્ષેત્રોમાંથી ગવેષણા કરીને લાવી શકે છે. વિવેચન -
પૂર્વસૂત્રમાં શય્યા સસ્તારક શબ્દથી સ્થાન ગ્રહણ કરવાની વિધિનું કથન કહી છે અને પ્રસ્તુત સૂત્રોમાં શય્યા-સંસ્તારક શબ્દથી પાટ આદિ ગ્રહણ કરવાનું વિધાન છે. પાટ આદિ સાધુની સામાન્ય ઉપધિ નથી પરંતુ આવશ્યકતા પ્રમાણે તેને પ્રાતિહારિકરૂપે જ ગ્રહણ કરી શકાય છે અને જરૂર ન હોય, ત્યારે ગૃહસ્થને પાછા આપી શકાય છે. શય્યા-સંસ્મારકનું અન્ય વર્ણન નિશીથ સૂત્ર ઉદ્દે-ર તથા ૫ માં છે.
શ્રી આચારાંગ સુત્ર શ્રતસ્કંધ-૨, અધ્ય. ર૩માં સુત્રકારે સાધુને કલ્પનીય સંસ્તારક માટે (૧) અપડે-જીવ રહિત, (૨) તદુય-વજનમાં હળવો, (૩) પાદિરિયે-પ્રાતિહારિક અને (૪) મહાવહેંમજબૂત, આ ચાર વિશેષણનો પ્રયોગ કર્યો છે. પ્રસ્તુત પ્રસંગમાં મહાત્તદુર એક જ વિશેષણનો પ્રયોગ છે.
હીનદુ:- પોતાને અનુકૂળ હોય, તેવા પાટ–પાટલા આદિની ગવેષણા કરીને સાધુને સ્વયંને ઉપાડીને લાવવાના હોય છે, તેથી તે વજનમાં એક હાથે જ સહેલાઈથી ઉપાડી શકાય તેવા હળવા હોવા જરૂરી છે.
પાટ, પાટલા આદિ વજનમાં ભારે હોય, તેને સ્વયં ઉપાડીને લાવી શકતા નથી, તે પાટ-પાટલા આદિ લાવવા માટે અન્યની સહાયતા લેવી પડે છે, તે ઉપરાંત પ્રતિદિન પ્રતિલેખનમાં પણ સાધુને તકલીફ થાય છે. આ રીતે વજનદાર ઉપધિથી અનેક પ્રકારે સંયમ મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, તેથી સૂત્રકારે સાધુને કલ્પનીય શય્યા–સસ્તારકને માટે સહાહુ વિશેષણનો પ્રયોગ કર્યો છે.
ITઈ વા કુવા વા...:- સૂત્રકારે શય્યા સંસ્મારકની ગવેષણાની ક્ષેત્ર મર્યાદા અને કાલ મર્યાદા નિશ્ચિત કરી છે. સામાન્ય રીતે સાધુ પોતાની આવશ્યક ઉપધિની ગવેષણા બે ગાઉ સુધીના ક્ષેત્રમાં કરી શકે છે. હેમંત કે ગ્રીષ્મ ઋતુમાં તે પાટ આદિનો ઉપયોગ થોડા દિવસ કરવાનો હોવાથી તેની ગવેષણા પોતાના