________________
ઉદ્દેશક-૭.
| | ૩૨૭ ]
રાજાઓનું યુદ્ધ, દુકાળ, આદિ કારણો ઉત્પન્ન થઈ જાય તો સાધુએ પણ અતિ દૂરના ક્ષેત્રમાં રહીને પણ ક્ષમાયાચના કરી લેવી જોઈએ.
ક્ષમાપના કર્યા વિના સાધુ કે સાધ્વીનો કાળધર્મ થઈ જાય તો તે વિરાધક થાય છે, તેથી સાધુ-સાધ્વીએ પરિસ્થિતિ અનુસાર પ્રત્યક્ષ કે પરોક્ષ તુરંત ક્ષમાયાચના કરવી જોઈએ. વ્યતિકૃષ્ટકાળમાં સ્વાધ્યાયનો ઉત્સર્ગ–અપવાદ માર્ગ:१४ णो कप्पइ णिग्गंथाणं विइकिटे काले सज्झायं करेत्तए । ભાવાર્થ- સાધુઓએ વ્યતિકૃષ્ટ કાળમાં અર્થાત્ ઉત્કાલિક આગમના સ્વાધ્યાયકાળમાં કાલિક આગમનો સ્વાધ્યાય કરવો કલ્પતો નથી. |१५ कप्पइ णिग्गंथीणं विइकिटे काले सज्झायं करेत्तए णिग्गंथणिस्साए । ભાવાર્થ :- સાધુની નિશ્રામાં સાધ્વીઓને વ્યતિકૃષ્ટકાળમાં પણ સ્વાધ્યાય કરવા કહ્યું છે. વિવેચન :
- જિનઆગમોના સ્વાધ્યાય માટે જે કાળનો નિષેધ છે; તે કાળ તે આગમો માટે વ્યતિકાળ કહેવાય છે. નિશીથ સૂત્ર, ઉ.–૧૯માં અનેક પ્રકારે અસ્વાધ્યાય કાળનું કથન છે.
કાલિક સુત્રોનો સ્વાધ્યાય દિવસના અને રાત્રિના પહેલા અને ચોથા પ્રહરમાં થાય છે અને ઉત્કાલિક સુત્રોનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિની બંને સંધ્યાને છોડીને અર્થાતુ ચાર સંધિકાલને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. દિવસ અને રાત્રિનો બીજો અને ત્રીજો પ્રહર કાલિક સૂત્રના સ્વાધ્યાય માટે નિષિદ્ધકાલ હોવાથી પ્રસ્તુત પ્રકરણમાં તેની ગણના વ્યતિકૃષ્ટ કાલમાં કરી છે.
સૂત્રકારે ઉપલબ્ધ કાલિકસૂત્રોનો ઉત્કાલમાં સ્વાધ્યાય કરવાનો પ્રથમ સૂત્રમાં નિષેધ કર્યો છે, પરંતુ બીજા સૂત્રમાં સાધ્વીને માટે સાધુઓની પાસે સ્વાધ્યાય કરવાનું અપવાદયુક્ત વિધાન કર્યું છે. સાધુસાધ્વીઓમાં મૂળપાઠની પરંપરા સમાન રહે તે માટે કયારેક પ્રવર્તિની અથવા સાધ્વીઓએ સૂત્રોનો મૂળ પાઠ ઉપાધ્યાય આદિને સંભળાવવો જરૂરી હોય છે. ઉપાધ્યાય આદિની અનુકૂળતા પ્રમાણે સાધ્વીજી વ્યતિકૃષ્ટ કાળમાં પણ શાસ્ત્રપાઠ સંભળાવી શકે છે. સ્વાધ્યાય કાલનો વિવેક:१६ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा असज्जाइए सज्झायं करेत्तए । ભાવાર્થ - સાધુઓ અને સાધ્વીઓએ અસ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરવો કલ્પતો નથી. |१७ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सज्झाइए सज्झायं करेत्तए । ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓએ સ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરવા કહ્યું છે. १८ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अप्पणो असज्झाइए सज्झायं करेत्तए । कप्पइ णं अण्णमण्णस्स वायणं दलइत्तए ।