________________
[ ૩૨૮ ]
શ્રીવ્યવહાર સૂત્ર
ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓને સ્વશરીર સબંધી અસ્વાધ્યાય કાલમાં સ્વાધ્યાય કરવો કલ્પતો નથી પરંતુ પરસ્પર એકબીજાને વાચના દેવી કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને સ્વાધ્યાયકાલના વિવેક વિષયક સૂચન છે. સાધુ-સાધ્વીએ જ્ઞાનના અતિચારોનો ત્યાગ કરીને જિનેશ્વરની વાણીરૂપ આગમ ગ્રંથોનું ગૌરવ જળવાઈ રહે તે રીતે બહુમાનપૂર્વક સ્વાધ્યાયના કાલે સ્વાધ્યાય કરવો જોઈએ અને અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કરવો જોઈએ.
શ્રી નિશીથ સુત્રના ૧૯મા ઉદ્દેશકમાં બત્રીસ અસ્વાધ્યાયનું વર્ણન છે. તેમાં કાલ સંબંધી બાર + ઔદારિક શરીર સંબંધી દશ + આકાશ સંબંધી દશ, એમ કુલ ૩ર અસ્વાધ્યાયકાલ છે.
પોતાના શરીર સંબંધી અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાનો સૂત્રકારે નિષેધ કર્યો છે પરંતુ તેમાં સામૂહિક વાચનાની છૂટ છે. સામૂહિક વાચનામાં વ્યવસ્થા જળવાઈ રહે અને વાચનામાં અલના ન થાય તે માટે સાધુ-સાધ્વીઓએ શારીરિક અસ્વાધ્યાયમાં વિવેકપૂર્વક વાચનાનું આદાન-પ્રદાન કરવું જોઈએ. સાધ્વીને આચાર્ય-ઉપાધ્યાયની નિશ્રાની આવશ્યક્તા :| १९ तिवासपरियाए समणे णिग्गंथे तीसं वासपरियाए समणीए णिग्गंथीए कप्पइ उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ:- ત્રીસ વર્ષની શ્રમણપર્યાયવાળા સાધ્વીએ ત્રણ વર્ષની શ્રમણ પર્યાયવાળા સાધુનો ઉપાધ્યાય રૂપે સ્વીકાર કરવા કહ્યું છે. २० पंचवासपरियाए समणे णिग्गंथे सट्ठिवासपरियाए समणीए णिग्गंथीए कप्पइ आयरिय उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ :- સાઠ વર્ષની શ્રમણપર્યાયવાળા સાધ્વીએ પાંચ વર્ષની શ્રમણ પર્યાયવાળા સાધુનો આચાર્ય અથવા ઉપાધ્યાય રૂપે સ્વીકાર કરવો કહ્યું છે. વિવેચન :
ઉદ્દેશક ૩. સૂત્ર ૧૧-૧૨ના કથનાનુસાર સાધ્વીઓએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની આ ત્રણની નિશ્રામાં રહેવું આવશ્યક છે અને સાધુઓએ આચાર્ય, ઉપાધ્યાય આ બેની નિશ્રામાં રહેવું જરૂરી છે. તે વિધાન ત્રણ વર્ષના દીક્ષાપર્યાય અને ચાલીસ વર્ષની ઉંમર સુધીના સાધુ-સાધ્વીઓને માટે છે.
પ્રસ્તુત સૂત્રદ્ધિકમાં ત્રીસ વર્ષના દીક્ષાપર્યાયવાળી સાધ્વી માટે ઉપાધ્યાયની નિશ્રા અને સાઠ વર્ષના દીક્ષાપર્યાયવાળી સાધ્વી માટે આચાર્યની નિશ્રા સ્વીકારવાનું કરવાનું વિધાન છે. તેનું તાત્પર્ય એ છે કે ત્રીસ વર્ષ સુધીના દીક્ષાપર્યાયવાળી સાધ્વીઓએ ઉપાધ્યાય અને પ્રવતિની વિના રહેવું કલ્પતું નથી અને સાઠ વર્ષ સુધીના દીક્ષાપયાર્યયવાળી સાધ્વીઓએ આચાર્ય અને પ્રવતિની વિના રહેવું કલ્પતું નથી.
સાધ્વીની સુત્રોક્ત વર્ષ સંખ્યા પછી જો તેના પદવીધર કાળધર્મ પામે અથવા ગચ્છ છોડીને શિથિલાચારી બની જાય તો, તે સાધ્વીઓએ અન્ય આચાર્ય આદિની નિશ્રા સ્વીકારવી આવશ્યક નથી, તેમ આ સુત્રથી સૂચિત થાય છે. ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને ઉપાધ્યાય અને પાંચ વર્ષની દીક્ષા