________________
૩
શ્રીવ્યવહાર સૂત્ર
તેના ભાવ પરિવર્તન થઈ જાય, તે બીમાર થઈ જાય, તેના ગુરુન્ની બીમાર થઈ જાય અથવા કાળ કરી જાય ઈત્યાદિ સ્થિતિઓમાં અનેક સંકલ્પ-વિકલ્પ અથવા કલેશ, અશાંતિ ઉત્પન્ન થવાની સંભાવનાઓ રહે છે, માટે અતિ દૂર રહેલા ગુરુણી આદિનો નિર્દેશ કરી અન્ય પાસે દીક્ષિત થવું, તે સાધ્વીને માટે યથોચિત નથી. સામાન્ય રીતે સાધુને પણ દૂર રહેલા આચાર્ય આદિની નિશ્રાનો નિર્દેશ કરી કોઈની પાસે દીક્ષિત થવું કલ્પતું નથી કારણ કે સાધ્વીને માટે કહેલા દોષોની સંભાવના સાધુ માટે પણ સંભવિત છે. તો પણ બીજા સૂત્રમાં જે છૂટ આપી છે તેનો આશય સ્પષ્ટ કરતાં ભાષ્યકાર કહે છે કે જો દીક્ષિત થનાર સાધુ પૂર્ણ સ્વસ્થ તેમજ જ્ઞાની, સવિગ્ન અને સ્વયં ધર્મના ઉપદેશક હોય અને તેના આચાર્ય પણ વિગ્ન હોય તો તે સાધુ દૂર ક્ષેત્રમાં અન્ય પાસે દીક્ષિત થઈ શકે છે.
યોગ્ય ગુણસંપન્ન અને સ્વસ્થ સાધુ એકલા વિહાર કરીને પોતાના ગુરુ પાસે પહોંચી શકે છે, તેમાં અન્ય દોષોની સંભાવના રહેતી નથી, તેથી દૂરસ્થ આચાર્ય, ઉપાધ્યાયનો નિર્દેશ કરીને યોગ્ય સાધુને દીક્ષા આપી શકાય છે. કેટલાક આચાર્યો આ સૂત્રનો અર્થ આ પ્રમાણે કરે છે કે— વિકટ દિશા (દૂર દેશમાં) અને ઘણા વિકટ ક્ષેત્રમાં (ઘણા દૂર દેશમાં) સાધ્વીએ વિહાર કરવો કલ્પે નહીં, સાધુએ વિકટ ક્ષેત્રમાં વિહાર કરવો કલ્પે છે.
દૂરસ્થ સાધુ-સાધ્વી સાથે ક્ષમાયાચના વિધિ -
:
१२ णो कप्पर णिग्गंथाणं विइकिट्ठाई पाहुडाई विओसवेत्तए ।
ભાવાર્થ:- સાધુઓમાં પરસ્પર કલહ થાય તો તેઓએ દૂર ક્ષેત્રમાં રહીને ઉપશાંત થવું અથવા ક્ષમાયાચના કરવી કહપતી નથી.
१३ कप्पर णिग्गंथीणं विइकिट्ठाई पाहुडाई विओसवेत्तए ।
ભાવાર્થ :- સાધ્વીઓમાં પરસ્પર કલહ થાય, તો તેઓએ દૂર ક્ષેત્રમાં રહીને પણ ઉપશાંત થવું અથવા ક્ષમાયાચના કરવી કર્યો છે.
વિવેચનઃ
દૂરના
પ્રસ્તુત સૂત્રોમાં દૂરસ્થ સાધુ-સાધ્વી સાથે ક્ષમાયાચનાની વિધિનું પ્રતિપાદન છે. સાધુ-સાધ્વીએ કલહ થયા પછી ક્ષમાયાચના કર્યા વિના આહાર આદિ કોઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિષેધ બૃહત્કલ્પ ઉ. ૪ માં છે. તો પણ ક્યારેક બંનેમાંથી એક પક્ષની અશાંતિના કારણે કોઈ સાધુ કે સાધ્વી વિહાર કરીને દેશમાં ચાલ્યા જાય અથવા પરોક્ષ રહ્યા છતાં પરસ્પર મનમાં વૈમનસ્ય ઉત્પન્ન થયું હોય અને પછી અશાંત સાધુ-સાધ્વીના મનમાં સ્વતઃ અથવા કોઈની પ્રેરણાથી ક્ષમાયાચનાનો ભાવ ઉત્પન્ન થાય તો સાધ્વીએ ક્ષમાપના માટે અતિ દૂરના ક્ષેત્રમાં જવાની જરૂર નથી. તે અન્ય કોઈ સાથે ક્ષમાયાચનાનો સંદેશો મોકલી શકે છે, પરંતુ સાધુએ તે સ્થાને જઈને જ ક્ષમાયાચના કરવી જોઈએ. સાધ્વીને માટે વિહાર કરીને અન્યત્ર જવું પરાધીન છે. તે એકલી જઈ શકતી નથી, તેમ છતાં જો નિકટનું ક્ષેત્ર હોય તો સાધ્વીએ પણ અન્ય સાધ્વીઓની સાથે ત્યાં જઈને ક્ષમાપના કરવી જોઈએ. સૂત્રોક્ત વિધાન અતિ દૂર રહેલા સાધુ-સાધ્વીની અપેક્ષાએ છે.
ભાષ્યમાં આ વિષયનું વિસ્તૃત વર્ણન તથા તેના અપવાદ માર્ગનું કથન છે. જો વચ્ચેના ક્ષેત્રોમાં