________________
ઉદેશક-૭
૩૨૫ |
| ९ कप्पइ णिग्गंथीणं णिग्गंथ अण्णेसिं अट्ठाए पव्वावेत्तए वा जाव संभुजित्तए वा तीसे इत्तरिय दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ સાધ્વીને અન્યના શિષ્ય બનાવવાને માટે સાધુને પ્રવ્રજિત કરવા યાવત સાથે બેસીને ભોજન કરવું વગેરે પ્રવૃત્તિ કલ્પે છે તથા થોડા સમયને માટે તેના આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવર્તિનીની નિશ્રાનો નિર્દેશ કરવો કે ધારણ કરવા કહ્યું છે. વિવેચનઃ
સામાન્ય રીતે સાધુની દીક્ષા આચાર્ય, ઉપાધ્યાય દ્વારા અને સાધ્વીની દીક્ષા આચાર્ય, ઉપાધ્યાય અથવા પ્રવર્તિની દ્વારા આપવામાં છે. કયારેક કોઈ ગીતાર્થ સાધુ પણ સાધુ અથવા સાધ્વીને દીક્ષિત કરી શકે છે. આ રીતે કોઈ પણ ગીતાર્થ સાધ્વી પણ સાધુ અથવા સાધ્વીને દીક્ષિત કરી શકે છે, પરંતુ તેને આચાર્યની આજ્ઞા લેવી આવશ્યક હોય છે.
કોઈ સાધુને દીક્ષિત કરવા હોય તો આચાર્ય, ઉપાધ્યાયના શિષ્ય બનાવવા માટે દીક્ષિત કરી શકાય છે અને સાધ્વીને દીક્ષિત કરવા હોય તો આચાર્ય, ઉપાધ્યાય અથવા પ્રવર્તિનીના શિષ્યા બનાવવા માટે દીક્ષિત કરી શકાય છે પરંતુ સાધુ પોતાના શિષ્યા બનાવવા માટે સાધ્વીને અને સાધ્વી પોતાના શિષ્ય બનાવવા માટે સાધુને દીક્ષિત કરી શકતા નથી. દૂરસ્થ ગુરુના નિર્દેશપૂર્વક દીક્ષા ગ્રહણઃ१० णो कप्पइ णिग्गंथिणं विइकिट्ठियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा ધારતા વા ભાવાર્થ – સાધ્વીઓને દૂર રહેલા પ્રવર્તિની અથવા ગુણીનો ઉદ્દેશ કે નિર્દેશ કરીને દીક્ષા આપવી કે લેવી (ધારણા કરવી) કલ્પતી નથી. ११ कप्पइ णिग्गंथाणं विइकिट्ठियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए વI ભાવાર્થ :- સાધુને દૂર રહેલા આચાર્ય અથવા ગુરુ આદિનો ઉદ્દેશ કે નિર્દેશ કરીને દીક્ષા આપવી કે ધારણ કરવી કહ્યું છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દૂરના ક્ષેત્રમાં રહેલા ગુરુ આદિના નિર્દેશ પૂર્વક દીક્ષા ગ્રહણ કરવાના ઉત્સર્ગઅપવાદ માર્ગનું કથન છે.
- સાધ્વીએ દીક્ષિત થવું હોય ત્યારે ક્ષેત્રથી અત્યંત દૂર રહેલા પ્રવર્તિનીનો નિર્દેશ કરીને અન્ય પાસે દીક્ષિત થવું કલ્પતું નથી, કારણ કે દીક્ષા લઈને તે એકલી વિહાર કરીને દૂરના ક્ષેત્રમાં રહેલા પોતાના ગુરુણી પાસે પહોંચી શકતી નથી અને ક્ષેત્ર દૂર હોવાથી તેને મૂકવા જવાની બીજા સાધ્વીઓને અનુકૂળતા રહેતી નથી. આ રીતે નવદીક્ષિત સાધ્વીને પોતાના ગુરુણી પાસે પહોંચવામાં દીર્ઘકાલ વ્યતીત થાય, તેમાં