________________
૩૨૪]
શ્રીવ્યવહાર સૂત્ર
પ્રવૃત્તિના કારણે હું તેની સાથેના વ્યવહાર બંધ કરવા ઇચ્છું છું આ પ્રકારનું કથન તે સાધુની ઉપસ્થિતિમાં કરવું, તેને “પ્રત્યક્ષ વિસંભોગી' કરવા કહેવાય છે. પરોવું પડ... પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગી કરવા. સાધ્વીને બીજા જે સાધ્વી સાથે વ્યવહાર બંધ કરવો હોય, તે સાધ્વીની અનુપસ્થિતિમાં આચાર્યાદિને નિવેદન કરે કે “અમુક સાધ્વીની અમુક પ્રવૃત્તિના કારણે હું તેની સાથેના વ્યવહાર બંધ કરવા ઇચ્છું છું.” આ પ્રકારનું કથન તે સાધ્વીની ગેરહાજરીમાં કરવું તેને “પરોક્ષ વિસંભોગી' કરવા કહેવાય છે.
આ પ્રકારના નિવેદન પછી સદોષ સાધુ અથવા સાધ્વી પોતાના દોષોનો પશ્ચાત્તાપ કરીને સરળતાપૂર્વક પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે તો તેની સાથે સંબંધ કાયમ રાખી શકાય છે. જો તે પોતાના દોષોનો પશ્ચાત્તાપ ન કરે તો સંબંધ વિચ્છેદ કરવામાં આવે છે.
ઠાણાંગસૂત્ર સ્થાન–૩ તથા સ્થાન–૯માં સંભોગ વિચ્છેદ કરવાના કારણ કહ્યા છે અને ભાષ્યમાં પણ તેના અનેક કારણ કહ્યા છે.
સંક્ષેપમાં (૧) મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તથા સમાચારીમાં ઉપેક્ષાપૂર્વક ચોથીવાર દોષ લગાડે, (૨) પાર્વસ્થાદિની સાથે વારંવાર સંસર્ગ કરે (૩) ગુરુ આદિની સાથે વિરોધભાવ રાખે, આ ત્રણ કારણે સાધુ-સાધ્વીની સાથે સંબંધ વિચ્છેદ કરી શકાય છે. પ્રવૃજિત કરવા માટેના વિધિ નિષેધઃ|६ णो कप्पइ णिग्गंथाणं णिग्गंथिं अप्पणो अट्ठाए पव्वावेत्तए वा मुंडावेत्तए वा, सेहावेत्तए वा उवट्ठावेत्तए वा संवसित्तए वा संभुजित्तए वा तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ સાધુને પોતાની શિષ્યા બનાવવા માટે સાધ્વીને દીક્ષિત કરવા, મુંડિત (લોચ) કરવા, ગ્રહણ અને આસેવન શિક્ષાનો બોધ આપવો, ઉપસ્થાપિત-વડી દીક્ષા આપવી, સાથે રહેવું, સાથે બેસીને ભોજન કરવું, થોડા સમય માટે તેના આચાર્ય-ઉપાધ્યાય અને પ્રવર્તિનીની નિશ્રાનો નિર્દેશ કરવો કલ્પતો નથી કે નવદીક્ષિત સાધ્વીએ તેમની નિશ્રા ધારણ કરવી કલ્પતી નથી. |७ कप्पइ णिग्गंथाणं णिग्गंथि अण्णे सिं अट्ठाए पव्वावेत्तए वा जाव संभुजित्तए, वा, तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा। ભાવાર્થ :- કોઈ સાધુને બીજાની શિષ્યા બનાવવા માટે કોઈ સાધ્વીને પ્રવ્રજિત કરવા યાવતું સાથે બેસીને ભોજન કરવું વગેરે પ્રવૃત્તિ કલ્પ છે તથા થોડા સમયને માટે તેના આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવર્તિનીની નિશ્રાનો નિર્દેશ કરવો કે નવદીક્ષિત સાધ્વીને તેમની નિશ્રા ધારણ કરવી કહ્યું છે.
८ णो कप्पइ णिग्गंथीणं णिग्गंथं अप्पणो अट्ठाए पव्वावेत्तए वा जाव स जित्तए वा तीसे इत्तरिय दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ સાધ્વીને પોતાના શિષ્ય બનાવવા માટે સાધુને પ્રવ્રજિત કરવા યાવતું સાથે બેસીને ભોજન કરવું, વગેરે પ્રવૃત્તિ કલ્પતી નથી, તથા થોડા સમયને માટે આચાર્ય, ઉપાધ્યાય આદિની નિશ્રાનો નિર્દેશ કરવો કે ધારણ કરવો પણ કલ્પતો નથી.