________________
| ઉદ્દેશક-૭
| ૩૨૩]
કહ્યું છે. જ્યારે તેઓ એક બીજાને મળે ત્યારે આ પ્રમાણે કહે કે- હે આર્ય! હું અમુક કારણે તમારી સાથે પ્રત્યક્ષ સાંભોગિક વ્યવહાર બંધ કરીને તમને વિસંભોગી કરું છું.
આ પ્રમાણે કહેવાથી જો તે પ્રશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા કલ્પતા નથી અને જો તે પશ્ચાત્તાપ ન કરે તો પ્રત્યક્ષમાં તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા કહ્યું છે. | ५ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो णं कप्पइ णिग्गंथीणं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए, कप्पइ णं परोक्खं पाडिए क्कं संभोइयं विसंभोगं करेत्तए । जत्थेव ताओ अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, तत्थेव एवं वएज्जा- अहं णं भंते ! अमुगीए अज्जाए सद्धिं इमम्मि कारणम्मि परोक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेमि ।
सा य पडितप्पेज्जा एवं से णो कप्पइ परोक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए । सा य से णो पडितप्पेज्जा एवं से कप्पइ परोक्खं पाडिए क्कं संभोइयं विसंभोगं करेत्तए । ભાવાર્થ:- જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે, તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગ કરવા કલ્પતા નથી પરંતુ પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગ કરવા કહ્યું છે. જ્યારે તે પોતાના આચાર્ય અથવા ઉપાધ્યાયની સેવામાં જાય, ત્યારે તે આ પ્રમાણે કહે કે હે ભગવાનું ! હું અમુક આર્યાની સાથે અમુક કારણે પરોક્ષરૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા ઇચ્છું છું.
ત્યારે તે સાધ્વી જો આચાર્ય-ઉપાધ્યાયની પાસે પોતાના સેવન કરેલા દોષનો પશ્ચાત્તાપ કરે તો તેની સાથે પરોક્ષમાં પણ સાંભોગિક વ્યવહાર બંધ કરવો તથા તેને વિસંભોગી કરવા કલ્પતા નથી. જો તે પશ્ચાત્તાપ ન કરે તો પરોક્ષમાં તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાંભોગિક વ્યવહારનો વિચ્છેદ કરવાની વિધિ પ્રગટ કરી છે. સાધુને જો બીજા સાધુની સાથે વ્યવહાર બંધ કરવો હોય તો તેની સમક્ષ તેના દોષોનું સ્પષ્ટ કથન કરીને તે વ્યવહાર બંધ કરવાનું કહી શકે છે. સૂત્રમાં પ્રયુક્ત 'સાધુ' શબ્દથી અહીં 'આચાર્ય' સમજવા જોઈએ કારણ કે આચાર્ય જ ગચ્છના અનુશાસ્તા હોય છે. તેમને જાણ કર્યા વિના કોઈ પણ સાધુએ અન્ય સાધુની સાથે વ્યવહાર બંધ કરવો ઉચિત નથી.
સાધ્વીઓએ સાધુની સમક્ષ અર્થાત્ આચાર્યાદિની સમક્ષ નિવેદન કરવું આવશ્યક હોય છે, પરંતુ આચાર્યાદિ સાધુ-સાધ્વીઓની સલાહ લીધા વિના જ કોઈ પણ સાધુ-સાધ્વીને સાંભોગિક કે વિસાંભોગિક કરી શકે છે. પ્રશ્વનું પવિપf :- પ્રત્યક્ષ સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગી કરવા. સાધુને બીજા જે સાધુ સાથે વ્યવહાર બંધ કરવો હોય, તે સાધુની સમક્ષ આચાર્યાદિને નિવેદન કરે કે “આ સાધુની અમુક