________________
૩રર |
શ્રીવ્યવહાર સૂત્ર
ભાવાર્થ :- સાંભોગિક સાધુ-સાધ્વીઓમાંથી કોઈ સાધુ(આચાર્યાદિ)ની પાસે જો અન્ય ગણની ખંડિત આચારવાળી વાવત સંકલિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધ્વીઓને પૂછીને અથવા પૂછ્યા વિના પણ તેણે સેવન કરેલા દોષોની આલોચના તથા દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવીને તેને પ્રશ્ન પૂછવા, વાચના દેવી, ચારિત્રમાં ફરીને ઉપસ્થાપિત કરવી, સાથે બેસીને આહાર કરવાની અને સાથે રાખવાની આજ્ઞા દેવી કહ્યું છે તથા અલ્પ સમય માટે તેના આચાર્ય આદિની નિશ્રાનો નિર્દેશ કરવો અથવા ધારણ કરવા કહ્યું છે, પરંતુ જો સાધ્વીઓ તે સાધ્વીને રાખવા ન ઇચ્છે તો તેણે ફરી પોતાના ગણમાં ચાલ્યા જવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં અન્ય ગચ્છમાંથી આવેલી ખંડિત આચારવાળી સાધ્વીને રાખવા માટે સાંભોગિક સાધુ અથવા સાધ્વીને પૂછવા સંબંધી વિધાન છે.
સાધ્વીની પાસે અન્ય ગચ્છમાંથી દોષિત આચારવાળી સાધ્વી આવે તો તે પોતાના સાંભોગિક સાધુઓને અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય આદિને પૂછીને, તેમની આજ્ઞા પ્રાપ્ત જ તે સાધ્વીને રાખી શકે છે, તેને વાચના દઈ, લઈ શકે છે, ઉપસ્થાપિત કરી શકે છે અથવા તેની સાથે આહાર કરવો, સાથે રહેવું આદિ વ્યવહાર કરી શકે છે, પરંતુ આચાર્યાદિને પૂછ્યા વિના, સલાહ લીધા વિના તેવા સાધ્વીની સાથે ઉક્ત કાર્ય કરવું અથવા સ્વયં નિર્ણય કરવો કલ્પતો નથી. આચાર્ય આદિ જો અન્યત્ર હોય તો તેમની આજ્ઞા મળે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.
સાધુની પાસે અર્થાત્ આચાર્યાદિની પાસે તેવી સાધ્વી આવે તો તેના માટે સાધ્વીઓને અર્થાત્ પ્રવર્તિનીને પૂછીને અથવા કયારેક પૂછ્યા વિના પણ સ્વયં નિર્ણય કરી શકે છે અને તે સાધ્વીને પ્રવર્તિનીને સોંપી શકે છે તેમજ તે સાધ્વીના આચાર્ય, ઉપાધ્યાય અથવા પ્રવર્તિનીનો નિર્દેશ પણ કરી શકે છે.
ત્યારપછી તે સાધ્વીની વિષમ પ્રકૃતિ આદિ કોઈ પણ કારણે પ્રવર્તિની તેને ન રાખી શકે, તો તે સાધ્વીએ પોતાના પૂર્વ સ્થાનમાં પાછા જવું જોઈએ. સંબંધવિચ્છેદ કરવા માટેના નિયમો:| ४ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो ण्हं कप्पइ णिग्गंथाणं परोक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए, कप्पइ ण्हं णिग्गंथाणं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए । जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्ज- अहं णं अज्ज ! तुमए सद्धिं इमंमि कारणम्मि पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेमि ।
से य पडितप्पेज्जा एवं से णो कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए । से य णो पडितप्पेज्जा एवं से कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए । ભાવાર્થ :- જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે, તેમાં સાધુને પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગી કરવા કલ્પતા નથી પરંતુ પ્રત્યક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા