________________
उद्देश - 9
६-७
૩ર૧
Tzc|zc|zz|zc|zz|
અન્યગણમાંથી આવેલા સાધ્વીને રાખવા માટે પૃચ્છા ઃ
१ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो कप्पइ णिग्गंथीणं णिग्गंथे अणापुच्छित्ता अण्णगणाओ आगयं णिग्गंथिं खुयायारं जाव संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता जाव अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुंजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दीसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।
ભાવાર્થ :- સાંભોગિક સાધુ-સાધ્વીઓમાંથી કોઈ સાધ્વી પાસે અન્યગણની ખંડિત આચારવાળી યાવત્ સંકલિષ્ટ આચારવાળી કોઈ સાધ્વી આવે તો સાધુને(આચાર્યાદિને) પૂછ્યા વિના અને તેણે પહેલાં સેવન કરેલા દોષની આલોચના તેમજ દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવ્યા વિના તેને પ્રશ્ન પૂછવા, વાચના દેવી, ચારિત્રમાં ફરીને ઉપસ્થાપિત કરવી, તેની સાથે બેસીને ભોજન કરવું અને સાથે રાખવી કલ્પતી નથી તથા થોડા સમયને માટે પણ તેના આચાર્ય આદિની નિશ્રાનો નિર્દેશ કરવો અથવા ધારણ કરવો કલ્પતો નથી.
२ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, कप्पइ णिग्गंथीणं णिग्गंथे आपुच्छित्ता अण्णगणाओ आगयं णिग्गंथिं खुयायारं जाव संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता जाव अहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुंजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दीसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।
ભાવાર્થ :- સાંભોગિક સાધુ-સાધ્વીઓમાંથી કોઈ સાધ્વી પાસે અન્યગણની ખંડિત આચાર વાળી યાવત્ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે, તો સાધુને (આચાર્યાદિને) પૂછીને અને તેણે પહેલા સેવન કરેલા દોષની આલોચના તેમજ દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવીને પછી જ તેને પ્રશ્ન પૂછવા, વાચના દેવી, ચારિત્રમાં ફરી ઉપસ્થાપિત કરવી, તેની સાથે બેસીને ભોજન કરવું અને સાથે રાખવી કલ્પે છે તથા થોડા દિવસ માટે તેના આચાર્યાદિની નિશ્રાનો નિર્દેશ કરવો તથા ધારણ કરવો ક૨ે છે.
३ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, कप्पइ णिग्गंथाणं णिग्गंथीओ आपुच्छित्ता वा अणापुच्छित्ता वा अण्णगणाओ आगयं णिग्गंथिं खुयायारं जाव संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता जाव अहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा तं च णिग्गंथीओ णो इच्छेज्जा, सयमेव णियंठाणे ।