________________
૩૨૦
શ્રીવ્યવહાર સૂત્ર
ઉદ્દેશક
પ્રાકથન ÖROBOROROOROR
આ ઉદ્દેશકમાં અન્ય ગચ્છમાંથી આવેલા સાધ્વીને સ્વગમાં લેવાની વિધિ તથા સાધુ-સાધ્વીના પરસ્પરના સાંભોગિક વ્યવહાર, સ્વાધ્યાયકાલ, શય્યાતર સંબંધી નિર્ણય વગેરે વિવિધ વિષયોનું વર્ણન છે.
પ્રવર્તિની આદિ સાધ્વી અન્ય ગચ્છથી આવેલી દૂષિત આચારવાળી સાધ્વીને આચાર્ય આદિને પૂછ્યા વિના તથા તેના દોષોની શુદ્ધિ કરાવ્યા વિના રાખી શકતા નથી, પરંતુ આચાર્ય આદિ દૂષિત આચારવાળી સાધ્વીના દોષોની શુદ્ધિ કરાવીને પ્રવર્તિની આદિ સાધ્વીઓને પૂછ્યા વિના પણ ગચ્છમાં લઈ શકે છે. ઉપેક્ષાપૂર્વક ત્રણવારથી વધારે વાર એષણાદોષનું સેવન અથવા વ્યવસ્થાભંગ વગેરે કરનાર તે સાધુ સાધ્વીની સાથે આહાર સંબંધ આદિ વ્યવહારોનો પરિત્યાગ કરાય છે. તેમ કરવા માટે સાધ્વીઓની સાથે પ્રત્યક્ષ વાતચીત કરવી જરૂરી નથી પરંતુ સાધુ સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને જ સંબંધ વિચ્છેદ કરવામાં આવે છે.
★
સાધુ કયારેક સાધ્વીને દીક્ષા આપી શકે છે અને સાધ્વી કયારેક સાધુને દીક્ષા આપી શકે છે પરંતુ તેને પોતાની નિશ્રામાં રાખતા નથી.
સાધ્વી અતિદૂર રહેલા આચાર્ય અથવા પ્રવર્તિનીની નિશ્રાનો સ્વીકાર કરીને દીક્ષા ગ્રહણ કરતા નથી પરંતુ સાધુ દૂર રહેલા આચાર્યની નિશ્રા સ્વીકારીને પણ દીક્ષા લઈ શકે છે.
સાધ્વી અતિદૂર ગયેલા સાધ્વીની દૂર રહીને જ ક્ષમા યાચના કરી શકે છે પરંતુ સાધુને ક્ષમાપના કરવા માટે પરસ્પર પ્રત્યક્ષ મળવું આવશ્યક છે.
ઉત્કાલમાં (બીજા-ત્રીજા પ્રહરમાં) કાલિકસૂત્રનો સ્વાધ્યાય ન કરવો જોઈએ પરંતુ કયારેક સાધ્વી, ઉપાધ્યાય આદિને સ્વાધ્યાય સંભળાવી શકે છે.
બત્રીસ પ્રકારનો અસ્વાધ્યાય કાળ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો અને જયારે અસ્વાધ્યાય ન હોય ત્યારે અવશ્ય સ્વાધ્યાય કરવો. પોતાના શારીરિક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કરવો પરંતુ તે કાલ દરમ્યાન સાધુ-સાધ્વી પરસ્પર સૂત્રાર્થની વાચના આપી શકે છે.
ત્રીસવર્ષના દીક્ષાપર્યાય સુધીના સાધ્વીઓએ ઉપાધ્યાય કે પ્રવર્તિનીની નિશ્રાવિના રહેવું ન જોઈએ. અને ૬૦ વર્ષ સુધીના દીક્ષાપર્યાયવાળા સાધ્વીઓએ આચાર્યની દીક્ષા વિના રહેવું ન જોઈએ.
વિહાર કરતા માર્ગમાં કોઈ સાધુ કાળધર્મ પામે તો અન્ય સાધુઓએ મૃતદેહને યોગ્ય વિધિથી તથા યોગ્ય સ્થાનમાં પરઠી દેવો જોઈએ. તેના ઉપયોગી ઉપકરણ હોય તો ગ્રહણ કરી આચાર્યની આજ્ઞા લઈને ઉપયોગમાં લઈ શકાય છે.
સાધુ કોઈપણ સ્થાનમાં તે સ્થાનના માલિકની આજ્ઞા વિના રહેતા નથી. સાધુને સ્થાનની આજ્ઞા પ્રદાન કરનાર શય્યાતર કહેવાય છે. શય્યાતરના ઘરના આહાર-પાણી સાધુને અગ્રાહ્ય છે, શય્યાતર મકાન વચ્ચે અથવા ભાડે આપે તો નવા સ્વામીની અથવા પહેલાના સ્વામીની અથવા બંનેની આજ્ઞા લઈ શકાય છે.
રાજા અથવા રાજ્યવ્યવસ્થા પરિવર્તિત થવાથી તે રાજ્યમાં વિચરણ કરવા માટે ફરી આજ્ઞા લેવી આવશ્યક છે. જો રાજાના રાજકુમાર આદિ વંશજ રાજા બને તો પૂર્વોત્તાથી વિચરણ કરી શકાય છે.