________________
ઉદ્દેશક-દ
૩૧૯
ત્યારપછી જ તેની સાથે આહાર-પાણીનો વ્યવહાર, સાથે રહેવું વગેરે સાોગિક વ્યવહાર કરી શકાય છે. ગચ્છમાં લીધા પછી અને તેને પુનઃ ઉપસ્થાપના કર્યા પછી વિલ યા અણુવિલ ..... તે સાધુ } સાધ્વીના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની અથવા ગુરુનો નિર્દેશ કરાય છે અથવા તે કોની નિશ્રા સ્વીકારે છે, તેનો નિર્દેશ કરાય છે.
કેટલાક આચાર્યો વિસ વા અનુવિÄ વા... નો અર્થ કરતાં કહે છે કે દોષની આલોચનાદિ ન કરે ત્યાં સુધી અલ્પકાળ માટે કે યાવજ્જીવન માટે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની આદિ પદ આપવા કે ધારણ કરવા કલ્પતા નથી.
પ્રસ્તુત સૂત્રયના સ્થાને વિભિન્ન પ્રતિઓમાં ભિન્નતા જોવા મળે છે. કેટલીક પ્રતોમાં સાધ્વીના બે સૂત્ર છે, કેટલીક પ્રતોમાં સાધુ-સાધ્વીના ચાર સૂત્ર છે. ભાષ્ય અને વ્યાખ્યા ગ્રંથોના આધારે પ્રસ્તુત સંસ્કરણમાં પ્રથમ સૂત્ર સાધ્વીનું અને બીજું સૂત્ર સાધુનું રાખ્યું છે.
|| ઉદ્દેશક-૬ સંપૂર્ણ ॥