________________
[ ૩૧૮ ]
શ્રીવ્યવહાર સૂત્ર
अण्णयरंसि अचित्तंसि सोयंसि सुक्कपोग्गले णिग्याएमाणे मेहुणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ - અનેક સ્ત્રી પુરુષોની અબ્રહ્મ ક્રિયાઓ જોઈને જ્યાં અનેક સ્ત્રી પુરુષ મૈથુન ક્રિયા કરતાં હોય, જે શ્રમણ નિગ્રંથ મૈથુન સેવનના સંકલ્પથી કુચેષ્ટા કરે તો તેને અનુદ્ધાતિક(ગુરુ) ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. અન્ય ગણમાંથી આવેલા સાધુ-સાધ્વીને ગણમાં લેવાની વિધિઃ१० णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अण्णगणाओ आगयं णिग्गंथिं खुयायारं, सबलायारं, भिण्णायारं, संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता अपडिक्कमावेत्ता, अणिंदावेत्ता, अगरहावेत्ता, अविउट्टावेत्ता, अविसोहावेत्ता, अकरणाए अणब्भुट्ठावेत्ता, अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता, उवट्ठावेत्तए वा, संभुजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ:- ખંડિત આચાર, શબલ આચાર, ભિન્ન આચાર અને સંક્લિષ્ટ આચારવાળી અન્ય ગચ્છમાંથી આવેલી સાધ્વીને ગચ્છવાસી સાધુ-સાધ્વીઓ તેના દોષોની આલોચના, પ્રતિક્રમણ, સેવિત પાપની નિંદા, ગહ, વ્યુત્સર્જન, આત્મ વિશુદ્ધિ અને તે પાપનું ફરી સેવન ન કરવાની પ્રતિજ્ઞા ન કરાવે તથા દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કરાવે ત્યાં સુધી (તે અન્ય ગચ્છીય) તે સાધ્વીને ચારિત્રમાં સ્થાપિત કરવી, તેની સાથે રહેવું કલ્પતું નથી તથા દિશા-અનુદિશાનો નિર્દેશ કરવો કલ્પતો નથી. અર્થાતુ તેના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની કોણ છે? તેનો નિર્દેશ(ઉદ્દેશ) કરવો કલ્પતો નથી. |११ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अण्णगणाओ आगयं णिग्गंथं खुयायारं जाव संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता जाव अहारिह पायच्छित्तं अपडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा संभुजित्तए वा संवसित्तए वा तस्से इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થઃ- ખંડિત આચાર યાવતુ સંક્લિષ્ટ આચારવાળા અન્ય ગચ્છમાંથી આવેલા સાધુને (ગચ્છવાસી) સાધુ-સાધ્વીઓએ આલોચના યાવતુ દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવ્યા વિના તેને (અન્ય ગચ્છીય સાધુને) ચારિત્રમાં સ્થાપિત કરવા, તેની સાથે એક મંડળમાં બેસીને ભોજન કરવું, એક સ્થાનમાં સાથે રહેવું કલ્પતું નથી તથા તેના આચાર્ય, ઉપાધ્યાય કોણ છે? તેનો નિર્દેશ કરવો કલ્પતો નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બ્રહ્મચર્યભંગ આદિ કારણે કોઈ સાધુ-સાધ્વી સ્વતઃ ગચ્છ છોડીને અન્ય ગચ્છમાં આવે તેની અથવા ગચ્છમાંથી બહાર મૂક્યા પછી ફરી તેને ગચ્છમાં લેવાની વિધિ પ્રદર્શિત કરી છે.
- દૂષિત આચારવાળા સાધુ-સાધ્વી પોતાના સર્વ દોષોની આલોચના, પ્રતિક્રમણ તથા પ્રાયશ્ચિતનો સ્વીકાર કરે અને ફરી તે દોષ સેવન ન કરવાની પ્રતિજ્ઞા કરે, ત્યારપછી જ તેને ગચ્છમાં લઈ શકાય છે,