________________
ઉદ્દેશક-૬
.
૩૧૩ ]
આ રીતે જ્ઞાતિજનના ઘરે સાધુના આગમન પહેલાં જે આહાર અગ્નિ ઉપરથી ઉતારી લેવામાં આવ્યો હોય તે લેવો કહ્યું છે, જે આહાર સાધુના આગમન પછી અગ્નિ ઉપરથી ઉતારવામાં આવે તે લેવો કલ્પતો નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ કે સાધ્વીને પોતાના કુટુંબીજનોને ત્યાં ગોચરી માટે જવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સામાન્ય રીતે સાધુ-સાધ્વી જેની નિશ્રામાં રહેતા હોય, તેની આજ્ઞાપૂર્વક જ ગોચરી આદિ પ્રત્યેક પ્રવૃત્તિ કરે છે. પ્રસ્તુત સૂત્રમાં પોતાના પારિવારિક જનોના ઘેર જવા માટે વિશિષ્ટ આજ્ઞા પ્રાપ્ત કરવાનું વિધાન છે.
અબહુશ્રત, અગીતાર્થ અને અલ્પદીક્ષાપર્યાયવાળા(ત્રણ વર્ષથી ઓછી) સાધુ કે સાધ્વીની સંયમ પરિણામોની પરિપક્વતા ન હોવાથી અને ક્યારેક સ્વજનોના મમત્ત્વથી સંયમ મર્યાદાનું ઉલ્લંઘન થાય, ક્યારેક સ્વજનો મમત્ત્વ ભાવ છૂટયો ન હોવાથી અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે, આ રીતે અનેક અનર્થોની સંભાવના હોવાથી અલ્પ દીક્ષા પર્યાયવાળા કે અગીતાર્થ સાધુ અન્ય ગીતાર્થ સાધુઓની સાથે જ સ્વજનોના ઘેર ગોચરી માટે જાય છે.
બહુશ્રુત અને ગીતાર્થ સાધુ સ્વયં સંયમ ભાવમાં પરિપક્વ હોવાથી તેને ઉપરોક્ત આપત્તિની સંભાવના નથી, તેથી ગીતાર્થ સાધુ પોતાના ગુર્નાદિકોની આજ્ઞાપૂર્વક સ્વજનોના ઘેર એકલા જઈ શકે છે.
સૂત્રમાં વિદિ શબ્દનો પ્રયોગ છે. જ્ઞાત એટલે પૂર્વ પરિચિત માતા-પિતા આદિ તથા પશ્ચાતું પરિચિત શ્વસુર આદિ, તેઓ સાથેનો સંબંધ તે જ્ઞાતવિધિ અર્થાત્ પરિવારજનો, કુટુંબીજનો. આ શબ્દપ્રયોગમાં જ્ઞાતિજનોના ઘરે જવાના બધા પ્રયોજન સમાવિષ્ટ છે, તેથી ગોચરી આદિ અન્ય કોઈ પણ પ્રયોજનથી જવાનું હોય તો તેના માટે આ સૂત્રોક્ત વિધિનું પાલન કરવું આવશ્યક છે. ઉક્ત વિધિનો ભંગ કરવાથી તે યથાયોગ્ય તપ અથવા બેદરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. તલ્થ સે પુષ્પા મને.. આ સૂત્રાશમાં ગોચરી સબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે.
સાધુ-સાધ્વીને સચેત પદાર્થો કે સચેત સંસૃષ્ટ પદાર્થો ગ્રહણ કરવા કલ્પતા નથી, તેથી અગ્નિ સંસ્કૃષ્ટ પદાર્થો સાધુને માટે અગ્રાહ્ય જ છે, તેમ છતાં સાધુને સ્વજનોના ઘરે સ્વજનોના મમત્ત્વ ભાવના કારણે સૂત્રોક્ત પરિસ્થિતિની વિશેષ સંભાવના રહે છે, તેથી નિયમ પાલનમાં વિશેષ સાવધાની રાખવા માટે સૂત્રકારે પૃથ સૂત્ર દ્વારા વિષય સ્પષ્ટ કર્યો છે.
પારિવારિકજનોના ઘરમાં ગોચરીને માટે પ્રવેશ કર્યા પછી ખાદ્ય પદાર્થો તૈયાર થયા હોય અથવા ચૂલા પરથી ભાત, દાળ, અથવા રોટલી, દૂધ આદિ કોઈ પણ પદાર્થ ઉતારે, તો તે લેવા ન જોઈએ. તે પદાર્થ ઉતારવામાં સાધુનું નિમિત્ત હોય અથવા ન હોય પરંતુ પરિચિત કુળોના તથા ઉપલક્ષણથી અન્ય સર્વ ઘરોના તેવા પદાર્થો સાધુ માટે અગ્રાહ્ય છે. ઘરમાં પ્રવેશ કર્યા પહેલાં જ જે ખાદ્ય પદાર્થો તૈયાર થયેલા હોય તે પદાર્થો લેવા જોઈએ. આચાર્યઆદિના અતિશય - | २ आयरिय-उवज्झायस्स गणंसि पंच अइसेसा पण्णत्ता, तं जहा