________________
[ ૩૧૪ |
શ્રીવ્યવહાર સૂત્ર
आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स पाए णिगिज्झिय-णिगिज्झिय पप्फोडेमाणे वा पमज्जेमाणे वा णाइक्कमइ ।
आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स उच्चार-पासवणं विगिंचमाणे वा विसोहेमाणे वा णाइक्कमइ । आयरिय-उवज्झाए पभू वेयावाडियं इच्छाए करेज्जा इच्छाए णो करेज्जा। आयरिय-उवज्झाए अतो उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे णाइक्कमइ । आयरिय-उवज्झाए बाहिं उवस्सयस्स एगरायं वा दुराय वा एगओ वसमाणे णाइक्कमइ । ભાવાર્થ - ગણમાં આચાર્ય અને ઉપાધ્યાયના પાંચ અતિશય કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર ધૂળવાળા પગની ધૂળ ખંખેરે, કપડાથી પોંજે અથવા પ્રમાર્જન કરે, તો મર્યાદા(જિનાજ્ઞા)નું ઉલ્લંઘન થતું નથી. (૨) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર મળ - મૂત્રાદિનો ત્યાગ તથા શુદ્ધિ કરે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. (૩) આચાર્ય અથવા ઉપાધ્યાય ઇચ્છા હોય તો સેવાના કાર્ય કરે અને ઇચ્છા ન હોય તો ન કરે, તો પણ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. (૪) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર કોઈ વિશેષ કારણથી એક કે બે રાત એકલા રહે તો પણ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. (૫) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર કોઈ વિશેષ કારણથી એક કે બે રાત એકલા રહે તો પણ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. | ३ गणावच्छेइयस्स णं गणंसि दो अइसेसा पण्णत्ता, तं जहा- गणावच्छेइए अतो उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे णाइक्कमइ । गणावच्छेइए बाहिं उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे णाइक्कमइ । ભાવાર્થ - ગણમાં ગણાવચ્છેદકના બે અતિશય કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) ગણાવચ્છેદક ઉપાશ્રયની અંદર કોઈ વિશેષ કારણથી જો એક કે બે રાત એકલા રહે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. (૨) ગણાવચ્છેદક ઉપાશ્રયની બહાર કોઈ વિશેષ કારણથી એક કે બે રાત એકલા રહે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદકના અતિશયોનું નિરૂપણ છે.
સામાન્ય સર્વ સાધુઓથી ચતુર્વિધ સંઘના નાયક સમ આચાર્ય અને ઉપાધ્યાયની રહેણી-કરણીમાં જે વિશેષતા હોય, અન્ય સાધુઓ દ્વારા તેમને વિશેષ અનુકુળતા પ્રાપ્ત થતી હોય, તે વિશેષતાને પ્રસ્તુતમાં અતિશય કહ્યા છે.
ઠાણાંગસૂત્રના પાંચમા અને સાતમા સ્થાનમાં પણ આચાર્ય-ઉપાધ્યાયના પાંચ અને સાત અતિશય કહ્યા છે. પાંચ અતિશય તો પ્રસ્તુત સૂત્રની સમાન છે અને બે વિશેષ છે યથા– (૧) ઉપકરણાતિશય અને (૨) ભક્તપાનાતિશય. સાત અતિશયોનું તાત્પર્ય આ પ્રમાણે છે