________________
ઉદ્દેશક-પ
३०७
આપવું અથવા ધારણ કરવું કલ્પે છે. તે આચારપ્રકલ્પને ફરી કંઠસ્થ કરવાનું કહીને પણ કંઠસ્થ ન કરે, તો તેને પ્રવર્તિની અથવા ગણાવચ્છેદિકાનું પદ આપવું અથવા ધારણ કરવું કલ્પતું નથી.
| १७ थेराणां थेरभूमिपत्ताणं आयारपकप्पे णामं अज्झयणे परिब्भट्ठे सिया । कप्पइ तेसिं संठवेत्ताण वा, असंठवेत्ताण वा आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दित्तिए वा धारेत्तए वा ।
ભાવાર્થ :- સ્થવિરત્વ–વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત સ્થવિરને જો આચાર પ્રકલ્પના અધ્યયન વિસ્તૃત થઈ જાય અને તે ફરી કંઠસ્થ કરે અથવા ન કરે તો પણ તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પે છે.
१८ थेरभूमिपत्ताणं आयारपकप्पे णामं अज्झयणे परिब्भट्ठे सिया । कप्पइ तेसिं सण्णिसण्णाण वा, संतुयट्टाण वा उत्ताणयाण वा पासिल्लयाण वा आयारपकप्पं णामं अज्झयणं दोच्चं पि तच्च पि पडिपुच्छित्तए वा पडिसारेत्तए वा ।
ભાવાર્થ :- સ્થવિરત્વ-વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત સ્થવિરને જો આચારપ્રકલ્પના અધ્યયન વિસ્તૃત થઈ જાય તો તેને બેસીને, સૂઈને, ઉત્તાસનથી અર્થાત્ ચત્તા સૂઈને, પડખાભર સૂઈને પણ આચારપ્રકલ્પના અધ્યયનનું બે ત્રણવાર પૂછીને સ્મરણ કરવું અને પુનરાવર્તન કરવું કલ્પે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીના સંયમી જીવનની શુદ્ધિને માટે આચાર પ્રકલ્પની સ્મૃતિની મહત્તા પ્રદર્શિત કરી છે. નવદીક્ષિત, બાલ કે તરુણ પ્રત્યેક શ્રમણ કે શ્રમણીને આચાર પ્રકલ્પ-આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રના ભાવો કંઠસ્થ હોવા જરૂરી છે. તેના આધારે જ તે ગોચરી આદિ આવશ્યક ક્રિયાઓ નિર્દોષપણે કરી શકે છે. તે આચારશુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિના આધારભૂત શાસ્ત્રો છે. આચારપ્રકલ્પના ધારક સાધુ જઘન્ય ગીતાર્થ અથવા જઘન્ય બહુશ્રુત કહેવાય છે.
સાધુ જીવનમાં આચાર પ્રકલ્પની અનિવાર્યતા સ્વીકારીને ગચ્છના પ્રમુખ સાધુ કે સાધ્વીએ ગચ્છના સર્વ સાધુઓને પ્રસંગોપાત પૂછી લેવું જોઈએ કે તમોને આચારપ્રકલ્પ યાદ છે કે વિસ્તૃત થયું છે ? જો વિસ્તૃત થયું હોય, તો તેનું કારણ જાણી તે સાધુ-સાધ્વીને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. શાસ્ત્ર વિસ્તૃત થવાના બે કારણ છે– (૧) રોગાદિ બાધા-પીડા વગેરે કારણથી (૨) પ્રમાદથી. આ બંને કારણો અનુસાર સાધુને બે પ્રકારના પ્રાયશ્ચિત્ત આવે છે.
(૧) સકારણ ભૂલી ગયા હોય, તો તે શાસ્ત્ર ફરી કંઠસ્થ કરે ત્યાં સુધી તે કોઈ પદવીને ધારણ કરી શકતા નથી તથા સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ પણ કરી શકતા નથી.
(૨) પ્રમાદવશ ભૂલી જાય તો તે જીવનપર્યંત કોઈ પદવીને ધારણ કરી શકતા નથી તથા સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ પણ કરી શકતા નથી.
સ્થવિરમુનિ તેમાં અપવાદરૂપ છે. વૃદ્ધાવસ્થાના કારણે સ્થવિરમુનિઓની સ્મરણ શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય અને તેના કારણે કદાચ આચારપ્રકલ્પના અધ્યયન વિસ્તૃત થઈ જાય, તો તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.
સામાન્ય રીતે સાધુઓ જ્ઞાનના બહુમાનપૂર્વક એક આસને બેસીને જ સ્વાધ્યાય કરે છે પરંતુ