________________
| 308
શ્રીવ્યવહાર સૂત્ર
पमाएणं । जावज्जीवं तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जावगणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।
से य वएज्जा-आबाहेणं णो पमाएणं । से य संठवेस्सामि ति संठवेज्जा एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । से य संठवेस्सामि ति णो संठवेज्जा, एवं से णो कप्पइ आयरियंत्त वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- નિગ્રંથ-સાધુના નવદીક્ષિત, બાલ તથા તરુણ સાધુને જો આચારપ્રકલ્પ (આચારાંગનિશીથસૂત્ર)ના અધ્યયન વિસ્મૃત થઈ જાય તો તેને ગીતાર્થ સાધુ આદિ પૂછે કે(પ્રશ્ન) હે આર્ય! તમે કયા કારણે આચારપ્રકલ્પને ભૂલી ગયા છો ? શું રોગાદિ કારણથી ભૂલ્યા છો કે પ્રમાદથી ભૂલ્યા છો? (ઉત્તર) તે કહે કે રોગાદિ કારણથી નહીં પરંતુ પ્રમાદથી ભૂલી ગયો છું, તો તેને ઉક્ત કારણથી જીવનપર્યત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી.
તે કહે કે રોગાદિ કારણથી ભૂલી ગયો છું, પ્રમાદથી નહીં; હવે આચાર પ્રકલ્પને ફરી કંઠસ્થ કરી લઈશ. એ પ્રમાણે કહીને કંઠસ્થ કરી લે તો તેને આચાર્ય યાવત ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કહ્યું છે. તે આચાર પ્રકલ્પને ફરી કંઠસ્થ કરી લેવાનું કહીને પણ કંઠસ્થ ન કરે, તો તેને આચાર્યથી ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. |१६ णिग्गंथीए णं णव-डहर-तरुणाए आयारपकप्पे णामं अज्झयणे परिब्भटे सिया । सा य पुच्छियव्वा- केण ते कारणेणं अज्जे ! आयारपकप्पे णाम अज्झयणे परिब्भटे ? किं आबाहेणं उदाहु पमाएणं ? सा य वएज्जा- णो आबाहेणं, पमाएणं । जावज्जीवं तीसे तप्पत्तियं णो कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।
सा य वएज्जा- आबाहेणं, णो पमाएणं । सा य संठवेस्सामि ति संठवेज्जा एवं से कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।
सा य संठवेस्सामि ति णो संठवेज्जा, एवं से णो कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- નવદીક્ષિત, બાલ તથા તરુણ સાધ્વીને આચારપ્રકલ્પ અધ્યયન વિસ્મૃત થઈ જાય, તો તેને ગીતાર્થ સાધ્વી આદિ પૂછે કે(પ્રશ્ન) હે આર્યા! તમે કયા કારણે આચારપ્રકલ્પને ભૂલી ગયા છો? શું રોગાદિ કારણથી ભૂલ્યા છો કે પ્રમાદથી ભૂલ્યા છો ? (ઉત્તર) તે કહે કે રોગાદિ કારણથી નહીં પરંતુ પ્રમાદથી ભૂલી ગઈ છું, તો તેને ઉક્ત કારણથી જીવનપર્યત પ્રવર્તિની અથવા ગણાવચ્છેદિકાનું પદ આપવું અથવા ધારણ કરવું કલ્પતું નથી.
જો તે કહે કે રોગાદિ કારણથી ભૂલી ગઈ છું, પ્રમાદથી નહીં. હવે હું આચાર પ્રકલ્પના અધ્યયન ફરીને કંઠસ્થ કરી લઈશ, એ પ્રમાણે કહીને કંઠસ્થ કરી લે, તો તેને પ્રવર્તિની અથવા ગણાવચ્છેદિકાનું પદ