________________
ઉદ્દેશક-પ
૩૦૫
પદને છોડી દે, તો તે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. અન્ય સાધર્મિક સાધ્વીઓ કલ્પ અનુસાર તે અયોગ્ય પ્રવર્તિનીને પદ છોડવા માટે ન કહે, તો તે બધા સાધર્મિક સાધ્વીઓ તે (ન તે કહેવાના) કારણથી દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
१४ पवत्तिणी य ओहायमाणी अण्णयरं वएज्जा- मए णं अज्जे ! ओहावियाए समाणीए इयं समुक्कसियव्वा । सा य समुक्कसिणारिहा समुक्कसियव्वा, सा य
समुक्कसिणारहा णो समुक्कसियव्वा । अत्थियाइ त्थ अण्णा काइ समुक्कसिणारहा सा समुक्कसियव्वा, णत्थियाइ त्थ अण्णा काइ समुक्कसिणारहा सा चेव समुक्कसियव्वा ।
ताए च णं समुक्किट्ठाए परा वएज्जा - दुस्समुक्किट्ठे ते अज्जे ! णिक्खिवाहि, ताए णं णिक्खिवमाणीए णत्थि केइ छेए वा परिहारे वा । जाओ तं साहम्मिणीओ अहाकप्पे णो उवट्ठाए विहरंति सव्वासि तासिं तप्पत्तियं छेए वा परिहारे वा । ભાવાર્થ :- સંયમનો પરિત્યાગ કરનાર પ્રવર્તિની સાધ્વી અન્ય કોઈ સાધ્વીને કહે કે હે આર્યા ! મારા ગયા પછી અમુક સાધ્વીને મારા પદ પર સ્થાપિત કરજો. પ્રવર્તિની નિર્દિષ્ટ તે સાધ્વી તે પદને માટે યોગ્ય હોય તો તેને તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. તે સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. સમુદાયમાં અન્ય સાધ્વી તે પદને યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. સમુદાયમાં અન્ય સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિની નિર્દિષ્ટ સાધ્વીને જ તે પદે સ્થાપિત કરવા જોઈએ.
તેને પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ સાધ્વી કહે કે હે આર્યા ! તમે આ પદને અયોગ્ય છો, તેથી આ પદ છોડી દો. ગીતાર્થ સાધ્વી આ પ્રમાણે કહે ત્યારે જો તે સાધ્વી તે પદને છોડી દે, તો તે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. જો સાધર્મિક સાધ્વીઓ કલ્પ (ઉત્તરદાયિત્વ) અનુસાર તેને પ્રવર્તિની આદિ પદ છોડવાનું ન કહે તો તે બધા સાધર્મી સાધ્વીઓ ઉક્ત(ન કહેવાના) કારણથી દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પ્રવર્તિની સાધ્વીના કાલધર્મ પછી પદ-પ્રદાન માટેની નિર્ણય વિધિનું પ્રતિપાદન છે. સામાન્ય રીતે આચાર્ય પોતાના ગચ્છના સર્વ સાધુ સાધ્વીઓના નાયક હોય છે, તેથી તેમના નિર્ણય અનુસાર પ્રવર્તિનીનું પદ પ્રદાન થાય છે. તેના નિર્દેશ અનુસાર પ્રવર્તિનીના પદ પર કોઈ સાધ્વીને નિયુક્ત કરી શકાય છે, પરંતુ સામાન્ય વિધાનની અપેક્ષાએ સાધ્વીઓ અથવા પ્રવર્તિની આદિ પણ યોગ્ય સાધ્વીને પ્રવર્તિની આદિ પદ પર નિયુક્ત કરી શકે છે તે આ સૂત્રોથી સ્પષ્ટ થાય છે. અન્ય વિવેચન ચોથા ઉદ્દેશાના સૂત્ર ૧૩, ૧૪ની સમાન જાણવું જોઈએ.
આચારપ્રકલ્પ વિસ્મૃતને પદ પ્રદાનની વિધિ-નિષેધ :
१५ णिग्गंथस्स णं णव- डहर - तरुणस्स आयारपकप्पे णामं अज्झयणे परिब्भट्ठे सिया । से य पुच्छियव्वे- केण ते कारणेण अज्जो ! आयारपकप्पे णामं अज्झयणे परिब्भट्ठे ? किं आबाहेणं उदाहु पमाएणं ? से य वएज्जा- णो आबाहेणं,