________________
૩૦૪ |
શ્રીવ્યવહાર સૂત્ર
મુખ્ય સાધ્વી કાળધર્મ પામે, તો શેષ સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ.
અન્ય કોઈ સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયં(રત્નાધિક)ને પણ આચાર પ્રકલ્પ-નિશીથ સૂત્ર આદિ શાસ્ત્રનું અધ્યયન પૂર્ણ ન થયું હોય તો તેને માર્ગમાં એક-એક રાત્રિ રોકાતાં-રોકાતાં જે દિશામાં અન્ય સાધર્મી સાધ્વીઓ વિચરતા હોય તે દિશામાં જવું કહ્યું છે.
માર્ગમાં વિચરવાના લક્ષથી તેને રહેવું કલ્પતું નથી, રોગાદિનું કારણ હોય તો વધારે રહેવું કહ્યું છે. રોગાદિનું કારણ સમાપ્ત થઈ જાય અને કોઈ કહે કે હે આર્યા! એક બે રાત વધારે રહો તો તેને એક કે બે રાત વધારે રોકાવું કહ્યું છે, એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે સાધ્વી એક કે બે રાતથી વધારે રહે છે, તો મર્યાદાના ઉલ્લંઘનના કારણે તે દીક્ષા છેદ અથવા કપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં અગ્રણી સાધ્વી કાળધર્મ પામે ત્યારે શેષ સાધ્વીઓના કર્તવ્યોનું કથન છે. અન્ય સાધ્વીને અગ્રણી બનાવવા વગેરેનું વિવેચન ચોથા ઉદ્દેશકના સુત્ર ૧૧-૧૨ સમાન સમજવું જોઈએ. સંક્ષેપમાં સાધ્વીઓએ કોઈપણ પ્રવર્તિની કે અગ્રણી સાધ્વીની નિશ્રા સ્વીકારીને જ વિચારવું જોઈએ. વડિલ સાધ્વીની નિશ્રા વિના સંયમ દ્ધિ કે સર્વાગી વિકાસ થતો નથી. પ્રવર્તીનીના કાલધર્મ પછી પદ પ્રદાનનો નિર્ણય:|१३ पवत्तिणी य गिलायमाणी अण्णयरं वएज्जा- मए णं अज्जे ! कालगयाए समाणीए इयं समुक्कसियव्वा । ___ सा य समुक्कसिणारिहा समुक्कसियव्वा, सा य णो समुक्कसिणारिहा णो समुक्कसियव्वा । अत्थियाई स्थ अण्णा काइ समुक्कसिणारिहा सा समक्कसियव्वा, णत्थियाई त्थ अण्णा काइ समक्कसिणारिहा सा चेव समुक्कसियव्वा । ताए च णं समुक्किट्ठाए परा वएज्जा- दुस्समुक्किट्ठ ते अज्जे ! णिक्खिवाहि । ताए णं णिक्खिवमाणीए णत्थि केइ छए वा परिहारे वा । जाओ साहम्मिणीओ अहाकप्प णो उठाए विहरति सव्वासिं तासिं तप्पत्तिय छेए वा परिहारे वा । ભાવાર્થ - રોગગ્રસ્ત પ્રવર્તિની સાધ્વી અન્ય કોઈ સાધ્વીને કહે કે હે આર્યા! મારા કાલધર્મ પછી અમુક સાધ્વીને મારા પદ પર સ્થાપિત કરજો.
પ્રવર્તિની દ્વારા નિર્દિષ્ટ તે સાધ્વી તે પદ માટે યોગ્ય હોય, તો તેને સ્થાપિત કરવા જોઈએ. જો તે સાધ્વી પદ માટે યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. તે સમુદાયમાં અન્ય કોઈ સાધ્વી તે પદને યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ અને જો સમુદાયમાં અન્ય કોઈ સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિની નિર્દિષ્ટ સાધ્વીને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ.
પ્રવર્તિની નિર્દિષ્ટ સાધ્વીને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ સાધ્વી કહે કે હે આર્યા! તમે આ પદને માટે અયોગ્ય છો, તેથી તમે પદ છોડી દો. ગીતાર્થ સાધ્વી આ પ્રમાણે કહે ત્યારે તેણી તે