________________
શ્રીવ્યવહાર સૂત્ર
સ્થવિર મુનિ પોતાની શારીરિક અસ્વસ્થતાના કારણે બેઠા બેઠા કે સૂતાં-સૂતાં અન્ય સાધુને બે-ત્રણ વાર પૂછીને વિસ્તૃત અધ્યયનોને ફરી સ્મૃતિમાં લાવી શકે છે.
३०८
સૂત્રમાં 'થેરાળ, થેભૂમિપત્તાળ' શબ્દ પ્રયોગથી વયસ્થવિરનું ગ્રહણ થાય છે. પ્રસ્તુત સૂત્રના ઉદ્દેશક-૧૦માં ૬૦ વર્ષ કે ૬૦ વર્ષથી વધુ વયવાળાને વયસ્થવિર કહ્યા છે પ્રસ્તુતમાં વય સ્થવિરથી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત વયસ્થવિરનું ગ્રહણ થાય છે. વૃદ્ધાવસ્થાના કારણે જે વયસ્થવિર મુનિની શરીરશક્તિ અને ઇન્દ્રિયશક્તિ ક્ષીણ થઈ હોય, તેઓની અપેક્ષાએ જ આ અપવાદિક વિધાન છે, તેમ સમજવું જોઈએ. સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના કરવાનો ઉત્સર્ગ–અપવાદ માર્ગ:
१९ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो णं कप्पइ अण्णमण्णस्स अंतिए आलोएत्तए । अत्थियाइं त्थ णं केइ आलोयणारिहे कप्पइ णं तस्स अंतिए आलोएत्तए । णत्थियाइं त्थ णं केइ आलोयणारिहे एवं णं कप्पइ अण्णमण्णस्स अंतिए आलोइत्तए ।
ભાવાર્થ:જે સાધુ અને સાધ્વીઓ સાંભોગિક છે, તેને પરસ્પર એક બીજાની પાસે આલોચના કરવી કલ્પતી નથી. સ્વપક્ષમાં કોઈ આલોચના સાંભળવા યોગ્ય હોય તો તેની પાસે અર્થાત્ સાધુએ સાધુ પાસે અને સાધ્વીએ સાધ્વી પાસે આલોચના કરવી કલ્પે છે. સ્વપક્ષમાં આલોચના સાંભળવા યોગ્ય કોઈ ન હોય તો સાધુ–સાધ્વીએ પરસ્પર આલોચના કરવી કલ્પે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના સંબંધી ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું કથન છે. બૃહત્કલ્પસૂત્રના ચોથા ઉદ્દેશામાં બાર સાંભોગિક વ્યવહારોનું વર્ણન છે, તેમાં ઉત્સર્ગ માર્ગથી સાધુને સાધ્વીઓની સાથે છ સાંભોગિક વ્યવહાર રાખવાનું કથન છે. તે પ્રમાણે સાધુએ સાધ્વીઓની સાથે એક માંડલામાં સાથે બેસીને આહાર કરવાનો વ્યવહાર હોતો નથી તથા કોઈ ગાઢ કારણ વિના પરસ્પર આહારાદિનું આદાન–પ્રદાન પણ કરવામાં આવતું નથી, તો પણ તે સાધુ-સાધ્વી એક આચાર્યની આજ્ઞામાં હોવાથી અને એક ગચ્છના હોવાથી સાંભોગિક કહેવાય છે. તેવા સાંભોગિક સાધુ-સાધ્વીઓ માટે આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત આદિ વ્યવહારો પરસ્પર એક-બીજા પાસે કરવાનો નિષેધ છે. આલોચના કે પ્રાયશ્ચિત્તના નિમિત્તથી પણ સાધુ-સાધ્વીનો અધિક સંપર્ક કે સંબંધ સંયમી જીવનમાં આપત્તિજનક છે, તેથી સાધુ પોતાના દોષોની આલોચના, પ્રાયશ્ચિત્ત આદિ આચાર્ય, ઉપાધ્યાય કે સ્થવિર સાધુ પાસે જ કરે અને સાધ્વીઓ પોતાની આલોચના, પ્રાયશ્ચિત્ત વગેરે પ્રવર્તિની, સ્થવિરા આદિ યોગ્ય સાધ્વીઓની પાસે જ કરે, આ ઉત્સર્ગ માર્ગ છે.
અપવાદમાર્ગ અનુસાર કોઈ ગણમાં સાધુ અથવા સાધ્વીઓમાં આલોચના શ્રવણને યોગ્ય અથવા પ્રાયશ્ચિત્ત દેવા યોગ્ય કોઈ સાધુ કે સાધ્વી ન હોય ત્યારે પરિસ્થિતિવશ સાધુ સ્વગચ્છના સાધ્વીની પાસે અને સાધ્વી સ્વગચ્છના સાધુની પાસે આલોચના આદિ કરી શકે છે.
સાધુ-સાધ્વીને પરસ્પર સેવા કરવાનો ઉત્સર્ગ-અપવાદ માર્ગ:
२० | जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो णं कप्पइ अण्णमण्णेणं वेयावच्चं कारवेत्तए ।