________________
૩૦૦.
શ્રીવ્યવહાર સત્ર
ઉદ્દેશક-પા પ્રાકથન RORDRORROROR
હિ-૫
|
આ ઉદ્દેશકમાં મુખ્યત્વે પ્રવતિની કે ગણાવચ્છેદિકા સાધ્વીઓના કર્તવ્ય, સાધુ જીવનમાં આચાર પ્રકલ્પના અધ્યયનની મહત્તા તથા સાધુ-સાધ્વીના પરસ્પરના વ્યવહારમાં ઉત્સર્ગ-અપવાદ માર્ગનું પ્રતિપાદન છે. * પ્રવર્તિની અન્ય બે સાધ્વીઓને પોતાની સાથે લઈને વિચરણ કરે અને ત્રણ સાધ્વીઓને સાથે લઈને ચાતુર્માસ કરે. ગણાવચ્છેદિકા ત્રણ સાધ્વીઓને સાથે લઈને વિચરણ કરે તથા ચાર સાધ્વીઓને સાથે લઈને ચાતુર્માસ કરે. * પ્રમુખ સાધ્વીના કાળધર્મ પછી શેષ સાધ્વીઓ અન્ય યોગ્ય સાધ્વીને પ્રમુખ બનાવીને વિચરણ કરે, કોઈ સાધ્વી પ્રવર્તિની પદને યોગ્ય ન હોય તો વિહાર કરીને શીધ્ર અન્ય પ્રવર્તિની સાધ્વીની નિશ્રામાં પહોંચી જાય. * પ્રવર્તિની સાધ્વી કાલધર્મ પામે ત્યારપછી પ્રવર્તિની નિર્દિષ્ટ યોગ્ય સાધ્વીને પદવી આપવી, તે યોગ્ય ન હોય તો અન્ય યોગ્ય સાધ્વીને પદ પર નિયુક્ત કરવા. * પ્રત્યેક સાધુ સાધ્વીએ આચારાંગ સૂત્ર અનેનિશીથસૂત્ર કંઠસ્થ કરવા અને યાદ રાખવા.આચાર્યાદિએ પણ સમયે-સમયે તે વિષયમાં પૂછતાં રહેવું જોઈએ. જો કોઈ સાધુ કે સાધ્વીને પ્રમાદના કારણે તે સૂત્ર વિસ્મૃત થઈ જાય તો તેને પ્રમુખ બનીને વિચરણ કરવાની આજ્ઞા ન આપવી. જો કોઈ સાધુ-સાધ્વી રોગાદિના કારણે સૂત્ર ભૂલી જાય તો સ્વસ્થ થતાં ફરી કંઠસ્થ કર્યા પછી પદ આદિ આપી શકાય છે. * વૃદ્ધાવસ્થાવાળા સ્થવિર સાધુ વૃદ્ધાવસ્થાના કારણે કંઠસ્થ સૂત્ર ભૂલી જાય, તો તે ક્ષમ્ય છે તથા ફરીને યાદ કરવા છતાં પણ યાદ ન થાય તો કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. વૃદ્ધ સાધુ સૂતાં-સૂતાં સૂત્રની પુનરાવૃત્તિ, શ્રવણ અથવા પૃચ્છા આદિ કરી શકે છે. * વિશેષ પરિસ્થિતિ વિના સાધુ-સાધ્વીએ પરસ્પર એક બીજા પાસે આલોચના, પ્રાયશ્ચિત્ત ન કરવા જોઈએ. વિશેષ પરિસ્થિતિ વિના સાધુ-સાધ્વીએ પરસ્પર એક બીજાનું કોઈ પણ સેવાકાર્ય કરવું ન જોઈએ. આગમોક્ત વિશેષ પરિસ્થિતિઓમાં એક બીજાની સેવા પરિચર્યા કરી શકે છે. * સર્પ કરડી જાય તો સ્થવિરકલ્પી સાધુ મંત્રચિકિત્સા કરાવી શકે છે અને ચિકિત્સા કરાવવાનું તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી.જિનકલ્પીને ચિકિત્સા કરવી કે કરાવવી કલ્પતી નથી અને તેમ કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.